મફતમાં મળતી આ વાસ્તુ થી બ્લડ સુગર, એનીમિયા, ડાર્ક સર્કલ જેવી અનેક સમસ્યા માંથી મળી જશે છુટકારો, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જો તમે પણ બટેટા નું શાક બનાવતા પહેલા તેની છાલને છોલીને ડસ્ટબીનમાં ફેંકી દો છો, તો આજે તમારી આદત બદલો.  બટેટા કરતાં  બટેટા ની છાલ વધુ ફાયદાકારક છે કેવી રીતે અહીં જાણો. બટેટાની છાલ તબિયત માટે ઘણી ગુણકારી માનવામાં આવે છે અને બટેટા ની છાલનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી છુટકારો મળી જાય છે.

બટેટા ની છાલ પર કરેલ ઘણી શોધોમાં આ વાત સાબિત પણ થઇ ચૂકી છે. તેથી જો તમે બટેટા ની છાલને ઉતારી દો છો અથવા બટેટાનું સેવન છાલની વગર કરો છો,તો એવી રીતે સેવન કરવાનું બંધ કરી દો અને બટેટા નું સેવન તેની છાલ સાથે જ કરો.

જ્યારે વિશ્વની સૌથી વધુ લોકપ્રિય શાકભાજીની વાત આવે છે,તો જવાબ મોટાભાગના લોકો માટે બટેટા હોય છે. દરેક શાકભાજી સાથે બટેટા નું મિશ્રણ સારું લાગે છે અને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને બટેટા પસંદ નહિ હોય. પરંતુ બટેટા નું શાક બનાવતી વખતે,આપણે પહેલા તેને ધોઈ અને બટેટા ની છાલ કાઢીને પછી જ તેનો ઉપયોગ વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ. પરંતુ બટેટા ની છાલ ડસ્ટબિનમાં ફેંકતા પહેલા બે વાર વિચાર કરો? ચાલો,બટેટા ની છાલના ઘણા ફાયદાઓ વિશે જાણીએ.

બટેટા એ પ્રોટીન,કાર્બ્સ,પોટેશિયમ,વિટામિન સી,વિટામિન બી 6 અને થાઇમિન જેવા પોષક તત્વોનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે. પરંતુ આ બધા પોષક તત્વો તેની છાલમાં બટેટા કરતા પણ વધારે માત્રા માં જોવા મળે છે, તેથી બટેટા ની છાલ ઉતારીને ઉપયોગ કરવાને બદલે બટેટા ને તેની છાલ સાથે ઉપયોગ કરો.

શરીર માં લોહીની કમી થવાથી એનીમિયાની સમસ્યા થઇ જાય છે. એનીમિયા થવા પર નબળાઈ અને ચક્કર જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. એનીમિયાની કમી વધારે મહિલાઓમાં જોવા મળે છે. લોહીની કમી થવા પર આયર્ન યુક્ત વસ્તુઓ ખાવાથી લાભ મળે છે અને બટેટા ની છાલ માં આયર્ન સારી માત્રામાં જોવા મળે છે. તેથી એનીમિયા થવા પર તમે બટેટા નું સેવન તેની છાલ ની સાથે કરો.

જ્યારે તમે બટેટા ની છાલ કાઢીને બટેટા ખાવ છો ત્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. પરંતુ છાલ સાથે બટેટા ખાવાથી શરીરને વધારે ફાઇબર મળે છે જે બ્લડ સુગરના સ્તર નિયંત્રણમાં રાખે છે. બટેટા કફ તથા વાયુ કરનાર,બળ આપનાર,વીર્યને વધારનાર અને અલ્પ પ્રમાણમાં અગ્નિને વધારનાર છે.  બટેટા પરિશ્રમી,રકતપિત્તથી પીડાતા,શરાબી અને તેજ જઠરાગ્નિવાળાઓ માટે અતિપોષક છે.

જો શરીર નો કોઈ ભાગ બળી જાય તો તમે તેના પર તરત બટેટા ની છાલ લગાવવી દો. બટેટા ની છાલ લગાવવાથી ઘાવમાં બળતરા થતી નથી અને ત્વચા ને ઠંડક પહોંચે છે. સઘળી જાતના બટેટા ઠંડા,ઝાડાને રોકનાર,મધુર,ભારે,મળ તથા મૂત્રને ઉત્પન્ન કરનાર,વૃક્ષ,માંડ પચે તેવા અને રકતપિત ને મટાડનાર છે.

બટેટા ની છાલ એ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. પોટેશિયમનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં સોડિયમની માત્રા ઓછી થઈ જાય છે અને રક્ત વાહિનીઓનું તાણ ઓછું થાય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી જ બીપીના દર્દીઓએ છાલની સાથે જ બટેટા ખાવા જોઈએ.

બટેટા ની છાલની મદદથી તમે આંખોની નીચેના કાળા ડાઘથી છૂટકારો મેળવી શકો છો. જો ત્વચા તેલયુક્ત છે અથવા ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યા છે,તો બટેટા ની છાલ તમારી મદદ કરી શકે છે. બટેટા ની છાલને પીસીને તેના રસને માથાની ચામડી પર લગાવો,તેનાથી વાળનો વિકાસ વધે છે.

બટેટા ની છાલમાં ફાઈબર પણ હોય છે, જે મેટાબોલિઝમ સુધારે છે અને કબજિયાતની સમસ્યાથી પણ રાહત આપે છે અને તેનું સેવન કરવાથી વજન પણ વધતું નથી. મેટાબોલીઝમનું સ્તર બરાબર થવાથી વજન ઓછુ થવામાં મદદ મળે છે. તેથી બટેટા ની છાલ ખાઈને વજનને પણ ઓછુ થાય છે.

બટેટા ની છાલ ના ફાયદા સુંદરતાથી પણ જોડાયેલ છે અને બટેટા ની છાલને ચહેરા પર લગાવવાથી કરચલી ની સમસ્યાથી છુટકારો મળી જાય છે. તમે બટેટા ની છાલ લઈને તેમને પોતાની ત્વચા પર રગડી દો અને થોડાક સમય પછી ચહેરા ને પાણી થી ધોઈ લો. એક અઠવાડિયા સુધી રોજ બટેટા ની છાલ ને ચહેરા પર લગાવવાથી કરચલીઓ એકદમ ગાયબ થઇ જશે.

બટેટા ની છાલના ફાયદા શરીરની શક્તિની સાથે પણ જોડાયેલ છે અને તેનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ આવતી નથી. તેથી જે લોકો ને નબળાઈ ની ફરિયાદ રહે છે તે લોકો એ બટેટા ની છાલ નું સેવન કરવું જોઈએ. બટેટા ની છાલની અંદર વિટામીન બી-૩ હોય છે અને વિટામીન બી-૩ શરીર ને તાકાત આપવાનું કામ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top