શરીર અને લોહી શુદ્ધિકરણ, ડાયાબિટીસ, ચામડીના રોગ માટે અમૃત સમાન છે આ જ્યુસ, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ચમત્કારી ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

કારેલાનો સ્વાદ જેટલો કડવો છે. તેટલો જ ગુણકારી છે. કારેલા ખાવાવાળાને ક્યારે પણ બીમારી નથી થતી. કારેલાના ઉપયોગ દવા તૈયાર કરવામાં થાય છે. આ એક રક્તશોધક શાક છે. આ કારણે જ પ્રતિદિન કારેલાનું સેવન કરવાથી કે જ્યુસ પીવાથી ઘણી બીમારીઓથી છુટકારો થાય છે. કારેલાનું ઔષધીય મહત્વ પણ એટલું જ છે.

કારેલાની સાથે તેના પાંદડાનો ઉપયોગ પણ કરી શકો છો. કારેલામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેંટ્સ હોય છે. કારેલા એક સેહતમંદ અને ફાયદેમંદ ફળ છે. કારેલાને ઘણી રીતે ખાઈ શકાય છે.

તેને શાક તરીકે પસંદ કરે છે. તેને જ્યુસ તરીકે લેવાનું પસઁદ કરે છે. કારેલાના જ્યૂસના પણ ઘણા ફાયદા છે. કારેલામાં ભરપૂર માત્રામાં એ, બી,અને સી હોય છે. કારેલામાં બીટાકૈરોટિન, આયર્ન, ઝીંક, પોટેશિયમ, કેરોટીન, લુટિન, મેંગનિશયમ જેવા ફલેવોનવાઈડ હોય છે.

કારેલા ઉનાળાની ઋતુનું શાક છે. કારેલામાં ફોસ્ફોરસ પ્રયાપ્ત માત્રમાં મળે છે. એક મહિના સુધી કારેલાનું સેવન કરવાથી જુનામાં જૂનો કફ મટી જાય છે. શરદીના ઉપચારમાં કારેલા ઘણા ફાયદાકારક છે.

કારેલાં સુગર લેવલને ઓછું કરે. ડાયાબિટીસના દર્દીઓ માટે કરેલાના રસમાં એટલો જ ગાજરનો રસ ઉમેરી દરરોજ સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર કન્ટ્રોલમાં થાય છે. અને ધીમે-ધીમે ઓછું થાય છે. સવારના સમયે કારેલાનું જ્યુસ પીવાથી ફાયદેમંદ સાબિત થાય છે. કારેલામાં મોમશીરડીન અને ચેરેટીન જેવા એન્ટી હાઇપર ગ્લેસેમિક તત્વ મળે છે.

પથરી વાળા માટે અમૃત છે કારેલા. પથરીથી પીડાતા દર્દીઓ માટે કારેલાનો રસ અને કારેલાનું શાક ખાવવાથી આરામ મળે છે. કારેલાથી પથરી ધીમે-ધીમે બહાર નીકળી જાય છે. 20 ગ્રામ કારેલામાં રસમ મધ ભેગું કરી પીવાથી પેશાબ વાટે પથરી બહાર નીકળી જાય છે. કારેલાના પાંદડાના 50 મીલીલીટર રસમાં હિંગ મેળવીને પીવાથી છુટ પેશાબ આવે છે.

કારેલાં ભૂખ વધારવામાં સહાયક મદદરૂપ છે. ભૂખના લગતી હોય અથવા ઓછી લાગતી હોય તો કારેલાનું સેવન ફાયદાકારક રહેશે. મનુષ્યને ભૂખના લાગવાથી શરીરને પૂરું પોષણ નથી મળતું. શરીરને પૂરતું પોષણ મળવાથી તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. તેથી દરોજ કારેલાના જ્યૂસનું સેવન કરવાથી અથવા શાક ખાવવાથી પાચન ક્રિયા સરખી થાય છે. અને ભૂખમાં વધારો થાય છે.

કારેલામાં બીટર્સે અને એલ્કેલાઇડ તત્વ રક્ત શોધકઉ કામ કરે છે. કારેલાના ટુકડા કરી તેને મિક્સરમાં ક્રશ કરી તેના રાતે સુવાના સમયે હાથ-પગમાં લગાડવાથી ત્વચાના રોગથી બચી શકાય છે. દાઘ , ખુજલી, સિયોરોસીસ જેવા ત્વચાના રોગમાં કારેલાના રસમાં લીંબુનો રસ મેળવી પીવાથી ફાયદાકારક થાય છે. ઝાડામાં પણ ફાયદાકારક છે કારેલા, ઉલ્ટી અને ઝાડની સંશયથી મુક્ત થવા માટે કારેલાના રસમાં થોડું સંચળ નાખીને પીવાથી તુરંત જ ફાયદો થાય છે.

કારેલાના રસ અને લીંબુનો રસ મેળવી દરરોજ સવારે 2 મહિના સુધી સેવન કરવાથી મોટાપાથી છુટકારો થાય છે. અને પાચન ક્રિયા પણ સરખી થાય છે.અને પેટ પણ સારું રહે છે. 602 ગ્રામ પોટેશીયમ, 100 ગ્રામ કારેલામાં 13 મિલીગ્રામ સોડિયમ,7 ગ્રામ ફૂલ કાર્બોહાઈટ્રેટ અને 3.6 ગ્રામ પ્રોટીન સાથે 34 કેલેરી હોય છે.

કારેલા માં ઘણા ઔષધીય ગુણ જોવા મળે છે. જેના કારણે પરંપરા ચિકિત્સા અને આયુર્વેદ માં આનો ઉપયોગ કરવા માં આવે છે. કારેલા ના જ્યુસ પીવાના ચમત્કારિક ફાયદા હોય છે, આ ખાવા માં કડવા જરૂર હોય છે પરંતુ આમાં આવેલા ગુણ ના લીધે લોકો આને ખાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here