સવારે માત્ર 2 દાણા બચવી શકે છે લાખો રૂપિયાના ખર્ચા, ગેસ, શરદી-કફ તેમજ વાત્ત-પિત્તના દરેક રોગોનો કાળ છે આ નાનકડી ઔષધિ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મરી ને મસાલા ની રાણી કહેવામાં આવે છે. ભારત ના લગભગ બધા ઘરો માં વાપરવામાં આવતું હોય છે. ને હવે તો વિદેશી લોકો એ પણ પોતાના વ્યંજનો બનાવવા માં મરી નો ઉપયોગ શરૂ કરી દીધો છે. ભોજન માં કોઈ પણ વસ્તુ બનાવીએ મરી તો ખાસ નાખીએ જ છીએ. ભોજન માં કાળા મરી નો ઉપયોગ ખાલી સ્વાદ માટે જ નથી કરવામાં આવતો. એની પાછળ આયુર્વેદિક કારણો જવાબદાર હોય છે.

પેટ ના નાના નાના દુખાવા માં મરી ખુબ જ અસર કરે છે. જો નાના બાળકો ને પેટ માં કરમિયા(પેટ માં થતા કીડા) થયા હોય, તો મરી ના ભુક્કા ને છાસ માં નાખી ને પીવાથી કરમિયા જલ્દી થી નીકળી જાય છે. જો તમને પેટ માં દુખતું હોય તો અડધી ચમચી હિંગ, અડધી ચમચી મીઠું, અને અડધી ચમચી મરી ના ભૂકા ને મિક્ષ કરી ને ગરમ પાણી સાથે ફાકડો ભરી લો. પેટ ના દર્દ માં તરત જ આરામ મળશે.

જો ગેસ થયો હોય તો સુંઠ, હરડે નું ચૂર્ણ, અને મરી ના ભુક્કા ને મધ સાથે મિલાવી ને ચાટવાથી અથવા તેમાં પાણી નાખી ને ઉકાળો બનાવી ને પીવાથી ગેસમાં તરત જ આરામ થઇ જાય છે. શરીર માં કમજોરી લગતી હોય, આખો દિવસ આળસ જેવું લાગતું હોય, તો ૪ થી ૫ કાળા મરી, સુંઠ, તજ, લવિંગ અને  એલચી ને થોડી થોડી માત્રા માં લઇ ને ઉકાળી લો, પછી દૂધ અને સાકર નાખી ને આ ચાય ને પીવો. જરૂર થી ફાયદો થશે.

મરી ખાવાના ફાયદા કે આંખો ની રોશની વધારવા માટે મરી ના ભુક્કા ને ઘી સાથે મિક્ષ કરી ને ચાટવાથી આંખ ની બીમારી માં ફાયદો થાય છે. જાંબુ અથવા જામફળ ના પાંદડા સાથે મરી ના ભુક્કા ને પાણી સાથે મિલાવી ને કોગળા કરવાથી દાંત ના દર્દ માં રાહત થાય છે. ગળું બેસી ગયું હોય તો પણ આ પ્રયોગ કરી શકો છો.

૨ થી ૩ ગ્રામ મરી નો ભુક્કા ને મધ સાથે ચાટવાથી શરદી ઉધરસ અને દમ માં ફાયદો થાય છે. ગાય ના દૂધ માં મરી ના પાવડર ને મિક્ષ કરી ને પીવાથી દમ માં જલ્દી થી રાહત મળે છે. ઝાડા રોકવામાં મરી નો ઉપયોગ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. એક ભાગ  મરી, એક ભાગ હિંગ, અને તેમાં બે ભાગ કપૂર ભેળવી ને નાની નાની ગોળીયો બનાવી લો. ઝાડા થયા હોય ત્યારે અડધા અડધા કલાક ના અંતરે એક એક ગોળી ખાવાથી ઝાડા રોકવામાં મદદ મળે છે.

મરી ના ચૂર્ણ ને ગરમ દૂધ સાથે પીવાથી, સાકર સાથે ખાવાથી, અથવા મરી નાં સાત થી આઠ દાણા ખાઈ જવાથી શરદી ઉધરસ માં જલ્દી થી રાહત મળે છે. હરસ ની સમસ્યા ઘણા વ્યક્તિઓ ને હેરાન કરે છે. ઘણી વખત એલોપેથી દવાઈ લેવાથી પણ ફર્ક પડતો હોતો નથી.

કાળા મરી નો ભૂકો, જીરું નો ભૂકો, અને મધ ને મિક્ષ કરી ને છાસ અથવા ગરમ પાણી સાથે પીવાથી હરસ માં લાભ થાય છે. તેમજ, કાળા મરી અને જીરું ના મિશ્રણ માં સિંધા નમક મિલાવી ને દિવસ માં બે વાર છાસ માં નાખી ૨ થી ૩ મહિના સુધી પીવાથી હરસ માં ખુબ જ લાભ થાય છે તથા પાચનશક્તિ સુધરે છે.

કાળા મરી ના ફાયદા જો ખીરા કાકડી ના બીજ ને મરી સાથે બરાબર વાટી ને પાણી માં થોડીક સાકર નાખી ને પીવાથી પેશાબ માં બળતરા થતી નથી.

એક મરી ને તવી પર ને ગરમ કરો. એ ધુંવાડા ને સુંઘવાથી માથાના દુખાવામાં રાહત મળશે. ભૃંગરાજ ના રસ માં અથવા  ભાત ના ઓસામણ માં મરી નો ભુક્કો નાખી ને લેપ બનાવી ને લગાવવાથી આધાશીશી નો દુઃખાવો અને માઈગ્રેન પણ ઠીક થઇ જાય છે.

જો ચહેરા માં લકવાની અસર થઇ ગઈ છે. અને જીભ જકડાઈ ગઈ છે તો તાત્કાલિક સારવાર રૂપે જીભ માં કાળા મરી નો ભુક્કો લગાવવાથી લાભ થાય છે. કોઈ પણ તેલ માં કાળા મરી ના ભૂકા ને મિલાવી ને આ તેલ થી માલીશ કરો. અમુક દિવસો માં ફાયદો થવા લાગશે.

મરી માં વાત્ત ને ઓછુ કરવાનો ગુણ હોય છે. જેના કારણે ગઠીયા વા ની પીડા માં રાહત મેળવવા માટે મરી નો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top