7 દિવસમાં કોલેસ્ટ્રોલ, મગજની ગરમી અને પેશાબના દરેક રોગ જીવનભર ગાયબ કરી દેશે આ સંજીવની

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કમળનું ફૂલ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે, પરંતુ જો આપણે આખા કમળના છોડની વાત કરીએ, તો તે એ સંપૂર્ણ આરોગ્ય માં ફાયદાકારક છે. તેના દરેક ભાગથી ઘણી દવાઓ આયુર્વેદમાં જુદી જુદી રીતે તૈયાર કરવામાં આવે છે. કમળના ફૂલની ઠંડક તમારા મગજમાં શાંતિ આપે છે અને તમારી ચેતનાને અસર કરીને તેને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

ઘણા પ્રકારના કમળ ના ફૂલો છે – સફેદ, ગુલાબી, વાદળી. આયુર્વેદ મુજબ કમળના ફૂલમાં એપોમોર્ફિન અને ન્યુકિફિરિન નામના બે સંયોજનો જોવા મળે છે, જે મગજને શાંત પાડવાનું કામ કરે છે. કમળનું ફૂલ તણાવ અને અસ્વસ્થતાને પણ નિયંત્રિત કરે છે. ચાલો આપણે જાણીએ કે કમળના ફૂલથી તણાવ કેવી રીતે ઘટાડવો અને તેના અન્ય કયા ફાયદાઓ છે.

કમળના ફૂલની ઠંડક મનને શાંત કરવામાં મદદ કરે છે તેમજ શરીરનું તાપમાન અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. રોજિંદા જીવનમા કમળના ફૂલનો નિયમિતપણે ઉપયોગ કરવાથી હોર્મોન્સ માં ફેરફાર થાય જે તણાવ ઘટાડે છે, કમળનું ફૂલ સારી ઉંઘ મેળવવામાં પણ મદદ કરે છે.

ખાસ કરીને વધારે ઇજાઓના દુખાવામાં અને પીડા ઘટાડવા માટે કમળમાંથી બનાવેલ હર્બલ ચા પણ લઈ શકાય છે. કમળના રસનો ઉપયોગ લોહી પરિભ્રમણને સારું રાખવા અને નર્વસ સિસ્ટમને મજબૂત બનાવવા માટે થાય છે. ચિંતાથી પરેશાન લોકો માટે કમળનો રસ ફાયદાકારક છે.

આ સિવાય કમળનું ફૂલ આપની ત્વચા માટે પણ ફાયદાકારક છે. કમળ ત્વચાને ચમકતી બનાવવા ની સાથે ખીલને પણ ઘટાડે છે. કમળના ફૂલમાં હાજર ગુણધર્મો ચકામા અને બળતરાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. કમળના ફૂલમાં વિટામિન એ પણ હોય છે જે ઘા ને મટાડવામાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ વાળ કાળા કરવા માટે પણ થાય છે.

કમળના રસનો  ઉપયોગ તણાવ અને અસ્વસ્થતા માંથી રાહત મેળવવા માટે મદદ કરે છે. જે લોકો નારાજગીમાં જીવે છે તેમના માટે તે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેના એન્ટીઑક્સિડેન્ટ ગુણધર્મોને લીધે કમળ દુખવાની દવા તરીકે કામ કરે છે.

તાવ,રક્ત પિત્ત,ગરમી ,રક્તવિકાર મસા જેવા અનેકમાં કમળના ફૂલ અને પાંદડાઓનો ઉપયોગ થાય છે. મૂત્ર વિકાર, ચામડીના રોગો ,અતિસ્રાવ ,રક્તસ્ત્રાવમાં પણ કમળ ઉપયોગી હોય છે. હૃદયના ધબકારા વધારે પડતા થઇ જાય ત્યારે કમળ ના ફૂલનું સેવન લાભકારી હોય છે.

કમળના ફૂલ, પાંદડા, દાંડીઓ અને મૂળનો ઉપયોગ ખાવામાં પણ થાય છે તેનું આથાણું અને શાક પણ બનાવી શકાય છે. કમળના મૂળનું શાક બનાવીને ખાવાથી શરીરમાં દૂધની માત્રા વધે છે. કમળના ફૂલમાં નૃસિફેરીન અને રોમેરિન ક્ષાર મળે છે અને કેલ્શિયમ, ફોસ્ફરસ, ઍસ્કબિક એસિડ ,વિટામિન બી અને સી મળી આવે છે.

કમળ કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં રેશા એટલે કે ફાયબર હોય છે જે શરીરની પાચન શક્તિને ગતિમાન બનાવે છે આ ઉપરાંત તે શરીરમાંની શર્કરા તેમજ કોલેસ્ટ્રોલના લેવલને પણ નીચુ લાવે છે અને આ રીતે તે શરીરનું વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે.

 

કમળના મૂળિયા કે જેને કમળ કાકડી કહેવામાં આવે છે તેમાં એક દ્રવ્ય રહેલું હોય છે જેને કંડેનસ ટેનિંગ કહેવાય છે જે આપણા લિવર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. કમળના ફૂલની પાંખડીયો ને પીસીને તેનો લેપ બનાવી તેને રાત્રે મોં પાર લગાવી સવારે ધોવાથી સુંદરતા માં વધારો થાય છે અને ચેહરો ખીલી ઉઠે છે. કમળના ફૂલનું સરબત બનાવીને પીવાથી શરીરની ગરમી દૂર થાય છે.

આજકાલ ઘણા લોકોમાં ચિંતાની સમસ્યા જોવા મળે છે. જ્યારે અસ્વસ્થતા હોય છે ત્યારે મન ગભરાવા લાગે છે અને હાથ પગ ઠંડા થઈ જાય છે. ચિંતા દૂર કરવામાં કમળની ચા ફાયદાકારક છે. જો તમે ચિંતાથી પરેશાન છો, તો તમારે કમળની ચા પીવી જોઈએ. કમળની ચા પીવાથી ચિંતા દૂર થાય છે. તેની સાથે મન અને યાદશક્તિ પણ સારી થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top