આયુર્વેદ નું ઉત્તમ કફનાશક ઉપરાંત અસ્થમા જેવા અનેક રોગ માટે રામબાણ છે આ ઔષધ, અહી ક્લિક કરી જરૂર જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વિશ્વના ઘણા રોગોની સારવાર ઘરેના રસોડામાં રહેલા મસાલામાંથી જ જોવા મળે છે.જેમ કે શરદી અથવા ઉધરસ માટે હળદરજરૂરી છે,તેમજ ગળાની તકલીફ માટે મીઠાના પાણીથી કોગળા કરવાનું કહે છે.અરડૂસી અનેક પ્રકારના ગંભીર રોગ માટે એક સરળ ઉપાયછે.તે એક ઝાડીદાર છોડ છે અને તેના ફૂલો સફેદ હોય છે.

અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અરડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે.

અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે.

અસ્થમા જેવી બીમારીથી બચવા માટે અરડૂસીનો ઉપયોગ થાય છે.કફનીતકલીફથી બચવા માટે પણ અરડૂસી ઉપયોગી છે.તે કફને સંપૂર્ણપણે ઓગાળવામાં અને શરીરમાંથી બહાર કાઢવામાં ખૂબ મદદ કરેછે.

અરડૂસીનો ઉપયોગ કફ,તાવ,કમળો વગેરે જેવા રોગોને મટાડવા માટે પણ થાય છે.તેના સૂકા પાંદડા, કાચી જડીબુટ્ટીઓ વેચતી દુકાનમાંથી ખરીદી શકાય છે.

ઘણા લોકોને વારંવાર મોમાં ચાંદા રેવાની તકલીફ રહે છે અને મોંના ચાંદાના કારણે તેઓ બરાબર રીતે જમી પણ નથી શકતા.તો મોંનાચાંદાના ઉપાય માટે,તમારે અરડૂસીના બે થી ત્રણ પાન ચાવવાથી અને તેનો રસ ચૂસવાથી મોંના ચાંદા મટે છે.

અરડૂસીની ડાળીથી દાતણ કરવાથી  દાંત અને પેઢાની સમસ્યા મટે છે.આની સાથે જો તેનાથી નિયમિત દાતણ કરો,તો દાંતઅને પેઠમાં રહેલો સડો દૂર થાય છે.

અરડૂસીનાં તાજા પાનનો રસ કાઢી અને તેમાં મધ મેળવીને ચાટવાથી તે શરદી અને શ્વાસ જેવી તકલીફ દૂર થાય છે.આની સાથે સૂકી ઉધરસ પણ મટે છે,અરડૂસીનાં તાજા પાન,સૂકી દ્રાક્ષ અને સાકરનો ઉકાળો દિવસમાં ત્રણથી ચાર વખત પીવાથી સુકી ઉધરસ મટે છે.

સ્ત્રીઓના માસિક ગાળામાં અનિયમિતતાને સુધારવા માટે,અરડૂસી ખુબ ફાયદાકારક છે.અરડૂસીનાં 10 ગ્રામ પાંદડા,મૂળા અને ગાજરનાં 6 ગ્રામ દાણાનો અડધો લિટર પાણીમાં ઉકાળો કરો અને જ્યારે આ પાણી ઉકળીને એક ચોથો ભાગ થઈ જાય,ત્યારે આઉકાળો પીવાથી માસિક સમસ્યાઓ દૂર થાય છે.સાથોસાથ વધારે રક્તસ્રાવની સમસ્યા પણ દૂર થાય છે.

જેમને પેશાબ યોગ્ય રીતે ન થતો હોય અથવા વારંવાર પેશાબ જવું પડે છે,તેઓને 10 ગ્રામ તરબૂચના બી અને 10 ગ્રામ અરડૂસીનાં પાંદડા બરાબર પીસીને ખાવાથી આ સમસ્યાથી મુક્તિ મળે છે.

અરડૂસીનો ઉપયોગ સાંધામાં થતા દુખાવા અને સોજા ઘટાડવા માટે થાય છે.તેમાં જોવા મળતા બળતરા વિરોધી ગુણધર્મો સાંધાના સોજા ઘટાડવામાં મદદગાર છે.અરડૂસીનાં પાંદડાની પેસ્ટને સોજોવાળા વિસ્તારમાં લગાવવાથી સાંધાનો દુખાવો અને સોજા મટે છે.

