આપણે એક એવા આયુર્વેદિક ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનુ નામ તમે ભાગ્યે જ સાંભળ્યુ હશે પરંતુ, તેના સેવન થી આપણા શરીર ને અનેક લાભ પહોંચે છે. આ આયુર્વેદિક ફળ નુ નામ છે ‘કમરખ’. તો ચાલો જાણીએ આ કમરખ ના ઉપયોગ થી શરીર ને કેવા-કેવા લાભ પહોંચે છે.
કમરખ ને “સ્ટાર ફ્રૂટ” તરીકે ઓળખવામા આવે છે. ખાટો-મીઠો સ્વાદ ધરાવતુ આ ફળ કમરખ વિટામિન સી, વિટામિન ઈ અને વિટામિન બી પુષ્કળ પ્રમાણમા ધરાવે છે. આ ઉપરાંત તેમા પોટેશિયમ, ઝીંક, કેલ્શિયમ અને ફાઈબર પણ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. કમરખ ફ્રૂટમાં સોડિયમ અને પોટેશિયમ હોય છે. જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ હોય છે, જે હાર્ટ માટે પણ ફાયદાકારક છે.
કમરખ ખાવાથી શરીરને ભરપૂર પોષક તત્વો મળી રહે છે. સાથે જ સ્ટ્રોક અને કાર્ડિયક અરેસ્ટ જેવા હાર્ટ ડિસીઝનો પણ ખતરો રહેતો નથી. કમરખ નો ઉપયોગ ઘણી બધી ઔષધો બનાવવા માટે કરવામા આવે છે, કારણકે તેમા અનેક પ્રકારના સ્વાસ્થ્યવર્ધક ગુણતત્વો સમાવિષ્ટ છે. ફાયબરથી ભરપૂર આ ફ્રૂટ ખાવાથી બોડીમાં બ્લડ શુગર નિયંત્રિત રહે છે અને સાથે જ ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે.
કમરખ તારાના આકારવાળુ એક ફળ છે, જેનો સ્વાદ મીઠો અને ખાટો હોય છે. આ ફળ સાઉથ એશિયાના ક્ષેત્રોમા વધુ પડતુ ઉગાડવામા આવે છે તેમ છતા પશ્ચિમ બાજુ તે વધુ પડતુ પ્રચલિત નથી. આ ફળમાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે પેટ માટે પણ ફાયદાકારક છે. તે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તેનાથી કબજિયાતમાં પણ રાહત મળે છે.
કમરખમા રહેલા સમાવિષ્ટ મિનરલ, ઝીંક આપણા રક્ત ને સાફ કરવામા સહાયરૂપ બને છે. જેનાથી આપણને ચામડીની સમસ્યા ને દૂર કરવામા પણ સહાયતા મળે છે. આ ઉપરાંત તેમા સમાવિષ્ટ એન્ટી-માઇક્રોબિયલ ગુણતત્વ સમાવિષ્ટ હોય છે જે ખીલ તથા તેના દાગ ની સમસ્યા થી રક્ષણ આપે છે.
વિટામિન બી અને સી ની સાથે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર કમરખ ખાવાથી વાળ હેલ્ધી રહે છે. તે સ્કિનને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. વાળ ખરતાં રોકે છે અને વાળને મજબૂત બનાવે છે. કમરક બજારમાં સરળતાથી મળી રહેતું ફળ છે. તે ગળ્યું અને ખાટા એમ બે પ્રકારના હોય છે.
કમરખ મા વિટામિન સી ભરપૂર પ્રમાણમા સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે તથા આપણ ને હૃદય ના રોગોમાંથી મુક્તિ અપાવે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તેનો ઉપયોગ દવા બનાવવામાં પણ કરવામાં આવે છે. આ ફળની તાસીર ગરમ અને ભારે હોય છે.
મેગ્નેશિયમ અને વિટામિન બી હોવાને કારણે તે આંખો માટે ફાયદાકારક છે. તેનાથી આંખોમાં લાલસ, સોજો, દુઃખાવો પાણી નિકળવું અને ઓછું દેખાતું હોય તેવી સમસ્યા દૂર થાય છે. શિયાળામાં ત્વચા સંબંધી સમસ્યા એક સામાન્ય વાત છે. તેવામાં કમરકનું સેવન સ્કિન ઈન્ફેક્શન, શુષ્કતા, રેશીઝ અને ખંજવાળ જેવી સમસ્યાને દૂર કરે છે.
પાચન એ આપણા શરીર ની અગત્ય ની પ્રક્રિયા છે, જેના માધ્યમ દ્વારા શરીર પોષકતત્વો ને ગ્રહણ કરી શકે છે. કમરખ મા સોલ્યુબલ ફાઈબર ની આવશ્યક માત્રા હોય છે. સોલ્યુબલ ફાઈબર પાણીમા મિક્સ થઈને પાચનક્રિયા ને ખૂબ જ મજબૂત બનાવે છે. પાચનક્રિયા મજબૂત હોવાથી અનેક સમસ્યાઓ સામે રક્ષણ મેળવી શકીએ છીએ.
પોષક તત્વો અને વિટામિન-સી થી ભરપૂર કમરખ નું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી તમે શિયાળામાં થતી સમસ્યાઓથી બચી શકો છો. તે સિવાય તેનાથી શરીરમાં એનર્જી પણ રહેશે. મોટાભાગનો લોકોને ભૂખ નથી લાગતી હોતી, તેનાથી શરીર કમજોર થઈ જાય છે અને સાથે સાથે કેટલીક બીમારીઓ પણ થાય છે. તેવામાં દરરોજ સવારે કમરખના જયૂસમાં ખાંડ નાખીને પીવું. તેનાથી ત્રણ-ચાર દિવસમાં અસર જોવા મળશે.
વાળ નો વિકાસ વધારવા માટે વિટામિન બી-સિક્સ કોમ્પ્લેક્સ ની આવશ્યકતા પડે છે. જે વાળ ને મજબૂત અને સ્વસ્થ રાખવામા સહાયરૂપ બને છે. કમરખ મા વિટામિન બી-સિક્સ પુષ્કળ માત્રામા જોવા મળે છે, જેના ઉપયોગ થી વાળ ને વધારવામા સહાયરૂપ બને છે. આમ, કમરખ આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે.