વારંવાર કબજિયાત કે અપચો થઈ જતો હોય તો કરો આ આયુર્વેદિક ઉપચાર, પછી ક્યારેય નહીં થાય આ પ્રોબ્લેમ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી અને બહારનું ખાય છે જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને આપણે પોતે બીમારીઓને આમંત્રણ આપીએ છીએ. અપચો એ કોઈ કાયમી બીમારી નથી એ તો સામાન્ય પાચનક્રિયાનો ભાગ છે જેના લીધે અમુકવાર પેટમાં થોડી તકલીફ ઉભી થાય છે.

અપચાની કે કબજિયાતની સમસ્યા તો અડધી રાત્રે પણ પરેશાની પેદા કરી શકે છે ત્યારે ઘણીવાર ઝાડા-ઊલટીની સમસ્યા થવા લાગે છે. એવી વખતે તહેવારોના સમયમાં તળેલી કે ગળી ભારે વસ્તુ ખાધી હોય તો અપચો થતો જ હોય છે. આવી વખતે ભારે ખોરાક લેવાને બદલે આગળ આપેલ ઉપાયો કરીને તમે અપચાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

લીંબુના રસમાં સાકર અને મરીનો ભૂકો નાખી શરબત બનાવીને પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, ભોજન માટે રૂચિ પેદા થાય છે, આહારનું પાચન થાય છે.લીંબુ નો રસ ગરમ પાણી સાથે રાત્રિ‍ માં લેતા દસ્‍ત સાફ આવે છે. લીંબુ નો રસ અને સાકર પ્રત્‍યેક ૧૨ ગ્રામ એક ગ્લાસ પાણીમાં મેળવી રાત્રે પીતા અમુક જ દિવસોમાં જુના માં જુનો કબજિયાત દૂર થઈ જાય છે.અપચો થવાથી લીંબુની ફાડપર નમક લગાડી ગરમ કરીને ચૂસવાથી ભોજન સરળતાથી પચી જાય છે.

બાળકોને આફરો ચડ્યો હોય તો અરીઠા ને છોલી ને નાના-નાના ટુકડા કરી પાણીમાં થોડીવાર પલાળીને તેનું ફીણ કરો અને આ ફીણ બાળકના પેટ ઉપર ચોળવાથી આફરા માં રાહત થશે મોટા માણસો એ તેમાં થોડી હિંગ ભેળવીને પેટ પર ચોપડવું થોડું ડુંટી માં પણ ભરવું.

પેટમાં આફરો ચડ્યો હોય કે ચૂંક આવતી હોય તો આંકડાના સહેજ પીળા પાન ને ગરમ કરી તેને ડુંટી અને પેટ પર શેક કરવો પછી સૂંઠના ઉકાળા સાથે એક ચમચી દિવેલ પીવું, આફરા માટે વરિયાળી 12 ગ્રામ અને સફેદ જીરું 6 ગ્રામઅને સફેદ જીરું 6 ગ્રામ લો બંને ઝીણી વાટીને 12 ગ્રામ ખાંડ મેળવીને બાટલીમાં મૂકી દો. સવાર અને સાંજ ઠંડા પાણી સાથે એક ચમચી લેતા રહો.10-15 દિવસના સેવનથી પેટનો આફરો વગેરે નષ્ટ થશે.

કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠું ભેળવીને પીવાથી આફરો મટે છે. બે ગ્રામ કપૂર કાંચલી નું ચૂર્ણ એક ગ્રામ સોડા બાય કાર્બ, 5 ગ્રામ લવણભાસ્કર ચૂર્ણ ભેગા કરી એક કપ ગરમ પાણીમાં ભેગા કરી હલાવીને પી જવું. દિવસમાં બે ત્રણવાર પીવાથી વાયુની ખાંસી, દમ, ગોળો, છાતીનો દુખાવો, ઓડકાર, હેડકી વગેરે મટી જશે.

પેટમાં ગેસ ભરાયો હોય કે આફરો ચડ્યો હોય ત્યારે લીંબૂના બે ફાડીયા કરી બે રતીભર ડિકામરીનું ચૂર્ણ અને 1 ગ્રામ લવણભાસ્કર ચૂર્ણ લીંબુના ફાળીયા માં ભભરાવી તેને દેવતા પર ધીમા તાપે ગરમ કરવા(સ્ટીલની ગરણી માં મૂકી ગેસ પર પણ ગરમ કરાય) જ્યારે ખદખદવા માંડે ત્યારે ફાડયા ઉતારી ઘૂસી જવાથી તમારો ગેસ ગાયબ થઈ જશે.

25 ગ્રામ મેથી અને 25 ગ્રામ સુવા તાવડી પર થોડા શેકી અધકચરા ખાંડી પાંચ-પાંચ ગ્રામ લેવાથી વાયુ, મોળ, આફરો,ઉબકા,ખાટા ઘચરકા અને ઓડકાર મટે છે. 400 મિલી ઉકળતા પાણીમાં 25 ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી 20 થી 25 મિનિટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્ર થી ગાળી 25 થી 50 ગ્રામ જેટલું પીવાથી પેટનો આફરો અને પેટનો દુખાવો મટે છે.

