ફળમાં દ્રાક્ષ સહેલાઈથી મળી રહે છે. જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે કારણકે દ્રાક્ષમાં કોઈપણ પ્રકારની છાલ કે ઠળિયા જોવા મળતા નથી. દ્રાક્ષ ખાવામાં મજા આવે એવી હોય છે. બજારમાં બે પ્રકારની દ્રાક્ષ જોવા મળે છે એક તો લીલા રંગની અને બીજી કાળા રંગની હોય છે. બન્ને પ્રકારની દ્રાક્ષ ખાવામાં સ્વાદિષ્ટ અને મીઠી હોય છે.
બજારમાં ઠેર-ઠેર જગ્યાએ દ્રાક્ષ જોવા મળે છે. લોકો તેની ખેતી પણ કરતા હોય છે. દ્રાક્ષમાં અનેક પ્રકારના ગુણો રહેલા હોય છે જે શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. વિટામિનથી ભરપૂર દ્રાક્ષ ખાવાથી પુરતા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે છે. દ્રાક્ષનું સેવન શરીર માટે ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે જાણીએ કાળી દ્રાક્ષથી શરીરને મળતા લાભો વિશે.
દરરોજ દૂધ અને કાળી દ્રાક્ષ સાથે સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ સહેલાઈથી વધી જાય છે. આ ઇમ્યુનિટી વધારવા માટે એક કુદરતી સુપરફૂડ છે. કાળી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે કાળી દ્રાક્ષનું સેવન કરવું જરૂરી છે.
સુકી કાળી દ્રાક્ષમાં પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. પોટેશિયમયુક્ત આહાર બ્લડ પ્રેશર ઘટાડે છે. આ જ કારણ છે કે જો કોઈ વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે, તો તેણે સુકી કાળી દ્રાક્ષ ખાવી જોઇએ. સુકી કાળી દ્રાક્ષના સેવનથી શરીરમાં હાજર સોડિયમની અસર ઓછી થાય છે, જેનાથી બ્લડ પ્રેશરમાં ઝડપથી ઘટાડો થાય છે. દિવસમાં જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે મોમાં થોડી સુકી કાળી દ્રાક્ષ રાખીને ચાવીને ખાઈ જાઓ.
લાંબા સમયથી સુકી ખાસી કે દમની સમસ્યા હોય તો કાળી દ્રાક્ષ ખાવાથી રાહત મળે છે. લાંબા સમયથી સુકી ખાસીની સમસ્યા વાળા વ્યક્તિએ રોજ કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. આના સેવનથી ટીબીના દર્દીઓને પણ રાહત મળે છે. સુકી કાળી દ્રાક્ષનું સેવન કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે અને પેટની તકલીફમાં રાહત આપે છે. કાળી દ્રાક્ષના સેવનથી હૃદયની દુર્લભતા પણ દુર થાય છે. આનું સેવન કરવાથી આંખોનું તેજ પણ વધે છે.
સુકી કાળી દ્રાક્ષમાં પોટેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જેના કારણે હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. દરરોજ 10-15 સુકી કાળી દ્રાક્ષ ખાવાથી શરીર માટે જરૂરી કેલ્શિયમ મળી રહે છે. તે હાડકાંના પોલાણ (ઓસ્ટિયોપોરોસિસ)ની સમસ્યાને દૂર કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. સુકી કાળી દ્રાક્ષનું સેવન સ્ત્રીઓએ જરૂર કરવું જોઈએ કારણ કે તેમનામાં હાડકાની નબળાઇની સમસ્યા ઘણી જોવા મળે છે.
સુકી કાળી દ્રાક્ષમાં બીજુ પણ એક તત્વ સારી માત્રામાં જોવા મળે છે, જે શરીર માટે ખૂબ મહત્વનું છે. એ છે આયરન. આયરન ધરાવતા આહાર શરીરમાં હિમોગ્લોબિન વધારે છે, જે લોહીમાં વધારો કરે છે. આ સિવાય વાળ નબળા હોય એવા લોકો માટે પણ આયરન ફાયદાકારક છે. જો વાળ ખરે છે અથવા વધારે તુટવા લાગ્યા હોય, તો દરરોજ ચોક્કસપણે અડધી મુઠ્ઠી સુકી કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. એનિમિયાથી પીડાતા મહિલાઓ અને પુરુષો માટે પણ સુકી કાળી દ્રાક્ષ ફાયદાકારક છે.
સુકી કાળી દ્રાક્ષ એક રીતે કુદરતી બ્લડ પ્યોરીફાયર તરીકે કામ કરે છે. દરરોજ કાળી દ્રાક્ષ ખાવાથી તમારા લોહીમાં ભળેલી અશુદ્ધિઓ અને ગંદકી દૂર થાય છે. તેથી તેના સેવનથી ચહેરા ઉપર ચમક આવે છે અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ જેવી કે ખીલ, કરચલીઓ, ફોલ્લીઓ વગેરે દૂર થાય છે. કાળી દ્રાક્ષનું સતત સેવન તમારા રંગને પણ નિખારે છે કારણ કે લોહીમાં ઓગળેલી અશુદ્ધિઓ દૂર થવાથી ત્વચાના રંગને પણ અસર થાય છે.
સુકી કાળી દ્રાક્ષ એક રીતે કુદરતી બ્લડ પ્યોરીફાયર તરીકે કામ કરે છે. દરરોજ કાળી દ્રાક્ષ ખાવાથી તમારા લોહીમાં ભળેલી અશુદ્ધિઓ અને ગંદકી દૂર થાય છે. તેથી, તેના સેવનથી તમારા ચહેરા ઉપર ચમક આવે છે અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ જેવી કે ખીલ, કરચલીઓ, ફોલ્લીઓ વગેરે દૂર થાય છે. કાળી દ્રાક્ષનું સતત સેવન તમારા રંગને પણ નિખારે છે કારણ કે લોહીમાં ઓગળેલી અશુદ્ધિઓ દૂર થવાથી ત્વચાના રંગને પણ અસર થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.