એકદમ સરળતાથી મળી જતી આ વસ્તુની મદદતથી ઘરે જ થઈ જશે પરલેર જેવા સ્ટ્રેટ વાળ, જાણી લ્યો આ ખાસ ઉપાય વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આજ ના યુગ માં વાળ ને લઈને અલગ અલગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.એમાં પણ સૌથી સ્ટ્રેટ વાળ તો બધાને બોવ જ પસંદ આવે છે.આજ કલ તો છોકરીઓ હજારો પૈસા ખર્ચીને પાર્લર માં વાળ સ્ટ્રેટ કરાવે છે.પાર્લર માં કેમિકલ્સ નો ઉપયોગ કરીને વાળ સીધા કરવામાં આવે છે જેના કારણે સમય જતા નુકશાન થાય છે. દરેક વ્યક્તિને સીધા, નરમ અને ચળકતા વાળ પસંદ હોય છે. સીધા વાળ ખરેખર તમારી સુંદરતામાં વધારો કરે છે. આ તમારા વ્યક્તિત્વને વધારે છે પરંતુ સીધા વાળ કરવા સરળ નથી. વાળ સીધા રાખવા માટે લોકો અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ પર ઘણાં પૈસા ખર્ચ કરે છે પરંતુ તે કુદરતી ન હોવાને કારણે, તમારા વાળ થોડા સમય માટે સારા લાગે છે. ત્યારબાદ ફરીથી વાળ પહેલા જેવા થઈ જાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે ઘરે જ વાળ ને કઈ રીતે સીધા કરી શકાય.

પરંતુ વાળ કાયમ માટે સીધા કરવા ખૂબ જ મુશ્કેલ અને મોંઘા છે. વાળ સીધા કરવા માટે ઘણા પ્રકારના શેમ્પૂથી મોંઘા વાળના ઉત્પાદનો અને સીધા કરવા માટે પણ વપરાય છે પરંતુ તેનાથી વાળ બગડવાનું જોખમ વધી જાય છે. આજે અમે તમને વાળને સીધા કરવાના સરળ ઘરેલું ઉપાયો જણાવીશું, જે વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને તેની કોઈ આડઅસર થતી નથી.

નાળિયેરનું દૂધ અને લીંબુ :

આયર્ન અને મેંગેનીઝ નાળિયેરમાં જોવા મળે છે. જેનો ઉપયોગ વાળ સીધા કરવા માટે થાય છે. નાળિયેરનું દૂધ અને લીંબુનો હેરપેક બનાવો. તેને વાળ પર લગાવો અને થોડા સમય પછી ધોઈ લો અને પછી પહોળા દાંતાવાળા કાંસકોથી વાળ સીધા કરો. આવું કરવાથી વાંકડિયા વાળથી છુટકારો મેળશે અને તેના ઉપયોગથી વાળ સીધા થઈ જશે.

ઓલિવ ઓઇલ અને ઇંડા :

બે ઈંડા લઇ અને તેને બરાબર મિક્ષ કરી લેવું. આ મિશ્રણમાં બે ચમચી ઓલિવ ઓઇલ નાખી મિક્ષ કરી લેવું ત્યારબાદ બ્રશની મદદથી તેને વાળમાં લગાવી લેવું. આ મિશ્રણને બે કલાક સુધી વાળમાં લગાવેલું રહેવા દેવું. પછી શેમ્પથી વાળ ધોઇ લેવા આનાથી વાળ સ્ટ્રેટ પણ થઈ જશે અને વાળને પોષણ પણ મળશે.

દૂધ અને મધ :

દૂધ અને મધનું મિશ્રણ વાળ માટે આશીર્વાદ સમાન છે. જેના વાળ કર્લી હોય અને તેઓ પોતાના વાળને કુદરતી રીતે સીધા અને સુંદર બનાવવા માગતા હોય તો તે માટે દૂધ અને મધ સરખા પ્રમાણમાં મિક્ષ કરી લેવું. અને આ મિશ્રણ વાળમાં લગાવી અડધા કલાક પછી વાળ ધોઇ નાખવા આવું કરવાથી વાળને પોષણ તો મળશે સાથે કર્લી વાળ સ્ટ્રેટ થઈ જાય છે.

