આ વસ્તુનું વધુ પડતું સેવન કરી શકે તમારી બીમારીઓમાં વધારો, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી નહિતો પસ્તાશો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

શિયાળામાં આદુની માંગ ઘણી વધી જાય છે. આદુના સેવનથી એટલો ફાયદો થાય છે કે દરરોજ આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં આદુની ગુણવત્તા વિશે ઘણી સારી વાતો કહેવામાં આવી છે, જે ખૂબ મહત્વની છે. પરંતુ કદાચ તમે જાણતા ન હોવ કે આદુનો વધુ પડતો ઉપયોગ કરવાથી ઘણું નુકસાન થાય છે.

આદુનો વધુ પડતો ઉપયોગ કરવાથી એસિડ વધી શકે છે, જેનાથી હાર્ટબર્ન થઈ શકે છે. વધુ આદુ ખાવાથી પણ ઝાડા થાય છે. આદુની અસર ગરમ છે, જેનાથી ઝાડા-ઉલટી પણ થાય છે. આદુની સીધી અસર હૃદયના ધબકારા પર પડે છે. જેના કારણે હાર્ટને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. વધુ આદુનું સેવન કરવાથી ધબકારા વધી શકે છે, જે હાર્ટ એટેકનું જોખમ પણ વધારે છે. અને બ્લડપ્રેશરની વધઘટની સમસ્યા પણ આવી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઉબકા, છાતીમાં બળતરા, ચક્કર, લો બ્લડ પ્રેશર અને બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, આદુ આ બધી સમસ્યાઓમાં વધારો કરી શકે છે. જેની સીધી અસર બાળક પર પડે છે. આ સિવાય ગરમ આદુની અસરને કારણે રક્તસ્રાવ પણ થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન આદુનું સેવન ન કરવું જોઈએ.

જો વ્યક્તિને હિમોફિલિયા હોય તો આદુનું સેવન કરવાથી તેની ખરાબ અસર પડે છે. હિમોફિલિયા વારસાગત રોગ છે અથવા તેમાં ફેક્ટર 8 ની અછત હોય છે – જે લોહી ગંઠાવવામાં મદદરુપ થાય છે. આ પ્રોટિન શરીરમાં ન હોવાના કારણે લોહી જામવાની પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે.

સામાન્ય ઈજામાં પણ પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતું હોય છે અને મૃત્યુ પણ થઈ શકે છે. આદુમાં એવા ગુણ છે કે તે લોહીનું પરિભ્રમણ વધારે છે અને તે એક દવા તરીકે કામ કરે છે, પણ તે હિમોફિલિયાના દર્દી માટે ઘાતક સાબિત થાય છે. ગરમ આદુની અસરને કારણે ઘણી વખત રક્તસ્રાવ ડિસઓર્ડરની સમસ્યા પણ થાય છે. આદુમાં એન્ટિ-પ્લેટલેટ તત્વો હોય છે, જે લોહી પાતળું કરવાનું કામ કરે છે. આ સ્થિતિમાં, જો લોહી પાતળું છે, તો તેનું સેવન કરવાથી લોહી વહેવાની સમસ્યાઓ થઈ શકે છે.

કોઈ વ્યક્તિ વજન વધારવા માટે સ્ટ્રગલ કરી રહિયો હોય તેને આદુવાળી ચા ન પીવી જોઈએ. આદુમાં પુષ્કળ પ્રમાણમાં રેસા હોય છે. જે પોટેન્શ્યલ હાઇડ્રોજન લેવલ વધારે છે અને પાચક ઉત્સેચકોને વધારે છે. જેનાથી ચરબી બળી જાય છે અને વજન વધતું નથી.

લવિંગ અને લસણ જેવી ગરમ સ્વાદવાળી વસ્તુઓમાં આદુ મિક્સ કરીને ખાવાથી નાક અને મોઢામાંથી લોહી નીકળવાની સમસ્યા પણ થઈ શકે છે.કેટલાક લોકોને આદુ ખાવાથી ગેસની સમસ્યા થઈ જતી હોય છે. જો તમારી આવી સ્થિતિ છે, તો આદુનું સેવન ન કરવું જોઈએ.

આદુ ની પેસ્ટ ત્વચા પર લગાવાથી ઘણી વખત ત્વચા માં બળતરા થાય છે. તેથી જયારે પણ પોતાની ત્વચા પર આદુ ની પેસ્ટ લગાવો તે પહેલા હલકી પેસ્ટ લગાવીને ચેક કરી લો કે આદુની એલર્જી છે કે નહિ. આદુનું વધારે સેવન કરવાથી એસીડીટી, છાતીમાં બળતરા જેવા રોગ થવા લાગે છે. જે આ તમામ રોગોથી બચવા માગતા હોવ તો આદુનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું.

શુગર અને હાયપરટેન્શન જેવી આરોગ્ય સમસ્યાઓમાં આદુ ખાવાથી ખૂબ નુકસાન થાય છે. જો વધુ આદુનું સેવન કરવામાં આવે તો તમારું ઇન્સ્યુલિનનું સ્તર વધી શકે છે. આદૂ શરીરમાં શુગરનું પ્રમાણ ઘટાડી શકે છે. આવા કિસ્સામાં ડાયાબિટીસના દર્દીઓએ આદુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

વધારે પ્રમાણમાં આદુ ખાવાથી આંખોમાં શુષ્કતા આવે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. ઘણી વખત આદુ ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ થાય છે. આ લાલ અને નિસ્તેજ પીળા નિશાનો પહેલા ચહેરા પર દેખાય છે અને તે પછી તે ગળા દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. આદુ ગરમ હોવાને લીધે, તે પીરિયડ્સ દરમિયાન મહિલાઓને મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. પીરિયડ્સ દરમિયાન આદુનું વધારે પડતું સેવન કરવાથી રક્તસ્રાવની સમસ્યા ઉભી થઈ શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here