માત્ર 3 દિવસમાં બાળકનું ચીડિયાપણું, દાંત આવવા, કરમિયા જેવા દરેક રોગનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નાના બાળકોને જલ્દીથી બીમારી લાગી જાય છે. અને ઊલટું ખાવાથી તે જલ્દીથી બીમાર પડે છે, અનિયમિત અને ઊલટું ખાવાથી બાળકોમાં પણ કરમીયાની સમસ્યા ઉત્પન થાય છે. આની સારવાર આવશ્યક છે. માટે આ સમસ્યાના નિવારણ માટે ઘરેલુ ઉપચાર જણાવવાના છીએ, જાણો આ લેખ વાંચીને કરમીયાના ઘરેલુ ઉપચાર વિશે.

બાળકોને પેટમાં કરમીયા થાય ત્યારે નીચે મુજબના ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ. સોનામુખી અથવા હળદર ગોળ સાથે ખાવા આપવાથી કરમીયા નરમ પડે છે. અને દર્દ ઓછું થાય છે. કડવી જીરી ૧ વાલભાર પાણીમાં મેળવીને પીવાથી કરમીયામાં લાભ થાય છે. કૌવચના કાંટા છરીથી દૂર કરી ગોળમાં ભેળવી ખવડાવવાથી બાળકોને કરમીયાના દર્દ મટે છે.

વડની વડવાઈના કૂણાં અંકુરો પાણીમાં વાટી પીવાથી કરમીયામાં લાભ મળે છે. વાવડિંગને ભરડી અંદરનાં મીંજ કાઢી તેને શેકવા. પછી તે મીંજ પાણીમાં વાટીને ઉપયોગમાં લેવા, ઉંમરના પ્રમાણમાં ૧ થી ૨ વાલ જેટલું જ પ્રમાણ રાખવું. ડીકામરી અથવા કીડામારી વાટીને પાણીમાં મેળવીને બાળકને પાવાથી કરમીયા બેસી જાય છે.

વટાણા જેટલું કપૂર ગોળમાં ભેળવી આપવાથી કરમીયામાં લાભ મળે છે. પા તોલો કપૂર લેવું અને દિવસમાં ત્રણ વખત બાળકને ખાવા માટે આપવું. ઉંદરકાની નો રસ એ ચમચી પીવાથી કરમીયા માં આરામ મળે છે. કપિલો તેમજ કલંબો એકથી બે વાલ લેવો અથવા ખાખરાની લીલી શીંગનો રસ મરી નાંખી પીવાથી લાભ મળે છે.

એક કાંકચિયો લઈ તેને શેકીને વાટી ૮ પડીકી બનવવી. રોજ બે પડીકી બાળકને ખવડાવવી. આ દવા રાતે આપી સવારે દિવેલ પાઈ જુલાબ કરાવવો. આનાથી કરમીયામાં આરામ મળે છે. ગોળ ના પાણી સાથે કપૂર ખાવાથી કરમીયા નરમ પડે છે. ગોળ જૂનો લેવો ત્રણથી ચાર વર્ષના જૂના ગોળનો ઉપયોગ કરવો.

કરમીયા માટે કપિલો ઘણો ઉપયોગી સાબિત થાય છે. એ લેવાથી સૂતર જેવા કરમીયા બહાર નીકળે છે. જેઠીમધ તથા વાવિડંગનાં બીજનું ચૂર્ણ કરવું અને સમભાગે લઈ પા તોલો ફાકી ૧ માસ ખાવી અથવા તેની ચા બનાવી પીવાથી પણ લાભ થાય છે.

પિત પાપડો અને વાયવરણાં દરેક બે વાલ જેટલું લેવું. લીમડાની છાલનો રસ મરી નાખીને પીવાથી કરમીયામાં લાભ મળે છે. સમુદ્રફીણ પાણીમાં ઘસી પીવું. આ ઉપરાંત ફુલાવેલી ફટકડી ચણોઠીભાર લઈ જૂના ગોળમાં ભેળવીને આપવાથી લાભ મળે છે. તલનું તેલ કરમીયાને મારે છે તે તેલ પિવડાવવું અથવા એ તેલમાં તળેલી પૂરી બાળકોને ખવડાવવી એનાથી પણ લાભ થાય છે.

