મળી ગયો એસિડિટી-ગેસ અને ખાટા ઓડકારનો ઘરેલુ ઈલાજ, માત્ર થોડા દિવસ કરો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય પેટના રોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ આ નિસ્તેજ, તણાવપૂર્ણ અને જંકફૂડ જીવનમાં એસીડીટી એક સામાન્ય સમસ્યા છે. આને લીધે, તમારે પેટમાં દુખાવો, આળસ, ઉલટી થવી એવી સમસ્યાઓ થાય છે. પેટમાં એસિડિટી થવી સામાન્ય વાત છે, પરંતુ આને કારણે હાર્ટબર્ન, સોજો અને દુખાવો પણ અનુભવાય છે. જો કે, એસિડિટીના ઇલાજ માટે ઘરેલું ઉપાય પણ છે, જેને અપનાવીને તમે એસિડિટીને હરાવી શકો છો.

આજે અમે તમને જણાવીશું  કે એસીટીડી ઘટાડવા અથવા તેનાથી સંપૂર્ણ છૂટકારો મેળવવા માટે તમારા દિનચર્યામાં કયા ખોરાકનો સમાવેશ થઈ શકે છે.

મસાલેદાર અને વધારે ફ્રાય ફુડ્સ, ફાસ્ટ ફૂડ, ચીઝ, પિઝા, સોસેજ, પેક્ડ ચીપ્સ, પ્રોસેસ્ડ ફૂડ અને ખાટા ફળ વગેરે તમને એસિડિટી થવાનું કરણ બની શકે છે. હાઈ ફાઇબરથી ભરપૂર ખોરાક તમને એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરશે.

ગૌ મૂત્ર પીવાથી ક્યારેય પણ એસિડિટી થતી નથી. પાણી ને નાના ઘૂટડા ઘૂટડા કરીને પીવા થી એસિડિટી ક્યારેય નહીં આવે. અને ખોરાક ને પુષ્કળ પ્રમાણમાં ચાવી ને ખાવાથી એસિડિટી ક્યારેય નહીં આવે.

કેળાની આલ્કલાઇન પ્રોપર્ટી પેટ ના એસિડને બેઅસર કરવામાં મદદ કરે છે. અને એસિડિટી અને ખાટા ડકાર અને બેચેની થી રાહત આપે છે. જો પેટમાં એસિડિટી ની સમસ્યા હોય તો છાશ સાથે કાળા મીઠું જરૂર મુજબ પીવું જોઈએ . આમ કરવાથી આ રોગ તરત જ દૂર થાય છે. આ સમસ્યાની ઘટનામાં છાશ અને કાળા મીઠું એક વિશ્વસનીય ઉપાય સાબિત થાઈ છે.

લવિંગ ચવવાથી અથવા તો લવિંગ નો ઉકાળો અને તેમનું પાણી પીવું તેનાથી ગેસ અને એસિડિટીથી રાહત મેળવી શકાય છે. ઠંડુ દૂધ પેટમાં રહેલા એસિડ ને બેઅસર કરે છે. પેટને ઠંડક આપે છે. જે એસિડિટી ને દૂર કરવામાં મદદરૂપ થાઈ છે.

એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ ને નિચવી ને તેમાં એક ચપટી બેકિંગ સોડા નાખીને સવારે ખાલી પેટ પર પીવો. આમ કરવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે અને એસિડિટી, અપચો, ફૂડ પોઇઝનિંગ, કબજિયાત વગેરે રોગ થી આરામ મળે છે.

આદુનો નાનો ટુકડો લો અને તેને ચાવવો, ત્યારબાદ નવશેકું પાણી પીવો, નહીં તો તમે આદુને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરી શકો છો. જમ્યા પછી, ચોક્કસપણે એલચી અને લવિંગ લેવું. આ વસ્તુઓ એસિડિટી અને ગેસને તમારા પેટમાં ખોરાક લીધા પછી બનતા અટકાવી શકે છે.

એસીડીટી થાય એટલે જેઠીમધનું ચૂર્ણ કે તેની રાબ બનાવીને તેનું સેવન કરવું. તેનાથી એસીડીટી માં ફાયદો થાય છે. એસીડીટી થાય ત્યારે ત્રિફળા ના ચૂર્ણ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ત્રિફળા ને દૂધ સાથે પીવાથી એસીડીટી દુર કરી શકાય છે.

લીમડાની છાલ નું ચૂર્ણ કે રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ. આમ કરવાથી એસીડીટી ઠીક થઇ જાય છે. જાયફળ અને સુંઠ ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ એક એક ચપટી લેવાથી એસીડીટી દુર થશે. એસીડીટી થાય તો કાચી વરીયાળી ચાવવી જોઈએ. વરીયાળી ચાવવાથી એસીડીટી માં આરામ મળશે.

વરીયાળી, આંબળા અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને સવાર સાંજ અડધી અડધી ચમચી લેવાથી એસીડીટી માં લાભ મળી શકે છે. એસીડીટી થવાથી સલાડ તરીકે મૂળા ખાવા જોઈએ. મૂળા કાપીને તેની ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી ફાયદો મળે છે.

એક ગ્લાસ હુફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નીચવી ને નિયમિત રીતે સવારે પીવાથી પણ આરામ મળે છે. દુધમાં સુકી દ્રાક્ષ નાખીને ઉકાળવી જોઈએ. ત્યાર પછી દુધને ઠંડુ કરીને પીવાથી ફાયદો થાય છે અને એસીડીટી સારી થઇ જાય છે.

