દુનિયામાં અનેક પ્રકારના થોર જોવા મળે છે. અલગ અલગ થોર ના અલગ અલગ નામ અને ફાયદા હોય છે. એવોજ એક થોર છે જેનું નામ છે, હાથલા થોર. હાથલા થોર આપમેળે જ ઉગી નીકળે છે. હાથલા થોર નું લાલ ફળ જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે. આપણે આજે આ ફળ વિશે જાણવાના છીએ.
થોર એક રણપ્રદેશનું વૃક્ષ છે. અને તે ખુબ ઓછા પાણીમાં પણ પોતાનો વિકાસ કરી શકે છે. થોરનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે પણ કરી શકીએ છીએ. ફીંડલા એ કેન્સર જેવા રોગોને પણ દૂર કરે છે. ફીંડલા શરીરની દરેક પ્રકારની ચરબી ઓછી કરી શકે છે, કોલેસ્ટ્રોલ ઓછું કરી શકે છે, શર્કરા ઓછું કરી શકે છે, અને રક્તચાપ પણ ઓછો કરી શકે છે, આ બધી જ તકલીફો હૃદય ની કાર્યક્ષમતા પર અસર કરી શકે છે.
ફીંડલા માં મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેનિયમ, ફોલિક એસિડ અને વિટામીન C, B6 થી ભરપૂર હોય છે. ફીંડલા નો મૂળ ઉપયોગ લોહી ની ઉણપ દૂર કરી, લોહીનું શુદ્ધિકરણ કરવાનો છે, પરંતુ તેના બીજા ઘણા ફાયદા થાય છે.
ફીંડલા હિમોગ્લોબીન વધારે જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેથી આપ બીમાર નથી પડતાં. ફીંડલા લીવરની તકલીફ માટે અતિ ઉપયોગી સાબિત થાય છે. તે દમ અસ્થમા ની તકલીફ દૂર કરે છે, શારીરિક નબળાઈ દૂર કરે છે, મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન તંત્ર સુદ્રઢ બનાવે છે, ચામડી ના રોગ માટે પણ ફીંડલા ઉપયોગી માનવામાં આવે છે.
ફિંડલાના બિયાનું તેલ – ભેજયુકત હોય છે, જે ફિંડલાના બિયામાંથી બનાવવામાં આવે છે. તે પ્રસાધનની દુનિયામાં ઝડપથી ફેલાવો પામી રહ્યું છે. તેના ઘણાં કારણો છે તેમાં તે ખૂબ હળવું છે, રક્ષણાત્મક છે, રોગપ્રતિકારક છે. આ તેલ દાઝેલા અને માંદગીમાં સૌથી વધુ વપરાય છે. ફિંડલાના બીનું તેલ મોઈસ્ચરાઈઝર, સુંવાળા વાળ, વાળની ક્ષતિ દૂર કરે છે, માથાના રોગો દૂર કરે છે, વાળને ખરતા અટકાવે છે.
ફીંડલા સાંધાનો ઘસારો દૂર કરે છે અને એમ રહેલું એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. તે હાડકા પણ મજબૂત રાખવામાં મદદ કરે છે. તેને બપોરે અને રાત્રે 50 ml એક ગ્લાસ પાણીમાં આમળા, એપલ વિનેગર, સંચળ, લીંબુ, ચાટ મસાલો વગેરે સાથે મિક્સ કરી શરબત તરીકે પીય શકાય.
ફિંડલામાં ચામડીને સુધારી શકે તેવાં વિટામીન ઈ અને કે હોય છે. તેનાથી માલીશ કરવાથી ત્વચા નીખરે છે. ફિંડલાના રેસા ચયાપચયની પ્રક્રિયા સુધારી કબજિયાતમાં રાહત આપવાનું કામ કરે છે. જમ્યા પછી ફીંડલાનું શરબત પીવાથી કબજિયાત મટે છે. ફીંડલા નું આ શરબત રોજિંદા ઉપયોગમાં પણ લઇ શકાય અને આનાથી કોઈપણ સાઈડ ઈફેક્ટ થતી નથી, માત્ર ફાયદો ને ફાયદો જ છે. આ જ્યૂસમાં કોઇ પ્રિઝર્વેટિવ હોતું નથી માટે આપે અને એક મહિનામાં ઉપયોગમાં લઈ શકો છો.
ફિંડલા ટાઈપ 2 ડાયાબીટીસ, સ્થુળતા, કોલેસ્ટ્રોલ, કોલાઈટીસ, ઝાડા અને પ્રોસ્ટેટ ગ્રંથિમાં સોજો વગેરેમાં સ્વાસ્થ્યવર્ધક છે. તેની છાલ ઉતારી તેને ખાઈ શકાય છે. ફિંડલામાં નાના કડક ઠળિયા હોય તેને ખાઈ શકો તો ખાઈ શકાય પરંતું જો ન ખાવા હોય તો કાઢી સૂકવી અને વાવી શકાય.
ફિંડલામાં એન્ટી-ઈન્ફેલમેટરી ઘટકો હોવાને કારણે. દારૂના નશાની નકારાત્મક અસરો પણ ઓછી કરી શકે છે. તે રેસાયુક્ત, એન્ટીઑક્સિડન્ટયુકત અને કેરોટિન ભરપૂર પ્રમાણમાં ધરાવે છે. આ ફળમાં સંતૃત્પ ચરબી અને કોલેસ્ટ્રોલ ઓછું છે. આ ફળ રોજના ખોરાકમાં લેવામાં આવે તો વિટામિન અને ખનિજ તત્ત્વોની શારિરીક જરૂરીયાત સંપૂર્ણપણે પૂરી કરી શકાય છે.
ફીંડલા સળંગ લાંબો ટાઈમ લેવાથી આંતરડાના કેન્સર થવાની શક્યતાઓ ઘટાડી શકાય છે. ફીંડલામાં રહેલા રેસા લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને રક્ત દબાવને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. ફીંડલા માં રહેલ જૈવિક રસાયણોનો લોહીની પ્લેટલેટ માં રહેલી બીમારીઓને દૂર રાખે છે જેથી હ્રદય ની બીમારીઓ થતી નથી.