લીમડાના ૩ પાન ચામાં નાંખી તે ચા બાળકને પાવાથી લાભ મળે છે. ઠળિયા કાઢેલી મીઠા વગરની આંબલી ૧ ભાગ અને ભિલામો ૧ ભાગ આ બંનેને ગોળમાં મેળવી એકેક વાલની ગોળી બનાવવી. રોજ એક ગોળી પાણી સાથે પાવાથી બાળકના કરમીયા મટે છે.

ડીકામાર પા તોલા તથા અખરોટનું મગજ પાણીમાં વાટી પીવાથી કરમીયામાં લાભ મળે છે. ઘણી જૂની દાડમની છાલ દોઢ તોલો ૧ શેર પાણીમાં ઉકાળી, ઉકાળો તૈયાર કરવો. અડધું પાણી બાકી રહે ત્યારે નરણે કોઠે પીવાથી આરામ મળે છે. ગરમાળાનો ગોળ ખાવાથી લાભ મળે છે. આંબાહળદર અને સિંધવ સમભાગે મેળવી એક વાલ જેટલું બાળકને ખવડવવું, અને ઉપરથી ગરમ પાણી પીવાથી કરમીયામાં લાભ મળે છે.

રાતે સંદેસરાની પાલીનો રસ બનાવી પા તોલો લઈ તેમાં બે ટીપાં તલના તેલમાં નાંખી પાવાથી કરમીયા મટે છે. અવળકંટીનાં પાનને પાણીમાં ઉકાળી ૧ ચમચી ઉકાળો બાળકને પાવો અથવા તેનાં પાન ગરમ કરી બાળકના પેટ પર બાંધવાથી કરમીયામાં આરામ મળે છે.

કાંચકીનાં પાનનો રસ પાવો. કાચી કેરીની ગોટલી ઘસીને પાવાથી કરમીયા મટે છે. કમળકાકડીનું મગજ અને એલચી સમ ભાગે લઈ લીંબુના રસમાં ભેળવી ચણા જેવડી ગોળી બનાવવી. તેમાંથી ૧ ગોળી રાતે બાળકને ખવડાવવી અને ઉપરથી પા તોલો ખાંડ ખાવા આપવાથી કરમીયામાં આરામ મળે છે.

બે વાલ સીતાબનાં પાનના રસને ધાણાનાં પાનના રસ સાથે મિક્સ કરીને પીવાથી કરમીયા મટે છે. વાવડિંગ કરમીયાને મારે છે. આ મરેલા કરમીયાને બહાર કાઢવા દિવેલનો જુલાબ આપવો જરૂરી છે. કાળીજીરી ત્રણ વાર ખાઈને બાળકને જુલાબ કરાવવો. આનાથી કરમીયા બહાર નીકળી જાય છે.

લિંબોડીના તેલના બે-ત્રણ ટીપાં ખાંડમાં નાખીને ખાવા આપવાથી લાભ થાય છે. અંકોલનાં મૂળનો કાવો ઘી નાંખીને પીવાથી કરમીયામાં આરામ મળે છે. રાતે સૂતી વખતે બાળકને ગોળ ખવડવવો અને સવારે પા તોલો કપિલો દહીંમાં ભેળવીને ખાવા આપવાથી કરમીયા મટે છે.

મગનું ઓસામણ અને સૂકાં આમળાં પાણીમાં બાફી, આ ઓસામણમાં ઘી તથા જીરાથી વઘાર કરવો. આ ફાકી પા તોલાથી શરૂઆત કરીને એક તોલા સુધી લેવી. ફાકી અથવા ચાના રૂપમાં આ ફાકીનું સેવન કરવું. મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here