મોંઘા ખર્ચા વગર મગજની નબળાઈ , હદયરોગો ઉપરાંત અન્ય 10થી વધુ રોગો માટે 100% પાવરફૂલ છે આ ઔષધિ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદની મેધ્ય ઔષધીઓમાં ‘બ્રાહ્મી’ની ગણતરી થાય છે. (મેધ્ય એટલે બુદ્ધિ વધારનાર) બ્રાહ્મીનાં આ મેધ્ય ગુણને લીધે તે બુદ્ધિ અને યાદશક્તિવર્ધક આયુર્વેદિય ઔષધોમાં પુષ્કળ વપરાય છે. સાથે સાથે વિવિધ કેશતેલોની બનાવટમાં પણ તેનો ખાસ ઉપયોગ થાય છે.

બ્રાહ્મીની એક વર્ષાયુ વેલ આપણે ત્યાં ખૂબ થાય છે. આ વેલને ભેજવાળી જમીન માફક આવતી હોવાથી જળાશયના કિનારે કે જળપ્રધાન ભૂમિમાં તે દૂર દૂર સુધી પ્રસરે છે. તેના પાન ગોળ અને વાલના દાણા જેવા આકારના હોય છે. ઔષધ તરીકે બ્રાહ્મીનાં રસ અને ચૂર્ણનો ઉપયોગ થાય છે.

બ્રાહ્મીનો છોડ ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. બ્રાહ્મીનો ઉપયોગ મગજના ત્રણ પાસાં, ટૂંકા ગાળાની મેમરી, લાંબા ગાળાની મેમરી સુધારવા માટે થાય છે. બ્રહ્મીના ઘણા ફાયદા છે. રાસાયણિક દ્રષ્ટિએ બ્રાહ્મીમાં હાઈડ્રોકોટિલિન નામનું ક્ષારિય તત્ત્વ, એશિયાટિકોસાઈડ નામનું ગ્લાઈકોસાઈડ તથા વેલેરિન, બ્રાહ્મોસાઈડ, બ્રાહ્મિનોસાઈડ, બ્રાહ્મિક એસિડ, ટેનિન વગેરે તત્ત્વો રહેલા હોય છે.

આયુર્વેદ પ્રમાણે બ્રાહ્મી કડવી, મધુર અને તૂરી, શીતળ, બળપ્રદ, મેધા અને યાદશક્તિવર્ધક, ભૂખ લગાડનાર અને પચવામાં હળવી, રસાયન, વયઃસ્થાપન, હૃદયને હિતકારી, ધાવણવર્ધક તથા ત્રિદોષ શામક છે. તે વાઈ, ફેફરું, ગાંડપણ, મગજની અશક્તિ, અનિદ્રા, ઝાડા, મંદાગ્નિ, સોજા વગેરેને મટાડે છે.

બ્રાહ્મીનો છોડ ભીના, ભેજવાળા અથવા કળણવાળા મેદાનોમાં જોવા મળે છે. ભારતમાં લગભગ 20 પ્રકારની બ્રાહ્મી જાતિઓ છે, જેમાંથી ફક્ત 3 સારી છે. તે એક વાર્ષિક ઔષધી છે જે જમીન પર ધીમે ધીમે વધે છે અને ફેલાય છે. શાખાઓ તેના છોડના ગઠ્ઠોમાંથી બહાર આવે છે અને પાંદડા લાંબી, ઘેરાયેલી, દાંડી પર એકબીજાની વિરુદ્ધ ગોઠવાયેલા અને લંબગોળ આકારના હોય છે. આ છોડના ફૂલો આકારમાં અંડાકાર હોય છે, જે ડિસેમ્બરથી મે સુધી વધે છે.

બ્રાહ્મી અનિદ્રાનું ઉમદા ઔષધ છે. રાત્રે બરાબર ઊંઘ ન આવતી હોય તેમણે બ્રાહ્મી, શંખપુષ્પી, વજ અને પીપરીમૂળ (ગંઠોડા) સરખા વજને લાવી, ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ રોજ રાત્રે સાકરવાળા દૂધમાં મેળવીને પીવાથી અનિદ્રાની તકલીફ દૂર થાય છે.

મગજની નબળાઈ જો વધારે પ્રમાણમાં હોય તો, તેના માટે આ પ્રમાણે ઉપચાર કરવો જોઈએ. બ્રાહ્મી તથા શંખપુષ્પી સરખા વજને લાવી, ખાંડીને ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ, ૨ નંગ બદામ અને થોડા એલચીના દાણા સાથે વાટી, દૂધમાં મેળવી, થોડી સાકર ઉમેરીને રોજ રાત્રે પી જવું. આ ઉપચારથી થોડા સમયમાં મસ્તિષ્કની અશક્તિ દૂર થાય છે. તેમજ બાળકોની યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. પરીક્ષા સમયે બાળકો માટે આ ઉપચાર લાભદાયી છે.

