શિયાળાની સીઝનમાં તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ યોગ્ય સમય છે. આ સીજનમાં ઘણાં ફળો અને શાકભાજી આવે છે,તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. લીલી શાકભાજીનું સેવન આરોગ્ય માટે હંમેશાં સારું રહે છે.
તાજા પાંદડાવાળા શાકભાજી ખૂબ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. કેટલાક લોકો પ્રોટીનનું સેવન વધારવા માટે લીલા પ્રોટીનવાળા શાકભાજી લે છે. કેટલાક લોકો ફાઇબરનું સેવન વધારવા માટે વધારે ફાઇબરવાળો ખોરાક લે છે. આયુર્વેદ મુજબ મેથી શરીરમાં ગરમી ઉત્પન્ન કરીને શરીરનું તાપમાન સ્થિર કરવામાં મદદ કરે છે. પરંતુ તેને ખાવાના બીજા ઘણા ફાયદા છે. આજે આપણે આ લેખ માં મેથી / મેથીની ભાજી ખાવાના ફાયદા વિશે જણાવીશું.
મેથીનો શબ્દ લેટિન ભાષામાંથી આવ્યો છે. તેનો શાબ્દિક અર્થ થાય છે ‘ગ્રીક ઘાસ’ થાય છે. તે કેટલાક દેશોમાં વિવિધ નામોથી લોકપ્રિય છે. તેને સામાન્ય રીતે હિન્દીમાં ‘કસૂરી મેથી’, તેલુગુમાં ‘મેન્થિ કુરા’, બંગાળીમાં ‘મેથી સાગ’,તમિળમાં ‘બેન્થિક કૈરા’ અને મલયાલમમાં ‘વેન્થિકા કેરા’ તરીકે ઓળખવામાં આવે છે.
મેથી ની શાકભાજી સ્વાદિષ્ટ લાગે છે, તેથી મોટાભાગના લોકો તેને ખાવાનું પસંદ કરે છે. જ્યારે બજારમાં મેથી ની ભાજી મળતી નો હોય ત્યારે કેટલાક ઘરોમાં લોકો તેને અગાઉ થી સૂકવી ને પણ બનાવે છે. ચાલો આપણે મેથીના સ્વાસ્થ્ય લાભ અથવા આરોગ્યપ્રદ લાભો વિષે પણ જાણીએ.
મેથીના પાન ખાવાથી થતો ફાયદા : મેથીના પાનમાં હાજર અદ્રાવ્ય ફાઇબર કબજિયાત ને ઘટાડે છે. તેના ઉપયોગથી આંતરડાને નિયમિત રીતે હલનચલન કરવામાં મદદ મળે છે. પેટ અને અપચાની સારવારમાં મેથી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે કબજિયાતથી પીડિત છો, તો પછી બપોરના ભોજનમાં મેથીનું શાક ખાવ, જેનાથી કબજિયાતમા ઝડપથી ફાયદો થશે.
મેથીનું સેવન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના સેવનથી શરીરને ભરપુર પણે પોષણ મળે છે. મેથીના પાંદડા ફાઈબરથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન અને ખનિજો પણ ઘણાં છે. મેથીમાં કેલરી, કાર્બોહાઇડ્રેટ, ચરબી, સોડિયમ, પોટેશિયમ, પ્રોટીન, આયર્ન, વિટામિન બી6, મેગ્નેશિયમ અને આ સિવાય તેમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન એ, આયર્ન વગેરે જોવા મળે છે.
મેથીના પાનના સેવનથી ડાયાબિટીઝમાં ખૂબ ફાયદો થાય છે. તેમાં ડાયાબિટીઝને વિરોધી તત્વો રહેલા છે, જે ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં ઉપયોગી થાય છે. મેથી બ્લડ સુગર ઘટાડીને ટાઇપ -2 ની ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. મેથીનું સેવન ત્વચા પરના ડાઘ અથવા નિશાન ઘટાડવા માટે ઉપયોગી થાય છે. જો તમારા ચહેરા પર દાગ છે, તો મેથીના પાનનો કુદરતી રીતે ઉપયોગ કરીને એના થી છૂટકરો મેળવી શકાય છે.
ચહેરા પર ના ડાઘ દૂર કરવા માટે થોડા પાણી ના ટીપાં સાથે મેથીના દાણાનો પાવડર એક ચમચીમાં નાખો અને તેનો પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. તેનાથી ચહેરાના ડાઘ અથવા નિશાન માં રાહત મળશે.
લીલી મેથીમાં ફાઇબર વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે. જો તમે લીલી મેથીનું સેવન કરો છો, તો તેમાં રહેલા ફાઇબર અને અન્ય પોષક તત્વોને લીધે તમને ભૂખ લાગશે નહીં. આવી સ્થિતિમાં, તમે ઓછા ખોરાક નું સેવન કરશો જેનાથી વજન ઘટશે.
મેથીનું સેવન કરવાથી વાળ લાંબા અને ચમકદાર બને છે. તમે કોઈપણ સ્વરૂપમાં તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને ફાયદો થશે. મેથીના પેસ્ટને વાળ પર લગાવો અને 40 મિનિટ સુધી પેસ્ટ લગાવેલું રાખો. થોડી વાર પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વાર આ કરવાથી તમારા વાળ લાંબા અને ચમકદાર થવામાં મદદ મળે છે.
મેથીમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, તે હાડકાંના ચયાપચય માટે ખૂબ જ સારું છે. હાડકાની ચયાપચય એ એક સતત પ્રક્રિયા છે તેમાં નવી-નવી પેશીઓ રચાય છે. હાડકાની ઇજાઓ, અસ્થિભંગ અથવા સ્ક્રેચ સુધારવામાં મેથી મદદગાર સાબિત થાય છે અને તે હાડકાની ઘનતા વધારવામાં ઉપયોગી થાય છે. તેથી મેથીનું સેવન કરવાથી હાડકાની ઇજાઓમાં ફાયદો થાય છે.
મેથી ખાવાના ગેરફાયદા અથવા આડઅસર : મેથી ખાવાના ફાયદા ઘણા છે! પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. ચાલો તે પણ જોઈએ. મેથીનું વધારે પડતું સેવન કરવાથી ઝાડા થઈ શકે છે. મેથીની અસર ગરમ હોય છે તેથી, વધુ પડતા મેથીના સેવનને કારણે કેટલાક લોકોને રક્તસ્રાવની સમસ્યા પણ થઈ શકે છે. કેટલાક લોકોને એલર્જી પણ થઈ શકે છે. જેમ કે, ચહેરા પર સોજો આવવો, ગળામાં દુખાવો થવો વગેરે જેવી સમસ્યા થઈ શકે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.