કોડી સફેદ, ભૂરી અને પીળી તેમજ ચિતકબરી રંગની હોય છે. તેને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે કોડી સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને કોડીનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. પરંતુ શુ તમને ખબર છે કે કોડીથી તમે માલામાલ પણ બની શકો છો.
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની સાથે 11 કોડીઓની પણ પૂજા કરો. આ કોડીને પીળા રંગના કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી લો. આમ કરવાથી લક્ષ્મી માતા હંમેશા તમારી પર પ્રસન્ન થશે અને તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.
તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે તમારા ઘરના મુખ્યદ્વારા પર 11 કોડીઓને લાલ કપડામાં બાંધીને લટકાવી દો.આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તો આવે જ છે સાથે જ તમારા ઘરમાં કોઇપણ નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરી શકતી નથી.જો તમે ખરાબ નજરથી તમારો બચાવ કરવા માંગો છો તો એક પીળા રંગની કોઢીને તમે ગળામાં તાવીજની જેમ પહેરો. આમ કરવાથી કોઇપણ ખરાબ નજર તમારી નજીક આવી શકશે નહીં. આ ઉપાયને જો તમે દિવાળીની લક્ષ્મી પૂજામાં કરો છો તો તમને ખૂબ જ ફાયદો થશે.દિવાળી પર લક્ષ્મ પૂજનમાં કોડીનો ઉપયોગ દરિદ્રતા દૂર કરે છે, સાથો સાથ વ્યક્તિને અપાર ધન મળે છે.
કોઇપણ શુક્રવારના રોજ દિવસે અથવા તો શુભ મૂહુર્તમાં પીળી કોડીઓ ખરીદીને લાવ્યા. સંધ્યાકાળે માતા લક્ષ્મીની પ્રતિમા સામે આ કોડીઓને મૂકી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરો.સાથો સાથ કોડીઓનો પણ ધૂપ-અગરબત્તી દેખાડો.પૂજા પૂર્ણ થયા બાદ જે પણ કોડીઓ તમે ત્યાં મૂકી હોય તેના બરાબર બે ભાગ કરો.
આ સિવાય દિવાળીની રાત્રે આખા ઘરમાં દીવો પ્રગટાવ્યા બાદ એક દીવામાં એક કોડી મૂકીને ચાર રસ્તા પર મૂકી આવો.મૂકતી સમયે માતા લક્ષ્મી પાસે તમે લુપ્તતા દૂર કરવાની પ્રાર્થના ચોક્કસ કરો. તેના લીધે પણ ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને થોભેલા તમામ કામ થવા લાગશે, વેપાર વગેરેમાં લાભ થશે.
કોડી એક સમુદ્રી જીવના શરીરનું આવરણ હોય છે. આ કોડી જ્યારે સમુદ્દની બહાર આવી જાય છે તો તેને ધન સ્વરૂપ માનવામાં આવે છે. વર્ષો પહેલા ધનના સ્થાને કોડીનો જ ઉપયોગ કરવામાં આવતો. હવે ધનના સ્થાને તો નહીં પરંતુ ધન પ્રાપ્ત કરવા કોડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોડીમાં સૌથી વધારે મહત્વની હોય છે લાલ કોડી. કહેવાય છે કે કુબેરના સિંહાસનમાં લાલ કોડી જડેલી છે. આ કોડી ધનને આકર્ષિત કરે છે. તંત્ર શાસ્ત્રમાં તેના કેટલાક સિદ્ધ પ્રયોગનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સાત લાલ કોડીને અમાસની રાત્રિમાં 1108 શ્રીસૂક્તના પાઠથી સિદ્ધ કરી અને તેના પર કેસરનું તિલક લગાવી અને લાલ કપડાની થેલીમાં બાંધી ઘરની ઉત્તર દિશાની દિવાલ પર લટકાવવાથી ધન વૃદ્ધિ થાય છે. આ ઉપાય ગરીબને પણ ધનવાન બનાવી દે છે.સારી નોકરીની મેળવવાના પ્રયાસો કરી રહ્યા હોય અને તેમાં સફળતા હાથ ન લાગતી હોય તો આ ઉપાય કરી જુઓ. નોકરીના ઈન્ટરવ્યુ પર જતી વખતે 5 કોડી ઉપર હળદર લગાવી તેને પોતાની પરથી 7 વાર ઉતારી અને કોઈ જરૂરીયાતમંદને દક્ષિણા આપી આ કોડી પણ આપી દો.