લોકો તેમના ઘરની આસપાસ હરિયાળી ઉગાડવા માટે વૃક્ષો વાવે છે. કારણ કે તે ફક્ત આપણા માટે જ નહીં પણ પર્યાવરણ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડો ને કારણે જ મનુષ્યોનુ અસ્તિત્વ છે એવું માનવામાં આવે છે.
મનુષ્યને વૃક્ષો અને છોડના પાંદડામાંથી કાગળ, ફર્નિચર જેવી અનેક વસ્તુઓ ઉપરાંત ખુબ જ જરૂરી એવો પ્રાણવાયુ ઓક્સિજન પણ મળી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમા એવા અનેક વૃક્ષો અને છોડ છે કે જે મનુષ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ વિશ્વમા અનેક છોડ એવા પણ છે કે જે મનુષ્યને મોત પણ આપી શકે છે.
કિલર ટ્રી તામિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીનું એક અનોખું ઉત્પાદન છે જે પ્લાન્ટ પેથોલોજી વિભાગ, પ્લાન્ટ પ્રોટેક્શન સ્ટડીઝ વિભાગના રિવોલ્વિંગ ફંડ યોજના દ્વારા બનાવવામાં આવે છે. કિલર ટ્રી એ છોડને સંપૂર્ણપણે નાબૂદ કરે છે જે મંદિર પરિસર, છતની ટોચ, ઇમારતોની દિવાલો, કુવાઓ, નહેરના બંધ અને શટર પર ઉપદ્રવે છે.
લંડનમા એક એવો જ એક છોડ મળી આવ્યો છે. જે સામાન્ય બોલચાલની ભાષામા ‘હોગવીઝ’ અથવા ‘કિલર ટ્રી’ ના નામથી ઓળખાય છે. તેનુ વૈજ્ઞાનિક નામ ‘હેરર્કિલમ મેન્ટાગેજિઅનમ’ છે. આ છોડ લંડનમા લંન્કાશાયર નદીના કિનારે જોવા મળે છે.
આ છોડ સાપ કરતા વધુ ઝેરી છે. જો તમે ક્યારેય આ ઝાડને ટચ કરો છો, તો પછી થોડા કલાકોમાં તમને લાગશે કે તમારી આખી ત્વચા બળી રહી છે.જો કોઈ આ છોડને સ્પર્શે તો માનવ દૃષ્ટિનું જોખમ રહેલું છે અને હજી સુધી આ છોડને થતાં નુકસાનથી બચવા માટે કોઈ સચોટ દવા બનાવવામાં આવી નથી.
આ ખતરનાક છોડની લંબાઈ 14 ફુટ સુધીની છે. જો કોઈ આ છોડને સ્પર્શ કરે છે, તો તેના હાથ પર ફોલ્લાઓ થઈ જાય છે. વૈજ્ઞાનિકો માને છે કે તેને સ્પર્શ કર્યાના 48 કલાકની અંદર, તે તેની ખતરનાક અસરો બતાવવાનું શરૂ કરે છે. છોડ દેખાવમાં જેટલો આકર્ષક છે એટલો જ તે ખતરનાક છે.
આ છોડ ઝેરી હોવાનુ કારણ તેની અંદર મળી આવતી ‘સેન્સિંગઆઈજિંગ ફ્યુરાનોકૌમરીન’ નામનુ ઝેરીલુ રસાયણ છે. જેના કારણે આ છોડને તે ખુબ જ ખતરનાક બનાવે છે. આ છોડ આજુબાજુના વાતાવરણમા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને સંતુલિત કરવામા ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.