ચણોઠી એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે ઘણી બધી બીમારીઓથી પણ દૂર રાખે છે મોટાભાગના લોકો ચણોઠીને ચુસવાનું કે પછી ભાનમાં લેવાનું પસંદ કરે છે આ એક એવી આયુર્વેદિક ઔષધિ છે જેમાં કેલ્શિયમ વસા, રાઇઝ એસિડ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ બાયોટિક અને પ્રોટીનની માત્રા વધારે મળી આવે છે.
ચોમાસામાં ચણોઠીની મોટી વેલ થાય છે. એના પાન આમલી જેવા જ પણ મીઠા અને કોમળ હોય છે. ઔષધમાં સફેદ ચણોઠી ઉત્તમ ગણાય છે, ચણોઠીને શુદ્ધ કરવા માટે ત્રણ કલાક દુધમાં ઉકાળી ઉપરની છાલ દૂર કરી પાણીથી ધોઈ તડકામાં સુકવી ચુર્ણ બનાવી વાપરવું ચણોઠીના મુળ, પાન અને ફળ પણ ઔષધમાં વપરાય છે. ચણોઠીમાં વિષાક્ત તત્વો હોય છે.
ચણોઠી દ્વારા ત્વચા અને વાળની સમસ્યા માટે ખૂબ જ કારગર સાબિત થાય છે, આ માટે ચણોઠી અને આમળાનું ચૂર્ણ બનાવી પાણી સાથે પીવું જોઈએ છે જેથી ત્વચામાં ચમક આવે છે અને વાળનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ચણોઠીના સેવનથી માસિક દરમિયાન થતા દર્દમાં પણ ઘણી બધી રાહત મળે છે, આ સમયગાળા દરમિયાન લોહીનો પ્રવાહ વધારે હોય છે, જ્યારે પાણીમાં ૨ ટેબલસ્પૂન ચણોઠીનો પાવડર ચાર ગ્રામ સાકર સાથે મિક્સ કરી અને પાણી સાથે ધીરે ધીરે લેવો જોઈએ આમ કરવાથી તમારા દર્દમાં રાહત મળશે તેમજ લોહીનો પ્રવાહ પણ વધારે થશે નહીં.
ચણોઠી દ્વારા શરીરનો થાક ઓછો થાય છે, જેથી બે ગ્રામ ચણોઠી પાઉડરને 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન મધ સાથે ગરમ દૂધમાં મિક્સ કરી અને પીવો જોઇએ. જો તમને અલ્સરની બીમારી હોય તો નિયમિત રૂપે એક ગ્લાસ દૂધ સાથે એક ટેબલ સ્પૂન ચમચી પાઉડર લઈ અને દિવસમાં બેથી ત્રણ વખત પી શકો છો ચણોઠીનું સેવન કરવાથી શરદી ખાંસી કફ વગેરેમાં રાહત મળે છે અને વાઇરલ ઇન્ફેક્શનથી બચાવે છે.
ચણોઠી ના અશુદ્ધ ફળનું સેવન કરવાથી કોલેરાની જેમ જ ઉલ્ટી અને ઝાડા થઇ જાય છે. ચણોઠીનાં મૂળ ભ્રમવશ જેઠીમધના સ્થાન પર પણ પ્રયુક્ત કરવામાં આવતાં હોય છે. ચણોઠી અત્યંત મધૂર, પુષ્ટિકારક, ભારે, કડવી, વાતનાશક બળદાયક તથા રુધિર વિકારનાશક હોય છે. ચણોઠીનાં બીજ વાતનાશક અને અતિ વાજીકરણ હોય છે.મોટેભાગે મળી આવતી ચણોઠીનો રંગ અડધો લાલ અડધો કાળો હોય છે અને તેને એક પ્રકારનુ ઝેર માનવામા આવે છે.
ચણોઠીના પાનની ચા બનાવીને પીવાથી તાવ ઉતરી જાય છે, સાથે જ સરદી અને ખાંસીમાં પણ રાહત મળે છે. ચણોઠીના પાનને પાણીમા ઉકાળી લો અને રોગીને બરાબર ગાળીને પીવડાવવું જોઈએ. ચણોઠીના પાનને પીસીને ખીલ પર લગાવવાથી ફાયદો થાય છે. ચણોઠીના પાનને ચપટી ભરીને હળદરની સાથે પેસ્ટ કરીને ખીલ પર રાતે લગાવી દેવાથી ખીલ નીકળી જાય છે.
ચણોઠીના મૂળમાંથી પ્રાપ્ત થતો રસ અને આદુના રસ બન્નેને સમાન માત્રામાં થોડાં ઘી સાથે મિશ્રણ કરીને લેવાથી ઊધરસ, શ્વાસના રોગોની ફરીયાદ દૂર થાય છે અને ઘણો આરામ મળે છે. ચણોઠીના પાન સાથે પાનમાં લગાવાતો કાથો રાખવાથી મુખના છાલા સારા થઈ જાય છે. ચણોઠી માં રહેલા ઝેરીલા અમીનો અમ્લો અને રસાયણો જેવા એબ્રીન વગેરેને અલગ કરી શકાય છે અને તેના ઔષધીય રીતે ઉપયોગ કરી શકાય છે.
ચણોઠીના મુળિયાને પાણીમા ઘસીને લગાવવાથી માથાનો દુખાવો, આધા શીશી, આંખે અંધારા કે ચક્કર આવવા તેમજ રતાંધળાપણા જેવી તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે. સાથે જ સફેદ ચણોઠીના પાન ખાવાથી ગળામાં થતી સમસ્યાઓ જેવી કે અવાજ બેસી જવો, ઉધરસ વગેરેમાંથી છુટકારો મળે છે.