મફતમાં માથાથી લઈ પગ સુધીના દરેક રોગો, ખંજવાળ, જીવજંતુ ના ડંખ માટે સંજીવની સમાન છે આ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કુબા નો છોડ ખેતરમાં ચોમાસા દરમિયાન થાય છે. કુબા ના છોડ ને ચોળવાથી તુલસી જેવી સુગંધ આવે છે. તે લગભગ બે એક ફૂટના  હોય છે. જો નીચેથી ડાંડીઓ ફૂટે તો છોડ નો આકાર ઘુમ્મટ જેવો બને છે. તેનાં પાન કાંગરીવાળાં, જાડાં અને પહોળાં હોય છે.

એના પર સફેદ ફૂલોની નાની નાની દાંડીઓ આવે છે. એની અંદર ઝીણાં ફળ રહેલાં હોય છે. આ દાંડીઓ શિવજીને ચઢાવાય છે. આ છોડની વાસ ઉગ્ર હોવાથી તેની નજીક સાપ આવતા નથી. કુબાનાં પાન ઔષધિમાં વપરાય છે. એનો સ્વાદ કડવો હોય છે.

કૂબો એક ખૂબ સારી વનસ્પતિ છે અને તેમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. કૂબો તાવ, પિતના રોગો, ટાઇફોઇડ, અનિદ્રામાં, ખંજવાળ, અપચો, ખાંસી, શરદી, આંખના રોગો, માથાનો દુખાવો અને વીંછીના ડંખ વગેરેમાં ઉપયોગી થાય છે. હવે અમે તમને જણાવીશું કુબાથી થતાં અનેક ફાયદાઓ વિશે.

કુબા ના ઔષધીય ગુણધર્મો આંખના રોગોમાં ફાયદાકારક છે. કુબા ના પાન નો રસ માથા પર લગાવો. આનાથી માથાનો દુખાવો મટે છે. કુબા ના પંચાંગને પીસી લો. તેમાં કાળો મરી પાવડર મિક્સ કરીને કપાળ પર લગાવો. આનાથી પણ માથાનો દુખાવો મટે છે.

5 મિલી કુબા ના પાનમાં  રસમાં સમાન પ્રમાણમાં મધ મિક્ષ કરો. ઉધરસ અને શરદીમાં આ પીવાથી ફાયદો થાય છે. અપચો ની સારવાર માટે પણ કુબા નો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે. કુબા ના પાંદડા નું શાક બનાવીને ખાવાથી અપચોમાં ફાયદો કરે છે અને ભૂખ માં વધારો કરે છે.

કુબા નો રસ કાજલ જેમ લગાવવાથી અને નાકમાં ટીપાં પાડવાથી એનિમિયા અને કમળામાં રાહત થાય છે. 5 મિલી જેટલા રસમાં સમાન માત્રામાં મધ મેળવવું, અને તેનો ઉપયોગ કરવો. 5-10 મિલી કુબાના રસમાં 500 મિલિગ્રામ કાળા મરીનો પાવડર અને સિંધવ મીઠું મિક્સ કરો. તેને દિવસમાં ત્રણ વખત લેવાથી એનિમિયા અને કમળો મટે છે.

યકૃત અને બરોળ માં કુબા ના મૂળનો પાવડર લો. તેમાં એક ભાગ પીપળા નો પાવડર નાખો. યકૃત અને બરોળ ના રોગોમાં 1-2 ગ્રામ લેવાથી ફાયદો થાય છે. કુબા નો ઉકાળો પીવાથી સંધિવા મટે છે.કુબા નું પંચાંગ બનાવો. 10-30 મિલીલીટરના ઉકાળામાં પીપળાનો 1-2 ગ્રામ પાવડર મેળવીને પીવાથી સંધિવા મટે છે.

નાકના નસકોરા માં કુબા ના રસના 2-2 ટીપાં નાખી ને તેમાં 1-2 કાળા મરી પીસીને કપાળ પર લગાવવાથી પીડામાં રાહત મળે છે. કુબા ના રસના 2-2 ટીપાં નાકમાં નાંખીને અથવા તેનો રસ સૂંઘવાથી શરદી મટે છે.

