માત્ર 2 દિવસમાં વગર ઓપરેશનએ પગની કપાસીને જડમૂળથી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ફૂટ કોર્ન એટલે કપાસી તેમજ કણીના મોટા સફેદ, ગોળ આકારની મૃત ત્વચા. જે સામાન્ય રીતે પગની આંગળીઓ ઉપર, પગના તળિયામાં થાય છે. આ સમસ્યાથી ખાસ કરીને લોકો પરેશાન રહે છે. જેને કારણે કેટલીક વખત ઘણા લોકો ચાલી શકતા નથી અને તેમને પગમાં સતત દુખાવો થયા કરે છે. તો કેટલીક વખત તો લોકો તેનું ઓપરેશન પણ કરાવે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી.

આયુર્વેદ મુજબ લોહીની ખામી અને ચરબીને લીધે પગના તળિયામાં સખત અને નેઇલ જેવી બેરી જેવી ગ્રંથિ (ફોલ્લો) રચાય છે.કપાસી દરેક ને થઈ શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં તે વધુ પ્રમાણમાં થાય છે કારણ કે આ ઉંમરે ત્વચાની ચરબીયુક્ત પેશીઓ ઓછી થાય છે, જેના કારણે ત્વચાની ચરબીનું સ્તર ઓછું થાય છે, જેના કારણે પગના કણીના વિકાસની સંભાવના વધારે છે.કપાસી થવાના મુખ્ય કારણો ટાઇટ બુટ  પહેરવા, કલાકો સુધી ઉભા રહેવાથી, મોજા વગર બુટ  પહેરવાથી, ચંપલ વગર ફરવાથી છે.

કપાસીમાંથી છૂટકારો મેળવવા માટે ઘણા લોકો કેટલીક અલગ અલગ પ્રકારની કેમિકલ્સ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ તેનાથી એમણે કોઇ ફરક પડતો નથી અને તે સમસ્યા ઓછી થવાના બદલે એમને વધતી જાય છે.

કપાસી થી છુટકારો મેળવવાના ઉપાયો:

થોડુ લસણ અને લવિંગ ને ખાંડી ને 2-3 ટીપા ઘી નાખી શેકી લેવું આ શેકેળ લસણ અને લવિંગ ના મલમ ને નવશેકું ગરમ હોય ત્યારે જય કપાસી થઈ હોય તેની ઉપર મૂકીને પટ્ટીથી કવર કરી લેવું. જ્યાં સુધી સાવ કપાસી ના મટે ત્યા સુધી આવી રીતે દરરોજ સાંજે લાવીને સૂવું . આનાથી અઠવાડિયામાં કપાસી ના દુખાવા અને કપાસી થી કાયમ માટે છુટકારો મળશે.

બેકિંગ સોડા પગની કપાસીને ઘેરી લેતી ડેડ સ્કીન સેલ્સને દુર કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત બેકિંગ સોડાના એંટીફંગલ અને જીવાણું વિરોધી ગુણ ઝડપથી સારવારમાં મદદ કરે છે. એક વાટકીમાં  બેકિંગ સોડાની ત્રણ મોટી ચમચી નાખી તેમાં 1 મોટી ચમચી પાણી નાખી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને પગની કપાસી ઉપર લગાવી 15-20 મિનીટ માટે રહેવા દેવી. આ ઉપરાંત બેકિંગ સોડાને પાણીમાં નાખીને પગને તે પાણીમાં ડુબાડીને પણ રાખી શકાય. આ રીતે પણ કપાસી માં રાહત મળે છે.

અન્ય એક ઉપાય માં સરસીયાના તેલમાં હળદર પાવડર નાખીને શેકી આ પેસ્ટ ને પગની કપાસી ઉપર લગાવી પટ્ટીથી કવર કરી લેવી. તેને આખી રાત રહેવા દેવી. આવું રોજ કરવાથી ઝડપથી પગની કપાસી ઠીક થવામાં મદદ મળશે. પપૈયુ એ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક  છે માટે તેમા રહેલા આ એન્જાઇમ ગુણ ત્વચામાં રહેલા નકામાં કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે. કપાસીથી  રાહત મેળવવા માટે કાચા પપૈયાના રસમા કોટનનું કપડું ડૂબાડીને કપાસી પર લગાવીને તેની પર  પટ્ટી બાંધી લેવી અને તેને આખી રાત લગાવીને રાખવું અને સવારે પટ્ટી કાઢી નાખવી. આ ઉપાયો કરવાથી થોડા જ દિવસમા આ સમસ્યામાંથી છુટકારો મળી જશે.

કપાસીનો ઇલાજ કરવા માટે મુલેઠી કોઇ ઔષધીથી ઓછી નથી. એક ચચમી મુલેઠીમાં સરસિયું મિક્સ કરીને પેસ્ટ બનાવી.  આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા કપાસી પર લગાવીને પટ્ટી બાંધી લેવી. સવારે ઉઠીને નવશેકા પાણીથી પગ ધોઇ લેવા. થોડાક દિવસ સુધી આ ઉપાય કરવાથી આ સમસ્યાથી રાહત મળશે. વિનેગર પણ પગની ઇજા એટલે કોર્ન્સને સહેલાઇથી દૂર કરે છે. કોટનને  વિનેગર માં ડૂબાડીને તેને કપાસી પર લગાવવું. અને તેને પણ પટ્ટી લગાવીને 3-4 કલાક સુધી રહેવા દેવુ.

ટી ટ્રી ઓઇલમાં રહેલા એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ કપાસીને સારી કરી દે છે. એક કોટોન મા ટી ટ્રી ઓઇલના 3-4 ટીંપા ઉમેરી ત્યાર પછી તેને કપાસી પર લગાવવું  આખી રાત તેને લગાવી રાખી સવારે નવશેકા પાણી થી પગ સાફ કરવા. લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેકટેરિયલ અને ફંગલ સંક્રમણથી લડવાના ગુણ રહેલા છે. કપાસીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લસણની કળીને શેકી લો અને તેમા લવિંગ મિક્સ કરીને તેનો પાઉડર બનાવી,  તેને પગ પર લગાવીને પટ્ટી બાંધી, આખી રાત તેને રહેવા દેવી. આ ઉપાયથી તરત જ રાહત મળશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here