વગર ખર્ચે બંધ નાક, ખાંસી અને ફેફસા સંબંધિત રોગો અને સ્નાયુના દુખાવા માંથી કાયમી છુટકારો અપાવશે માત્ર આનો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

કપૂરનું હિન્દૂ પરંપરામાં ઘણું ધાર્મિક મહત્વ છે. કપૂર પૂજન વિધિમાં અનેરુ મહત્વ ધરાવે છે. કપૂરના ઔષધિ ગુણો પણ ઘણા છે. કપૂર આપણાં સ્વાસ્થ્યથી લઇને સૌંદર્યમાં પણ ઘણું જ કારગર સાબિત થઇ શકે છે. તો ચાલો હવે આપણે જાણીએ કપૂરથી સ્વાસ્થ્યને થતા અનેક ફાયદાઓ વિશે.

વાળની સમસ્યામાં કપૂર ફાયદાકારક છે. ઘણી વખત વાળમાં ખોડો થાય અથવા વાળ ખરતા હોય ત્યારે નારિયેળના તેલમાં કપૂર મેળવીને થોડું એવું ગરમ કરીને માથા પર માલિશ કરો ત્યાર પછી એક કલાક બાદ માથું ચોખા પાણીથી ધોઈ લો. આવુ કરવાથી વાળ મજબૂત થશે અને ખરવાની સમસ્યા નહીં રહે.

શરદી, ખાંસી અને ફેફસા સંબંધિત રોગોમાં કપૂર સૂંઘવાથી ફાયદો થાય છે. ભરેલું નાક અને જિદ્દી ખાંસી માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે. કપૂર ભરેલા અને બંધ નાકને સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. કપૂરના તેલમાં એક મજબૂત ગંધ હોય છે જે શ્વસન માર્ગને ખોલે છે. કપૂરના તેલથી છાતી પર માલિશ કરવાથી આવી સમસ્યાઓથી છુટકારો મળે છે.

અત્યારે મોટાભાગના લોકો મચ્છર ને ભગાડવા માટે કેમિકલ યુક્ત લીકવીડ નો ઉપયોગ કરતા હોય છે, પરંતુ કપૂર ને રૂમ માં સળગાવવામાં આવે તો તેના થી બે ફાયદાઓ થાય છે જેમાં એક છે કે તેને લીધે મચ્છરો ભાગી જાય છે અને બીજો ફાયદો એ છે કે કપૂર ને સળગાવવા થી રૂમ માં જે સુગંધ ફેલાય છે તેને લીધે માનસિક તણાવ દૂર થાય છે.

જો તમે સુંદરતા વધારવા માંગો છો, તો કપૂર વાટીને ચહેરા ઉપર લગાવો. તેનાથી ચહેરો ખીલી ઉઠશે અને ડાઘ ધબ્બા બધું દૂર થઇ જશે. તેના માટે કોઈ તેલમાં કપૂર ભેળવીને પછી ચહેરા ઉપર લગાવો. કપૂર પેટના દુખાવામા રાહત મેળવવા માટે પણ એક સારો ઉપાય સાબિત થઈ શકે છે. આ માટે પાણીમાં અજમો ઉકાળો અને તેમા એક ચપટી કપૂર પાવડર મિક્સ કરીને પીવો. આવુ કરવાથી પેટના દુખાવામાં તરત રાહત મળશે.

ફોલ્લીઓ, ખીલ વગેરેમાં કપૂર ખુબ જ ગુણકારી છે. તેથી ન માત્ર ખીલમાં ઘટાડો થાય છે. પરંતુ તે ત્વચા પર ખીલના જૂના ડાઘ પણ સમાપ્ત કરી  દે છે. ત્વચાની કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો કપૂરનું તેલ તેને દૂર કરે છે. ત્વચાની એલર્જી થવા પર અથવા બળી જવા તથા ત્વચા પર ઘાવ થાય ત્યારે કપૂરના તેલનો ઉપાય કારગર સાબિત થાય છે.

આજકાલની જીવનશૈલીમાં લોકોને ઊંઘ ન આવવાની સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે ત્યારે કપૂર સારી ઊંઘ માટે કારગત સાબિત થઇ શકે છે. કપૂરની સુગંધથી મગજ શાંત થાય છે જેથી સારી ઊંઘ આવી જાય છે. ઊંઘતા પહેલા ઓશિકા નીચે કપૂરની કેટલીક ગોળીઓ મૂકી શકાય, જેથી સતત તેની સુગંધ આવ્યા કરે અથવા કપૂરના તેલને ઓશિકા પર ધસી શકાય.

ઠંડીની ઋતુમાં પગની એડિઓ ફાટી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે થોડુ ગરમ પાણી કરો અને તેમાં કપૂરની કેટલીક ગોળીઓ નાંખો, કેટલાક સમય સુઘી પોતાના પગને આ પાણીમાં રાખી બાદમાં તેને સાફ કરી લો. આ ઉપાયને તમે 15 થી 20 દિવસ સુઘી અપનાવો.

જો તમે સાંધાના અને સ્નાયુઓના દુ:ખાવાથી પીડિત હોવ તો કપૂર રાહત અપાવી શકે છે. એક કપૂરનું તેલ એક વોર્મિંગ સેન્સેશન પેદા કરે છે, જેના પરિણામ સ્વરૂપે નસો સંવેદનહીન થઇ જાય છે, જેનાથી દુખાવાથી રાહત મળે છે. એ માટે ગરમ તેલમાં કપૂરને મિક્સ કરીને જ્યાં દુખતું હોય એ ભાગ પર માલિશ કરવી.

કબાટમાં રાખી મુકેલા કપડાને ફ્રેશ રાખવા માટે અને જીવાતથી દૂર રાખવા માટે આપણે સામાન્ય રીતે નેપથેલીન ની ગોળીઓ વાપરતા હોઇએ છીએ પણ તેનાથી કપડામાંથી તેની વાસ આવવા લાગે છે. તો જો કપૂરની ગોળીઓ મુકવામાં આવે તો જીવડાઓ પણ નથી આવતા અને કપડામાંથી ગંદી વાસ પણ નથી આવતી. કપૂરની ગોળીઓ જંતુનાશક જેટલી જ અસરકારક હોય છે. અને તે કપડાને સુગંધથી ભરી દે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here