ખંજવાળમાં પણ કુબા ના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કુબા ના પાનના રસ નો લેપ કરવાથી ઘા, શરીરની બળતરા, દાદર અને ખંજવાળ મટે છે. કુબા નું સેવન અનિદ્રાની સમસ્યા માં ફાયદાકારક છે. કુબા ના બીજનો ઉકાળો 10-20 મિલી પીવો. તે સારી રીતે સૂવામાં મદદ કરે છે.

અસ્થમામાં 10-30 મિલીલીટર કુબાના પંચાગનો ઉકાળો લેવાથી ફાયદો થાય છે. કુબાના પંચાંગમાં પિતપાપડો, સૂંઠ, ગળો, મરી અને રાળ સમાન પ્રમાણમાં મેળવીને ઉકાળો તૈયાર કરો. ટાઇફોડ તાવમાં 10-30 મિલીલીટરનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે.

10-30 મિલી દ્રોણપુષ્પીના રસમાં 5-5 ગ્રામ પિતપાપડોનો પાવડર, નાગરમોથા પાવડર અને રાળ પાવડર મિક્સ કરો. તેને પીસીને 1-1 ગ્રામની ગોળીઓ તૈયાર કરો અને લો, તે તાવમાં રાહત આપે છે. કાજલ જેમ કુબાના પાનનો રસ લગાવવાથી તાવ મટે છે.

કુબાનો રસ, સમુદ્રફળ, મધ અને તલના તેલનો રસ મેળવીને કાનમાં નાખવાથી દાંતના કીડા મરી જાય છે અને દાંતના દુખાવામાં રાહત મળે છે. કુબાના સૂકા ફૂલો અને ધતુરાના ફૂલનું મિશ્રણ પીવાથી અસ્થમાના હુમલાથી બચી શકાય છે.

5 મિલી કુબાના પાનના રસમાં 1 ગ્રામ કળા મરીનો પાવડર મિક્સ કરો. તેનું સેવન મલેરિયા તાવમાં ફાયદાકારક છે. કુબાના પાનને પીસી લો અને તેને વીંછી કારડેલી જગ્યા પર લગાવો. આ વીંછીના ડંખને લીધે થતાં નુકસાનને ઘટાડે છે.

કુબાનો છોડ પિતથી થતાં રોગો પણ મટાડે છે. 10 મિલી કુબાના રસમાં મધ મિક્સ કરો અને તેને પીવો. તે પિતથી થતાં રોગો મટાડે છે. ન્યુરોલોજીકલ ડિસઓર્ડરમાં કૂબાનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. આ માટે કુબાના પાનનો ઉકાળો બનાવો. ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સમાં તેનું સેવન ફાયદાકારક છે.

ફોલ્લીઓની બળતરાના ઉપચાર માટે કુબાનો ઉપયોગ ફાયદાકારક છે. કુબાના પાનને બળીને રાખ બનાવો. તેને ઘોડાના પેશાબમાં મિક્સ કરીને તેને ફોલ્લી પર લગાવવાથી ફોલ્લીઓની બળતરા ઘટાડે છે.

કૂબો, ફુદીનો, મોથ, જટામાંસી, શુદ્ધ પારદ, તજ, તમાલપત્ર, રીસામણી, સરસવ, ધાણા, સૂવા, દેવદાર અને કાળી પાટ આ દરેક વસ્તુઓ સાત ગ્રામ જેટલી લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું. તેમાં તુલસીના રસના ચાર ટીપા નાંખીને નાની નાની ગોળી બનાવવી.  આ રીતે બનાવાયેલી ગોળીના સેવનથી કોઢ, અતિસાર, હૃદય, સોજા, પાંડુ, કમળો, ચૂંક, જર તથા આફરામાં લેવાથી ઘણી રાહત થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top