કોદરી એક પ્રકારનું ધાન્ય છે. બહુ ઓછા લોકો આ ધાન્યના પોષકગુણો વિશે જાણે છે. કેટલાક લોકો એને મોટો સામો પણ કહે છે, કેમ કે એના દાણા સામાથી થોડાક મોટા અને જુવાર-બાજરીથી થોડાક નાના હોય છે. તેના ઉપયોગથી તે ઘણા પૌષ્ટિક તત્વોની પૂર્તિ કરે છે.
કોદરીનો છોડ ધાન્ય પાક જેવો હોય છે. આ ધાન્ય પાકને પાણીની ખુબ જ ઓછી જરૂર પડે છે. આ છોડ ખુબજ ઉપયોગી ઔષધી છે. અ અનાજ લાંબા સમય સુધી રાખવાથી તેમાં જીવાત પડતી નથી કે તે ખરાબ પણ થતી નથી. આ અનાજનો છોડ 60 થી 90 સેમી ઉંચો, સીધો તેમજ ધાન્ય પાક જેવો હોય છે. તેના બીજ ચમકતા, ઘેર બદામી રંગના, નાના, સફેદ ગોળ સરસવના સમાન હોય છે. તેનો રંગ શ્યામ રંગ હોય છે.
કોદરીનું પંચાંગ એટલે કે તેના ફળ, ફૂલ, મૂળ, છાલ, પાંદડા બાળીને તેની રાખ બનાવી લો. તેમાં પાણી ભેળવીને માથા પર લેપ કરવાથી ખોડો મટે છે. ગોઈટર રોગમાં ગળામાં ગાંઠ થાય છે ત્યારે કોદરીની રાખને ગોમૂત્રમાં વાટીને કપડાથી ગાળી લો. તેને કોદરીના ભાત સાથે ખાવાથી ગોઈટર મટે છે.
ખાંસીના ઈલાજમાં કોદરીના બીજને બાળીને રાખ બનાવી લેવી અને તેની 1 થી 2 ગ્રામની માત્રાની રાખમાં મધ ભેળવીને સેવન કરવાથી શ્વાસના રોગ ઠીક થાય છે તેમજ ખાંસીમાં લાભ મળે છે. કોદરીના ભાત બનાવીને દહીં સાથે ખાવાથી પેટના દર્દ ઠીક થાય છે. કોદરીની ખીર બનાવીને ખવરાવવાથી પેટના દર્દમાં લાભ થાય છે.
હરસમસા ખુબ જ દર્દ આપનારો રોગ છે અને યોગ્ય સમયમાં તેનો ઈલાજ ન કરવામાં આવે તો ઓપરેશન કરવાની પણ જરૂર પડે છે. પરંતું જો કોદરીનું ભાત બનાવીને તેને કોઈ પ્રકારના જ્યુસમાં ભેળવીને હરસમસાના રોગીઓને દરરોજ ખવરાવવામાં આવે તો તેને તેની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
ડાયાબીટીસ વધી જવાના ડરથી અનાજ કે ચોખાનું પણ સેવન કરવાથી બચતા હોય છે પરંતુ કોદરીમાં ઉચ્ચ પોલીથેનીલ અને ફાયબર રહેલા છે જે તમારા શરીરમાં ડાયાબીટીસ નું સ્તર વધારતા નથી. પરિણામે ડાયાબીટીસ ના દર્દીઓમાં માટે કોદરીની ખીચડી સર્વોત્તમ આહાર છે.
કોદરીમાં ખુબ જ વધારે માત્રામાં હાઈ એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે શરીરમાં સુગરની માત્રા ધીરે ધીરે છોડે છે તેનાથી તમને ભૂખ ખુબ જ ઓછી લાગે છે. તમે કોદરી સાથે ચોખા ખાઈ લો તો તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે અને વજન ઘટાડવામાં ફાયદો થશે.
કમળો, ટાઈફોડ કે સામાન્ય તાવ માટે કોદરી બેસ્ટ ગણવામાં આવે છે. પચવામાં ભારે નથી હોવાથી તે શરીરને બળ આપે છે. માટે તેની ખીચડી બનાવીને બીમાર દર્દીને આપવામાં આવે છે, તે જલ્દી પચી જાય છે એટલે શરીરમાં તાકાત આપે છે અને લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે.
કોદરીને વાટીને રોટલી જેવો આહાર બનાવી લેવો. તેને મીઠા વગર ઓછા તેલમાં પકાવી લેવા. તેને પાંદડા વાળી શાકભાજીઓ સાથે સેવન કરવું જોઈએ. તેનાથી લકવામાં લાભ મળે છે. આ ઈલાજ કરવાથી લકવાથી ક્ષતિગ્રસ્ત થયેલા અંગો સક્રિય થાય છે.
કોદરી તમારા શરીરમાં લોહીને પ્યુરીફાઇ કરે છે જો લોહીમાં કોઇપણ પ્રકારની ગંદકી હોય ત્યારે કોદરીના સેવન દ્વારા તમે તમારા લોહીને સાફ કરી કરી શકો છો. અને લોહી સાફ થવાથી ચામડી સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જે લોકો એનીમિયાથી પરેશાન છે જેના શરીરમાં લોહીની ઉણપ હોય છે તેના માટે આ કોદરી રામબાણ ઔષધી છે.
આજના સમયમાં ઘણા લોકોને અનિંદ્રાની સમસ્યા હોય છે. તમે કે તમારા પરિવારમાંથી કોઈ અનિંદ્રાની સમસ્યા એટલે કે ઊંઘ બરાબર ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમારા માટે કોદરી ખુબ જ ઉપયોગી થાય છે. આ ઔષધિનું સેવન કરવાથી ઊંઘ બરાબર આવે છે.
કોદરીમાં પોષણની માત્રા ખુબ જ વધારે હોય છે, તેને તમે 9 મહિનાના બાળકને પણ આપી શકો છો. અને તેમાં ખુબ જ વધારે માત્રામાં મિનરલ્સ પણ હોય છે જે પાચન શક્તિ વધારે છે અને તમે તેને પકાવીને ઉકાળો બનાવી લો અને તેનો બાળકના ભોજનમાં સમાવેશ કરો.