હોટ કોકોનટ ઓઇલ :

નારિયેળ તેલ એક એવું તેલ છે જે વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. નારિયળ તેલના અન્ય પણ અનેક ફાયદા છે વાળને સીધા કરવામાં નારિયેળ તેલ એટલું ઉપયોગી છે.તેના માટે નારિયેળ તેલ લઇ તેને ગરમ કરી લેવું તેને વાળમાં લગાવી હળવા હાથે માલિશ કરવી ત્યારબાદ ગરમ ટોવેલથી વાળને ઢાંકી દેવા, આવું નિયમિત કરવાથી વાળમાં ચમક આવશે અને વાળ સીધા થઇ જશે.

મુલતાની માટી :

એક કપ મુલતાની માટી લઇ અને તેમાં એક ઈંડુ અને ૫ ચમચી ચોખાનો લોટ મિક્ષ કરવો અને તેને સરખી રીતે મિક્ષ કરી લેવું મોટા દાંતિયાવાળી કંઘીથી સરખી રીતે વાળ ઓળી લેવા વાળમાં માટી લગાવ્યા બાદ વાળને ખુલ્લા જ રાખવા તેને બોધવા નહીં આ માટીને વાળમાં ૪૦ મિનિટ સુધી લગાવીને રાખવો અને સંપૂર્ણ રીતે સુકાયા બાદ વાળ ધોઈ નાખવા આ પેસ્ટને વાળમાં મહિનામાં બે-ત્રણવાર અવશ્ય લગાવવું માની પયોગ કરવાથી વાળ સીધા અને ચમકદાર બને છે.

લીંબૂનો રસ અને નારિયેળ :

નારિયળને ફોડીને તેનું પાણી કાઢી લેવું. ત્યારબાદ તેમાં લીંબૂનો રસ નાખી બરાબર મિક્ષ કરી લેવું આ મિશ્રણને એક દિવસ માટે ફ્રિઝમાં મૂકી દેવું. ત્યારબાદ આ એકદમ કિમી પેસ્ટ બની જશે આ મિશ્રણને વાળ અને મૂળમાં સરખી ઊતે લગાવી મસાજ કરવો. ત્યારબાદ હોટ ટોવેલનો ઉપયોગ કરવી એક કલાક બાદ તેને ધોઈ લેવા અને સપ્તાહમાં ત્રણવાર આ પ્રયોગ કરવો આવું કરવાથી વાળ સિલ્કી સ્ટ્રેટ બનશે અને વાળને પોષણ પણ મળશે.

દૂધ :

એક સ્પ્રે બોટલ લેવી અને તેમાં એક તૃતીયાંશ પાણી અને એક તૃતીયાંશ દૂધ મિક્ષ કરવું અને તેનાથી તમારા વાળ પર સ્પે કરવો બધા વાળમાં સરખી રીતે એ થવો જોઈએ ત્યારબાદ મોટા દાંતિયાવાળી કંઘીથી પોતાના વાળ ઓળી લેવા જેથી બધાં વાળ સુધી દૂધ અને પાણીનું મિશ્રણ પહોંચી જાય આ મિશ્રણને એક કલાક સુધી વાળમાં લગાવી રાખવું અને ત્યારબાદ સરખી રીતે પાણીથી ધોઇ લેવું શેપૂથી ધોયા બાદ કંડીશનરનો પણ ઉપયોગ કરવો આવું કરવાથી લાંબા સમયે વાળ ધણી હદ સુધી સીધા થઈ જશે અને વાળને કોઈ નુકસાન પણ થશે નહીં.

કેળા અને મધ :

બે ચમચી મધ, ઓલિવ તેલ, બે પાકેલા કેળા અને દહીંની પેસ્ટ લગાવો. આનાથી વાળ સીધા જ નહીં રેશમી પણ બને છે. કેળા અને મધ- કેળા ને મેશ કરો અને તેમાં બે ચમચી મધ, દહીં અને ઓલિવ તેલ નાખો. આ પેસ્ટને વાળમાં લગાવો અને અડધા કલાક સુધી રહેવા દો. આ રીતે તમારા વાળ સીધા અને ચમકશે.

ગરમ તેલ :

ગરમ તેલની માલિશ વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ગરમ તેલની માલિશ કરવાથી વાળ પણ મજબૂત થાય છે. ગરમ તેલની મસાજ વાળના નિકાલની સાથે નરમ રહેવામાં પણ મદદ કરે છે. ધ્યાનમાં રાખો કે તેલ ખૂબ ગરમ નથી, તમે તમારા માથાને હળવા ગરમ તેલથી 15-20 મિનિટ સુધી માલિશ કરી શકો છો. આ માટે તમારી પસંદનું કોઈપણ તેલ વાપરી શકાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here