દરેક લોકો સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે અનેક ઉપાયો કરતા હોય છે. ખાસ કરી ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખતા હોય છે. ચા પીય ને તંદુરસ્તી જાળવવા માટે ચામાં આદુ, તુલસી સહિતના આરોગ્યવર્ધક પદાર્થો નાખવામાં આવે છે. પરંતુ નવા સંશોધન મુજબ જો ચામાં લસણ પણ નાખવામાં આવે તો વધુ ફાયદો થઈ શકે છે.
હમણાં સુધી આદુ અથવા અન્ય પ્રકારની ચાનું સેવન કર્યું જ હશે,પરંતુ આજે લસણની ચાના આશ્ચર્યજનક ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. લસણની ચા પીવાના ઘણા ફાયદા છે. આ ચા બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.
આપને જણાવી દઈએ કે લસણમાં સ્વાસ્થ્યને તરોતાજા રાખતા અનેક ગુણધર્મો હોય છે. ગુજરાતમાં લગભગ દરેક રસોડામાં લસણનો ઉપયોગ થતો હોય તેવું જોવા મળે છે. શાક સહિતની વાનગીમાં લસણ નાખવામાં આવે છે પરંતુ જો ચામાં પણ લસણ નાખવામાં આવે તો ફાયદો થાય છે. ખાલી પેટે લસણ ખાઈને એક ગ્લાસ પાણી પીવામાં આવે તો સ્વાસ્થ્ય સારું રહે છે. લસણની ચા પીવાથી મેટાબોલીઝમ વધે છે અને પાંચન તંત્રને ફાયદો થાય છે.
ખરેખર,લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ છે. જો ઇચ્છતા હોવ તો, લસણની ચામાં થોડું આદુ અને તજ પણ ઉમેરી શકો છો. જેથી તે સ્વાસ્થ્યને સુધારી શકે અને ચાનો સ્વાદ પણ વધારી શકે છે. આજે અમે તમને ચા માં લસણનાખી પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
લસણની ચા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લઈ તેમાં એક કપ પાણી ઉકાળી. થોડી વાર પછી લસણને ખાંડીને નાખી દો. સાથે જ એક ચમચી કાળા મરી નાખી દો અને ત્યારબાદ પાંચ મિનિટ સુધી ચાને ઉકાળો. પાંચ મિનિટ બાદ ગેસ બંધ કરી દો અને ચાને કોઈ વાસણમાં ગાળી લો. આ પ્રકારે તમારી ચા તૈયાર થઈ જશે.
લસણની ચાના ફાયદા: લસણની ચા ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. આનાથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ ઓછું થાય છે અને ચયાપચયની સ્થિતિમાં પણ મદદ કરે છે. શરદી અને ઉધરસમાં પણ લસણની ચા ખુબજ લાભકારી છે જો તમે ઉધરસથી ખુબ જ પરેશાન છો તો એવામાં રોજ લસણની ચાનો એક કપ પીવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે. તમે લસણની ચાથી વજન ઘટાડી શકો છો.
આજના સમયમાં હદય રોગના દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. એટલા માટે રોજ સવારે ખાલી પેટે લસણની ચા પીવાથી હદય રોગની બીમારીથી બચી શકાય છે. તેનું સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. જેના કારણે હૃદયની બીમારીઓથી બચી શકાય છે.
આ ચા તમારા શરીરના મોટાભાગના ભાગોમાં ચરબી ઓગાળવાનું કામ કરે છે. તેમાં મેટાબોલિક નો ગુણધર્મો છે, જે વજન ઘટાડવા માટે કામ કરે છે. આ ઉપરાંત ઈન્ફેકશનથી થતાં રોગ સામે પણ લસણની ચા ફાયદો કરે છે. લસણની ચા પીવાથી શરીરની ગંદકી દૂર થાય છે. લસણની ચા શરીરમાંથી સોજાને ઓછું કરે છે.
સવાર સવારમાં ખાલી પેટે પત્તીઓવાળી ચા પીવાની જગ્યાએ લસણ વાળી ચા પીવી જોઈએ. તેનાથી મેટૅબલિઝમ પણ સારું રહેશે અને સાથે પાચનતંત્ર પણ મજબૂત રહેશે. લસણની ચા શ્વસન રોગોથી બચાવી શકે છે. તેનો ઉપયોગ શિયાળામાં તાવ અને ઉધરસ મટાડવા માટે પણ કરી શકાય છે. આ ચા એક શક્તિશાળી એન્ટીબાયોટીક પીણું છે,જે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારે છે. લસણની ચા શરીરમાંથી બળતરા ઘટાડે છે.