બ્રાહ્મી રસાયન ઔષધ છે. વૃદ્ધાવસ્થાને તે પાછળ ધકેલે છે. બ્રાહ્મી, ગળો, ગોખરું અને આમળા ૫૦-૫૦ ગ્રામ લઈ, બધાને ભેગા ખાંડી ચૂર્ણ કરી લેવું. રોજ સવારે અડધી ચમચી જેટલું આ ચૂર્ણ દૂધમાં મેળવી પીવાથી મસ્તિષ્ક અને હૃદયની સ્વસ્થતા વૃદ્ધાવસ્થામાં પણ જળવાઈ રહે છે.

બ્રાહ્મીતેલ, બ્રાહ્મી પાનક, સારસ્વતારિષ્ટ, સારસ્વત ઘૃત વગેરે આયુર્વેદિય ઔષધોમાં બ્રાહ્મી અન્ય ઔષધીઓ સાથે મુખ્યરૂપમાં પ્રયોજાય છે. મસ્તિષ્કના વિવિધ રોગોમાં આ ઔષધો ઘણાં ઉપયોગી છે.

બ્રાહ્મી હૃદય માટે હિતકારી છે. હૃદયની ગતિને તે નિયંત્રિત કરે છે અને હૃદયની વિભિન્ન વિકૃતિઓમાં સારું પરિણામ પણ આપે છે. બ્રાહ્મી, અર્જુનછાલ, સર્પગંધા, ગળો, આમળા અને અશ્વગંધા સરખા વજને લઈ તેમનું ચૂર્ણ બનાવી રાખવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ દૂધમાં મેળવીને નિયમિત થોડો સમય લેવાથી હાઈ બ્લડપ્રેશર અને હૃદયના ધબકારા વધી જતા હોય તેમાં લાભ થાય છે.

બ્રાહ્મી, અર્જુનછાલ, સર્પગંધા, ગળો, આમળા અને આંસોદ સમભાગે લઈ ચૂર્ણ બનાવી, સવાર-સાંજ ૫ ગ્રામ દવા દૂધમાં લેવાથી ઉંચુ બ્લડપ્રેશર તથા હ્રદયના વધુ ધબકારા, સ્વભાવનું ચિડીયાપણું સામાન્ય થશે.

આજના સમયમાં દર બેમાંથી એક વ્યક્તિ તાણ એટલે કે તાણનો શિકાર છે. આવી સ્થિતિમાં બ્રહ્મીનો છોડ આ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે સવારે બ્રાહ્મીના પાન મોઢામાં રાખો અને બેથી ત્રણ વાર ચાવો. આ કરવાથી, તમારું આંતરસ્ત્રાવીય સંતુલન સકારાત્મક રહેશે અને તમામ પ્રકારની ચિંતા અને તાણ દૂર થઈ જશે.

તાણની સારવાર માટે બ્રાહ્મી શ્રેષ્ઠ વનસ્પતિ છે. તે મનને ઉત્તેજિત કરે છે અને આયુર્વેદમાં શાંત તરીકે વપરાય છે. તાણના કારણે વાળ ખૂબ જ ઝડપથી નીચે આવતા નથી પણ સમય પહેલા સફેદ થવા માંડે છે. બ્રાહ્મી તેલ અથવા તેના પાવડરનો ઉપયોગ વાળના માસ્ક તરીકે થઈ શકે છે.

ગાંડપણ – માનસિક ઉશ્કેરાટ – અતિ ક્રોધ : બ્રાહ્મીનાં પાનના ૨૦ ગ્રામ રસમાં કોળાને ૨૫ ગ્રામ રસ ઉમેરી, તેમાં સાકર કે મધ નાંખી રોજ પીવું.  પિત્ત (ગરમી)નું ગાંડપણ માં બ્રાહ્મી-પાન, બદામ, દૂધીનાં મીંજ, તરબૂચનાં બી (મીંજ) ટેટીનાં મીંજ અને કાકડીનાં બીનાં મીંજ ૫૦-૫૦ ગ્રામ તથા કાળા મરીનું ૧૦ ગ્રામ ચૂર્ણ કરી, સમભાગે સાકર મેળવી, રોજ સવાર – સાંજ દૂધમાં પીવું.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top