500 ગ્રામ પાકા જાંબુ લઈ તેનો રસ કાઢવો એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડિયા સુધી રાખી મૂકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે આ જાંબુદ્રવ 50-60 ગ્રામ દિવસમાં ત્રણવાર પીવાથી આફરો મટે છે.

જાયફળનું ચુર્ણ,એક -બે ટીપા તેલ અને ખાંડ અથવા પતાસા મા મેળવી ખાવાથી આફરો તથા ઉદરશૂળ મટે છે. જીરું અને સિંધવ સરખે ભાગે લઈ લીંબુના રસમાં સાત દિવસ પલાળી રાખી સૂકવી ચૂર્ણ કરી સવાર સાંજ લેવાથી આફરો મટે છે, તેમજ પાચન શક્તિ બળવાન બને છે.

શેકેલી હિંગ અને મીઠું ડુંગળીના રસમાં મેળવી પીવાથી આફરો મટે છે. તજ લેવાથી આફરો મટે છે, પેટમાં ખૂબ આફરો ચડ્યો હોય,પેટ ફુલી ગયું હોય અને ઢોલ જેવું થયું હોય,પેટમાં દુખાવો થતો હોય તો ડૂંટીની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ કરવાથી થોડી જ વારમાં આરામ થાય છે.

લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો આફરો મટે છે, લસણ, ખાંડ અને સિંધવ સરખે ભાગે મેળવી ચાટણ કરી તેમાં એ બધાથી બમણું ઘી(થીજેલું) મેળવી ચાટવાથી આફરો મટે છે. લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સૂંઠ અને સિંધવ નાખી અંગારા પર મૂકી ખદખદાવી રસ ચૂસવાથી આફરો મટે છે.

વરીયાળી ચાવીને ખાવાથી અને તેનો રસ ઉતારતા રહેવાથી ઉદરશૂળ અને આફરો મટે છે, વરિયાળીનો ચાર-પાંચ ગ્રામ ચૂર્ણ પાણી સાથે લેવાથી આફરો મટે છે, વાયુની ગડબડ રહેતી હોય અને પેટ ફુલી ગયું હોય તો મોટી એલચી ના એક ગ્રામ ચૂર્ણ માં 16 ગ્રામ શેકેલી હીંગ ભેળવી લીંબુના રસમાં મેળવી ચાટી જવું એનાથી વાયુનું અનુલોમન થાય છે અને પેટ બેસી જાય છે.

હિંગ, છીંકણી કે સંચળ નાખી ગરમ કરેલું તેલ પેટ પર ચોળવાથી અને શેક કરવાથી પેટનો આફરો મટે છે. પેટ પર હિંગ લગાવવાથી તથા હિંગની ચણા જેવડી ગોળીઓ ઘી સાથે ગળી જવાથી આફરો મટે છે. લવિંગના તેલના બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો આફરો મટે છે.

મરી નો ફાંટ બનાવી પીવાથી અથવા સૂંઠ, મરી, પીપર, હરડેના ચૂર્ણને મધમાં મેળવીને ચાટવાથી અપચો અને આફરો મટે છે, જીરું અને હરડેનું સમભાગે ચૂર્ણ લેવાથી આફરો મટે છે, એક ભાગ હિંગ, બે ભાગ ઘોડાવજ, પાંચ ભાગ કોઠું, સાત ભાગ સાજીખાર, નવ ભાગ વાવડી નું ચૂર્ણ બનાવી મિક્સ કરી પાણીમાં લેવાથી આફરો મટે છે.

ફુદીના ના પાન ની લસણ અને મરી નાખી બનાવેલી ચટણી પાણી સાથે લેવાથી પેટમાં ખૂબ આફરો આવ્યો હોય વાછૂટ ન થતી હોય તો તે મટે છે, લીંબુના રસમાં જાયફળ ઘસીને ચાટવાથી આફરો મટે છે. જાયફળ ને લીંબુના રસમાં લસોટીને પણ પી શકાય.

આફરો ચડતો હોય તો હળવો આહાર લેવો અને એક એલચીના દાણા શેકેલા અજમા સાથે ખાંડી હૂંફાળા પાણી સાથે જમ્યા પછી બે કલાકે ફાકી જવાથી રાહત થાય છે. સવાર-સાંજ ચાલવા જવું, ત્રણ-ચાર ગ્રામ સંચળ પાણી સાથે લેવાથી પેટનો આફરો મટે છે, ગરમ પાણીનો એનિમા લેવાથી પેટમાં આફરો ચડ્યો હોય પેટ ઢમઢોળ હોય અથવા પેટમાં દુખતું હોય તો તે મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top