ડાયાબિટીસ, જૂની ખાંસી-ઉધરસ, કફ અને હરસ-મસા જેવા જૂના રોગનો 100% અસરકારક ઉપચાર છે આ સામન્ય લગતી ઔષધિ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પર્ણ જેવો હોય છે. ફળમાં નરમ, સુંવાળું, પોસું, રેશમી રૂ હોય છે.

આંકડાની શાખાઓમાંથી દૂધ નિકળે છે. આ દૂધ વિષ તરીકે કાર્ય કરે છે. આકડો ઉનાળાના દિવસો દરમિયાન રેતાળ ભૂમિ પર થાય છે. ચોમાસાનાં દિવસો દરમિયાન વરસાદ વરસે ત્યારે તે સૂકાઇ જતો હોય છે. આંકડો એ શ્રવણ નક્ષત્રના સમયનું આરાધ્ય વૃક્ષ ગણાય છે.

આંકડા ના પાંદ ના ફાયદા:

આંકડાના મૂળને પાણીમાં ઘસીને લગાવવાથી નખનો રોગ મટી જાય છે. આંકડાના મૂળને છાંયડામાં સુકવીને પીસી લેવો અને એમાં ગોળ મેળવીને ખાવાથી શીત જ્વર શાંત થઇ જાય છે. આંકડાના મૂળ બે શેર વજન જેટલા લઇ એને ચાર શેર પાણીમાં ઉકાળી, જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે આ મૂળ કાઢી લેવાં અને પાણીમાં ૨ શેર ઘઉં નાખી દેવા. જ્યારે ઘઉં બધું પાણી શોષી લે ત્યારે આ ઘઉં કાઢી લઇ સુકવી લેવા.

આ ઘઉંનો લોટ દળીને આ લોટની બાટી અથવા રોટલી બનાવી એમાં ગોળ તથા ઘી મેળવી દરરોજ ખાવાથી ગઠિયા દૂર થાય છે. ઘણા દિવસોથી હેરાન કરતો ગઠિયાનો રોગ ૨૧ દિવસમાં મટી જાય છે. આંકડાના મૂળના ચૂર્ણમાં મરી પીસીને મેળવી અને ૨-૨ રતી વજનની ગોળીઓ બનાવવી. આ ગોળીઓ ખાવાથી ખાંસી દૂર થાય છે. આંકડાના મૂળની છાલના ચૂર્ણમાં આદુનો અર્ક તથા મરી પીસીને મેળવી અને ૨-૨ રતીની ગોળીઓ બનાવી આ ગોળીઓ લેવાથી હૈજાનો રોગ દૂર થાય છે.

આંકડાની રાખમાં કડુઆનું તેલ મેળવીને લગાવવાથી ખંજવાળ મટી જાય છે. આંકડાના છોડના પાનને ઊંધું કરીને પગના તળિયે લગાવી મોજાં પહેરી લેવા. સવારે અને આખો દિવસ રહેવા દેવા. રાત્રે સૂતી વખતે કાઢી નાંખો. એક અઠવાડિયામાં સુગર લેવલ સામાન્ય થઈ જશે. સાથોસાથ બહાર નીકળેલું પેટ પણ ઓછું થઈ જશે.

આંકડાનું દરેક અંગ દવા છે, દરેક ભાગ ઉપયોગી છે. તે સૂર્યની જેમ તેજસ્વી, તીક્ષ્‍ણ અને પારાની સમાન ઉત્તમ તથા દિવ્ય રસાયણધર્મવાળું છે.ક્યાંક ક્યાંક તેને ‘વનસ્પતિ પારદ ‘ પણ કહે છે.આકડાના કોમળ પાનને મીઠા તેલમાં બાળીને અંડકોષના સોજા પર બાંધવાથી તે સોજો દૂર થાય છે તથા કડવા તેલમાં પાનને બાળીને ગરમીના ઘા પર લગાડવાથી તે ઘા સારો થઈ જાય છે.

કોમળ પાનના ધુમાડાથી બવાસીર શાંત થઈ જાય છે. આકડાના પાનને ગરમ કરી બાંધવાથી ઘા સારો થઈ જાય છે. સોજો દૂર થાય છે. આકડાની ડાળીઓના ચૂર્ણમાં કાળું મરચું ભેળવી, તેની નાની નાની ગોળીઓ બનાવીને ખાવાથી ઉધરસ દૂર થાય છે. આંકડાની ડાળીઓની રાખમાં કડવું તેલ ભેળવી લગાડવાથી ખંજવાળ દૂર થાય છે. આકડાની સૂકી ડાળી લઈ તેને એક બાજુથી સળગાવી તેનો ધુમાડો નાક દ્વારા ખેંચવાથી માથાનો દુઃખાવો તરત દૂર થઈ જાય છે.

આંકડાના પાનને પાણીમાં રાખી તે પાણીનું નાસ લેવાથી બવાસીર દૂર થાય છે. આકડાની ડાળીના ચૂર્ણને ગરમ પાણી સાથે પીવાથી ગરમીના રોગો દૂર થાય છે. ગરમીના ઘા પણ તેનાથી દૂર થાય છે. આકડાના ઉકાળાથી જ ઘા સાફ કરવો. આંકડાના પાનને પાણીમાં ઘસીને લગાડવાથી નખના રોગ દૂર થાય છે.આકડાની ડાળીને છાયામાં સુકવીને તેને પીસી, તેને ગોળ સાથે મેળવીને ખાવાથી શીતળ જ્વર શાંત થાય છે

આંકડાના દૂધને પગના અંગુઠા પર લગાડવાથી દુઃખતી આંખ સારી થઈ જાય છે. બવાસીરના મસ્સા પર લગાડવાથી મસ્સા દૂર થાય છે. ઘા લાગવા પર તે શાંત થઈ જાય છે. જ્યાં વાળ ખરી ગયા હોય ત્યાં આકડાનું તેલ લગાવાથી વાળ ઉગી જાય છે. પરંતુ ધ્યાન રાખો કે આ દૂધ આંખોમાં ન જાય નહીં તો આંખો ખરાબ થઈ જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top