પગના સોજા, હાથીપગા જેવા ગંભીર રોગથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હાથીપગાને આપણે “ફાઇલેરિયા” નામે પણ ઓળખીએ છીએ. હાથીપગો એ શરીરમાં રહેલી લસિકાગ્રંથિઓમાં ફાઇલેરિયા ના કૃમિ (પરોપજીવી) નો ચેપ લાગવાને કારણે થાય છે. ભારત અને બંગલા દેશ જેવા દક્ષિણ એશિયાના દેશો ઉપરાંત આફ્રિકા, અમેરિકા, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડ જેવા દેશોમાં સૌથી વધુ જોવા મળે છે. ભારતમાં આનું પ્રમાણ આંધ્ર પ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ તથા બિહારના દરિયાકિનારાવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે.

હાથીપગો ચેપી મચ્છર કરડવાથી ફેલાતો રોગ છે જે વુચેરીયા બેનક્રોફ્ટી નામના કૃમિથી થાય છે. આ રોગથી સામાન્યત: દર્દીનું મૃત્યુ થતું નથી પરંતુ દર્દી કાયમી માટે અપંગ બની જાય છે માટે જ જો શરૂઆતના તબક્કામાં નિદાન કરવામાં અાવે તો સારવાર આપીને રોગને આગળ વધતો અટકાવી શકાય છે.

આ રોગ સ્ત્રી-પુરુષ અને બાળકોના શરીરના નીચેના ભાગના અંગો માં થાય છે. આ રોગ માદા મચ્છરના કરડવાથી ફેલાય છે. લસિકાગ્રંથિમાં પુખ્ત માદા કૃમિ સૂક્ષ્મ કદના અનેક લાર્વા છોડે છે. જે લોહીના પ્રવાહમાં ભળે છે. જેને હાથીપગાના સૂક્ષ્મ જંતુઓ (માઇકોફિલેરી) કહે છે. વ્યક્તિને મચ્છર કરડે ત્યારે તેના ડંખમાથી તે લાર્વા અન્ય વ્યક્તિના શરીરમાં પ્રસરે છે.

હાથીપગા ના લક્ષણો માં હાથીપગો થાય ત્યારે અવાર નવાર ખુબજ તાવ આવે છે.બેચેની અનુભવાય.ઠંડી લાગે.અંગ અકડાય જાય.લસિકાગ્રંથિમાં સોજા આવી જાય છે.પગ તથા જનાનગોમાં સોજા આવી જાય છે.

હાથીપગોનું વૈજ્ઞાનિક નામ ફિલેરિયાસિસ છે જે વાસ્તવમાં ફિલેરિયા નામના વર્મ્સને કારણે થતો એક ચેપી રોગ છે. આ રોગની શિકાર વ્યક્તિને કરડેલો મચ્છર જ્યારે કોઈ બીજી વ્યક્તિને કરડે ત્યારે એના દ્વારા આ વર્મ્સ નવી વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે.

નવી વ્યક્તિના શરીરમાં પ્રવેશેલા આ વર્મ્સ પોતે કશું કરતા નથી. એ તો માત્ર આ નવા શરીરનો ફળદ્રુપ જમીન તરીકે ઉપયોગ કરીને એમાં ઈંડાં મૂકે છે જેમાંથી સમયાંતરે એનાં બચ્ચાંનો જન્મ થાય છે.

આ બચ્ચાં માઇક્રોલાર્વી તરીકે ઓળખાય છે. આ લાર્વી જ્યારે આપણી લિમ્ફેટિક નર્વ્સના સંપર્કમાં આવે છે ત્યારે ત્યાં એનો ભરાવો થઈ જાય છે જે આપણી આખી લિમ્ફેટિક સિસ્ટમને ખોરવી નાખી એમાં બગાડ ઊભો કરે છે અને આ બગાડ આગળ જતાં રોગનું સ્વરૂપ ધારણ કરી લે છે.

આ રોગમાં શરીરમાં જન્મ લેતી લાર્વી આ લિમ્ફેટિક સિસ્ટમને બ્લૉક કરી દે છે એટલે જે સત્વો હૃદય તરફ પાછાં ફરવાં જોઈએ એ અધવચ્ચે જ અટવાઈ જાય છે અને એમનો ભરાવો થતાં સોજો આવતાં શરીરનો એ ભાગ જાડો થતો જાય છે. આપણે મનુષ્યો બે પગ પર ઊભા રહેતા જીવો છીએ એટલે ગુરુત્વાકર્ષણની સૌથી વધુ અસર પણ આપણા પગ પર જ થાય છે. એથી આ રોગના મોટા ભાગના દરદીઓમાં આ રોગની અસર મહદંશે તેમના પગ તથા જનનાંગો પર જોવા મળે છે.

હાથીપગાની સારવાર માટે (ડી.ઇ.સી) નામની દવા આપવામાં આવે છે. દવાનો ડોઝ ડોક્ટરએ આપેલી સુચના અનુસાર તેમને ડોઝ પુરા કરવા જોઇયે. મચ્છર ન કરડે તેની કાળજી રાખવી જોઇયે. દવાનો વાર્ષિક ડોઝ લેવો જરૂરી છે.

સુંઠને ગોમુત્ર કે ગરમ પાણી સાથે રોજ લેવાથી હાથીપગાનો રોગ મટે છે.ગોમુત્રમાં ગોળ અને હળદર મેળવી પીવાથી હાથીપગું મટે છે.

પગ ઊંચો રાખવાથી,પગ ની ફરતે ઇલાસ્તિક નો પટો કાયમી પેહરી રાખવાથી, ખાસ પ્રકારના મસાજ કરવાથી અને પગ મ ફૂગ અને બેક્ટેરિયા નો ચેપ નાં લાગે એની કાળજી રાખવાથી ઘણો ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top