માત્ર 5 મિનિટમાં જકડાઈ ગયેલ ડોક અને ગરદનના દુખાવાથી છુટકારો મેળવવાનો જબરજસ્ત દેશી ઈલાજ છે આ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ડોકમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે. સામાન્ય રીતે ખરાબ મુદ્રા ગળાના સ્નાયુઓમાં તાણનું કારણ બને છે. જેમ કે કમ્પ્યુટર પર કામ કરવું, સ્ક્રીન તરફ ઝુકવું, લાંબા સમય સુધી મોબાઈલમાં જોવું , સૂતી વખતે ઉચા ઓશીકાનો ઉપયોગ કરવો વગેરે. આજે અમે તમને ડોક ના દુખાવા અને રકતરક મટેના ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું.

ડોક અકડાઇ જવા પર સિંધવ મીઠું ઘણુ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગ માટે ટબમાં હુંફાળુ પાણી ભરો અને તેમાં ૨ કપ સિંધવ મીઠું નાંખો. ૧૫ થી ૨૦ મિનીટ માટે જળમાં પોતાની ડોકને એવી રીતે સેટ કરો કે ડોક પર પાણીનો શેક મળતો રહે. તેનાથી ડોકને ઝડપી આરામ મળશે. તેલની મસાજ કરવાથી માંસપેશિઓને આરામ મળે છે અને તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.

ડોક પર મસાજ કરવા માટે કોઇ પણ તેલને હળવું ગરમ કરીને હળવા હાથે ડોક પર મસાજ કરી શકો છો. હળદર માંસપેશિઓ માટે ફાયદાકારક હોય છે. એક કપ દૂધમાં એક ચમચી હળદર ભેળવીને પીઓ. તેનાથી શરીરની માંસપેશિઓને આરામ મળશે અને અકડામણ પણ દૂર થઇ જશે. આઈસ પેક કે બરફને એક કપડામાં મુકીને જ્યાં દુખાવો થાય છે ત્યાં થોડી મિનિટો રહેવા દો.

ધતુરાનાં પાનનો 800 ગ્રામ રસ કાઢી, તેમાં 10 ગ્રામ હળદર અને 250 ગ્રામ સરસિયું તેલ નાખી, ગરમ કરીને રસ બાળીને માત્ર તેલ બાકી રાખો. આ તેલથી માલિસ કરવાથી ડોક જકડાઈ ગઈ હોય યો સારી થાય અને તકલીફ મટે છે. વાયુ કે કફદોષથી કમરનો દુઃખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાખી, ઉકાળો કરી, તેમાં કપડું બોળી, દર્દવાળા ભાગ પર ગરમ પોતાં મૂકવાથી આરામ મળે છે.

ફૂદીનાંનું તેલ ઉપયોગ કરવા માટે ઠંડા પાણીમાં ફૂદીનાના તેલના ટીપા નાંખો. ત્યારબાદ કોઇ કપડાને તેમાં ડુબાળીને ડોક પર ૧૦ થી ૧૫ મિનીટ માટે રાખો. આમ કરવાથી ડોકની અકડામણ ઓછી થઇ જશે. એક કપડાને સફરજનનાં વિનેગરથી પલાળીને તેને ડોક પર મુકો. જેને એક કલાક ગળા પર રહેવા દેવાથી લાભ થશે. આ પ્રયોગ દિવસમાં બેથી ત્રણવાર કરી શકો છો.

ડોકનો દુ:ખાવો થાય છે, સૂકા ધાણા અને સાકર સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી ભરી બે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વખત ચાવવા. તેનાથી આરામ મળે છે. ડોક જકડાઈ ગયા પર રાસ્ના, બલા, ગોખરૂ, હળદર જેવા દુઃખાવો-સોજો દૂર કરતાં ઔષધો ૩ ગ્રામ માત્રામાં દિવસમાં બે વખત નવશેકા પાણી સાથે લઇ શકાય. ખોરાકમાં તલનું તેલ, લસણ, આદું, અજમો, હિંગ જેવા વાતનાશક દ્રવ્યો વધારે વાપરવા તે સાથે આથાવાળા, ખાટા ખોરાક ન ખાવા.

બે નાળિયેરનું કોપરું કાઢીને તેના નાના ટુકડા કરી તેને ખાંડી નાખવું. ખાંડેલા કોપરાને વાસણમાં ધીમે ધીમે ગરમ કરવું. આમ કરવાથી તેલ છૂટું પડશે. પછી તેલ ઠર્યા પછી કપડામાં નિચોવીને ગાળી લેવું. હવે બે નાળિયેરના નીકળેલાં તેલમાં ત્રણથી ચાર મરીનું ચૂર્ણ અને ત્રણ લસણની કળી વાટીને નાખવી. આ તેલથી જકડાઈ ગયેલા ભાગ પર હળવા હાથે સવારે અને રાત્રે માલિશ કરવી અને તે પછી ગરમ રેતીનો શેક કરવાથી ખૂબ આરામ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top