અઠવાડિયામાં 1 વાર કરી લ્યો આ શાકભાજીનું સેવન, કેન્સર, ડાયાબિટીસ, લોહીની ઉણપ અને પાચનના રોગ ક્યારેય પણ નહીં થાય, જો હશો તો કાયમી મટી જશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કંટોલા તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તેના વિશે આવું પણ કહેવાય છે કે તેમાં માસથી 50 ગણી વધારે તાકાત અને પ્રોટીન હોય છે. જો તમે શાકાહારી છો,તો કંટોલા ની શાકભાજી તમારા માટે વરદાનથી ઓછી નથી. તેમાં માંસ કરતા વધારે પ્રોટીન હોય છે. તેના સેવનથી શરીરની નબળાઇ દૂર થાય છે અને શક્તિ મળે છે.

કંટોલા સામાન્ય રીતે વરસાદની ઋતુમાં જોવા મળે છે. તેના ઘણા સ્વાસ્થય લાભ છે. જેના કારણે તેની ખેતી દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. તેની મુખ્ય રૂપથી ભારતના પર્વતીય ક્ષેત્રમાં ખેતી કરાય છે. કંટોલા એક શાકભાજી છે જેને દવા પણ માનવામાં આવે છે. તે કંતોલા, કાકરોલ, કાકરોલ, ભટ, કારેલા, કોરોલા અને કર્ટોલી, પડોરા જેવા ઘણા નામોથી જાણીતું છે. તેમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે તેને ખાવાથી રોગિષ્ઠા ઓછી થઈ શકે છે. કેન્સર,ડાયાબિટીઝ જેવા જોખમી રોગોમાં આ શાકભાજીનું સેવન કરવાથી બચી શકાય છે.

કંટોલા માં કેરોટેનોઇડ્સની ભરપૂર માત્રા હોય છે તેથી તે આંખ માટે ફાયદાકારક છે. તેના સિવાય એક શોધમાં પણ જાણવા મળ્યું છે કે, આ શાક શરીરને સારી રીતે ડીટોક્સ કરે છે જેનાથી શરીર અને લોહીમાં રહેલી બધી ગંદકી નીકળી જાય છે તેથી આ શાક ખાવવાથી ખીલ, મોઢા પર દાગ-ધબ્બા નીકળી જાય છે. અને રંગ પણ નિખરવા લાગે છે. જો તમે તમારી ત્વચાનો રંગ બદલવા માંગતા હોવ અથવા ગ્લો મેળવવા માંગતા હોવ તો દરરોજ કંટોલા ના જ્યૂસનું સેવન કરો.

કંટોલા ને લોહી વધારવાનું મશીન પણ કહેવામાં આવે છે. તેનું સેવન કર્યા પછી, તમારા શરીરમાં થોડા દિવસોમાં બદલાવ આવવાનું શરૂ થાય છે અને તમે અંદરથી મજબૂતીનો અહેસાસ અનુભવો છો. તેમાં જોવા મળતા પ્રોટીન,વિટામિન અને ખનિજો તમને દિવસભર ઉર્જાસભર(એનર્જેટિક) રહે છે. આ જ કારણ છે કે બજારમાં આની ઘણી માંગ છે.

પાચનક્રિયા માટે પણ આ શાકભાજી વધારે ગુણકારક માનવામાં આવે છે અને તેનું સેવન કરવાથી પાચનક્રિયા સારી થઈ જાય છે. એટલા માટે જે લોકોનું પેટ ખરાબ થાય છે અને જે લોકોને બહારનો ખોરાક પાચન થતો નથી. તે લોકોએ કંટોલા નું સેવન જરૂર કરવું જોઈએ. અઠવાડિયામાં બે વાર સેવનથી પાચનશક્તિ મજબૂત અને તંદુરસ્ત બનાવે છે.

જે લોકો નિયમિતપણે કંટોલા નું શાકભાજી ખાતા હોય તો તેમને શરદી અને ખાંસી થતી નથી. જો શરદી હોય તો આ શાકભાજી ખાવામાં આવે છે અને આ શાકભાજી ખાવાથી ઉધરસ સંપૂર્ણ રીતે મટી જાય છે. કારણ કે આ શાકભાજીની અંદર એન્ટિ-એલર્જન અને એનાલેજેસિક તત્વો જોવા મળે છે, જે શરદી ખાંસીથી રાહત મેળવવાનું કામ કરે છે.

કંટોલા ની શાકભાજી ખાવાથી શરીરમાં લોહીની કમી રહેતી નથી. કારણ કે આ શાકભાજીની અંદર પુષ્કળ પ્રમાણમાં આયર્ન હોય છે. આયર્ન શરીરમાં લોહીનું સ્તર જાળવવાનું કામ કરે છે. તેથી, જે લોકોના શરીરમાં લોહીની કમી હોય તો તેઓએ આ શાકભાજીને ખોરાકમાં શામેલ કરવું જોઈએ અને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત કંટોલા ની શાકભાજીનું સેવન કરવું જોઈએ.

જે લોકો પોતાનું વજન ઓછું કરવા માગતા હોય તો તેમના માટે કંટોલા શાકભાજી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કંટોલા નું શાક ખાવાથી શરીરમાં ચરબી દૂર થાય છે. આ સિવાય આ શાકભાજીની અંદર ખૂબ ઓછી માત્રામાં કેલરી જોવા મળે છે. કંટોલા માં રહેલ મોમોરડીસિન તત્વ ફાઈબરની વધારે માત્રા માટે રામબાણ છે. મોમોરેડીસિન તત્વ એંટીઓક્સીડેંટ, એંટીડાયબિટીજ અને એંટીસ્ટેર્સની રીતે કામ કરે છે. અને હાઈબ્લ્ડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top