આદુ અને પરવળ ભેળવીને રાબ બનાવી લેવી , આ રાબ સવાર સાંજ પીવાથી એસીડીટી ની તકલીફ દુર કરી શકાય છે. સવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે. નારીયેલ નું પાણી પીવાથી એસીડીટીથી છુટકારો મેળવી શકાય છે.

ગોળ, કેળા, બદામ અને લીંબુ ખાવાથી એસીડીટી જલ્દી ઠીક કરી શકાય છે. પાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી લેવું, રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરવું, આમ કરવાથી એસીડીટી માં ફાયદો મળે છે.  સામાન્ય રીતે તળેલા, શેકેલા અને મસલાદાર ખોરાક ખાવાના લીધે એસીડીટી ની તકલીફ થાય છે. અનિયમિત લેવાતો ખોરાક એસીડીટી નું કારણ બને છે. પેટમાં જયારે સામાન્ય થી વધુ પ્રમાણમાં એસીડ નીકળે છે તો તેને એસીડીટી કહેવામાં આવે છે.

જો વજન વધી રહ્યું છે અને શરીરમાં વધારે ફેટ હોય તો તે એસિડિટીનું કારણ બની શકે છે. તેથી ઝડપથી શરીરનું ફેટ કન્ટ્રોલ કરવું જોઈએ. બદામ પેટના દુખાવાથી રાહત આપે છે અને એસિડિટીને સંપૂર્ણ રીતે રોકે છે. હંમેશાં જમ્યા પછી જ ચાર બદામ ખાવી. વધારે ન ખાવી.

તુલસી પેટ માં વધુ મ્યુક્સ પેદા કરવા માટે મદદરૂપ થાય છે. તેનો એન્ટી અલ્સર ગુણ ગેસ્ટ્રિક એસિડના પ્રભાવને ઓછો કરવામાં મદદ કરે છે. જ્યારે પણ એસિડિટી જેવું લાગે ત્યારે તરત જ તુલસીનાં થોડાં તાજાં પાન ધોઈને તેને ચાવી જાવાથી તરત આરામ મળશે.

એસિડિટીથી બચવા રાત્રે મોડું જમવાની ટેવ નાપાડવી. ઉંઘવાના ત્રણ કલાક પહેલાં રાત્રીભોજન લેવું. તીખાં ફરસાણ, ચટણી, આથાવાળી વાનગીઓ, બેકરી આઈટ્મ્સ, અથાણાં, વિનેગર વગેરે નું સેવન ઓછામાં ઓછું કરવું. વધુ પડતા ઉજાગરા ના કરવા. એનાથી એસિડિટી થાય છે. રાત્રે સાત- આઠ કલાકની પર્યાપ્ત ઊંઘ લેવી. ખાટાં ફળો અને ખાટાં જ્યૂસનું સેવન ટાળવું જોઈએ.

એસિડિટી ના પ્રોબ્લેમ ના ઉપાય માટે તજ ઉપયોગી છે. તે પાચન માટે ખૂબ જ સારું છે. તે કુદરતી રીતે એસિડ દૂર કરે છે. એક કપ પાણીમાં ચમચી તજ પાવડર ઉકાળો. દિવસમાં બે-ત્રણ વખત આ પાણી પીવો. સૂપ અથવા કચુંબરમાં તજ પાવડર ઉમેરી શકાય છે.

એસિડિટીને દૂર કરવા માટે છાશ નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે જે પેટની એસિડિટીને ઘટાડે છે. બજારમાંથી લાવેલ છાશ અથવા તો ઘરે બનાવેલી છાશમાં થોડું મરીનો પાઉડર અને કોથમીર મિક્સ કરીને દિવસમાં ત્રણ-ચાર પીવી જોઈએ.

જીરું એસિડિટીમાં ખૂબ અસરકારક છે. તે પાચનમાં મદદ કરે છે અને પેટનો દુખાવા માં પણ ઘટાડો કરે છે. જીરા ને શેકી ળ્એ વું અને પીસી લેવું. પછી આ જીરું પાવડર એક ગ્લાસ પાણીમાં ઉમેરીને પીવો. આ સિવાય એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખ્યા પછી હંમેશા પીવો.

આ સિવાય કોથમીર પાવડર, જીરું પાવડર, મેથીનો પાઉડર એક-એક ટીસ્પૂન, થોડું ખાંડ નાખીને બધુ એક કપ પાણીમાં નાખીને ખાલી પેટ પર પીવો.આમ કરવાથી તે એસિડિટીમાં ખૂબ અસરકારક સાબિત થાઈ છે. ગોળ પાચનમાં મદદ કરે છે અને પાચક સિસ્ટમ સાથે પણ સારી રીતે કાર્ય કરે છે. ખાધા પછી ગોળનો થોડો ટુકડો એસિડિટીમાં આરામ આપે છે.

એસિડિટીની સમસ્યા માં આદુનો રસ  રાહત આપે છે. એસિડિટીના સમયે તાજુ આદુ થોડું ચાવવુ. અથવા તો આદુને પાણીમાં ઉકાળો અને એ પાણી પીવુ. ફક્ત થોડો રસ પણ તમારા પેટને આરામ આપવામાં મદદ કરે છે. લીંબુમાં વિટામિન સી હોય છે. જે ઝડપથી પેટની એસિડિટીને દૂર કરવા માં મદદ કરે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખી એને પીવા થી રાહત મળે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top