અરડૂસી ઉત્તમ ઉત્તેજક, કફનિઃસારક અને સંકોચ વિકાસ પ્રતિબંધક છે, તેના ફૂલો, તીખાં, કડવા, તૂરા, મૂત્રજનન, કફધ્ન, જવરધ્ન અને લોહીની ઉષ્ણતા ઓછી કરનાર છે.

બાળકની નસકોરીનો રોગ મટાડવાની અરડૂસીમાં પ્રબળ ક્ષમતા રહેલી છે. અરડૂસીનો તાજો રસ બેથી ચાર ચમચી જેટલો સવારે અને રાત્રે પીવાથી નસકોરી ફૂટતી નથી. માત્ર નસકોરી જ નહીં, મુખથી તે મળમાર્ગ સુધીના કોઈપણ સ્થાનનો રક્તસ્ત્રાવ અરડૂસી મટાડે છે. એટલા માટે જ ક્ષય, ઉધરસ, લોહીવા, અત્યાર્તવ, આંત્રવ્રણ. અલ્સરેટીવ કોલાયટીસ મસા, હાઈ બ્લડપ્રેશર વગેરેમાં વૈદ્ય તેનો વિભિન્ન રીતે ઉપયોગ કરે છે.

અરડૂસી ઠંડી, હળવી અને લૂખી છે. સ્વાદમાં મુખ્યત્વે કડવી છે. કફ અને પિત્તના રોગોને મટાડે છે. (લોકોમાં અરડૂસી ગરમ હોવાની માન્યતા છે તે સદંતર ખોટી છે. અરડૂસી કફના રોગોમાં કફના સ્નિગ્ધ ગુણને નાશ કરનારા તેના રુક્ષ ગુણને કારણે યોજવામાં આવે છે.) વિપાકમાં તીખી છે, વાયુ કરનારી છે.

ક્ષયમાં સાથે ગળફામાં સાથે લોહી પડતું હોય ત્યારે અરડૂસીના દસથી વીસ તાજાં પાનનો રસ સવારે-રાત્રે આપતાં રહેવું. અથવા પુટપાક વિધિથી રસ કાઢી અધ સાથે આપવો અથવા ‘વાસાઘૃત’ આપવું.

અરડૂસીનાં પાન સમાન ભાગે હરડે અને કાળી દ્રાક્ષમાં મેળવી ક્વાથ કરી મધ મેળવીને આપવું. અરડૂસીનો રસ આદું અને મધ સાથે આપતાં રહેવાથી પણ કફનો સ્ત્રાવ થવાથી શ્વાસમાં રાહત થાય છે.

સૂંઠના ઉકાળામાં અસડૂસીનાં પાન ઉકાળીને ઠરે ત્યારે મધ મેળવીને લઈ શકાય. તાજાં પાનને સીકવી બીડી કરીને પીવાથી ફાયદો થાય છે. વાસાઘૃત કે વાસાવલેહ પણ લઈ શકાય.

અરડૂસીનાં પાનનો સ્વરસ કે ઉકાળો ગોમૂત્ર મેળવીને આપવો અને તેની જ માલિશ કરવી. ગોમૂત્રને બદલે પાવામાં મધ પણ મેળવી શકાય.અરડૂસીનાં પાનનો રસ મધ સાથે અથવા લીંબુના રસ સાથે આપવો.

શંખચૂર્ણ કે શંખભસ્મ સાથે અરડૂસીનો રસ બારીક પીસી, શરીરે ચોપડવાથી શરીરની દુર્ગંધ નાશ પામે છે.જલદી પ્રસવ થાય તે માટે અરડૂસીનું મૂળ કેડે બાંધી રાખવું અથવા અરડૂસીના મૂળને પાણીમાં ઘસીને, નાભિ, પેડુ અને યોનિ પર ચોપડવું.

બાળક ભરાઈ ગયું હોય તેમાં મધ સાથે, આદુંના રસ સાથે કે તુલસીના રસ સાથે એક ચમચી અરડૂસીનો રસ આપવો. તેના પાનને અજમા અને હળદર સાથે પીસી, ગરમ કરેલો લેપ છાતીએ અને કપાળે કરવો. અથવા ગરમ કરેલાં પાન છાતી પર બાંધવાં.

ઘારાં, ચાંદાં કે ગડગૂમડ માં અરડૂસીનાં મૂળ પાણીમાં ઘસીને રોજ બે વખત લગાડવાં અથવા સુકાયેલા અરડૂસીનાં પાન બાળી તેના એરંડિયામાં ઘૂંટી તે મલમ લગાડવો. અને ૪ ગ્રામ હરડે મેળવીને તેનો એક કપ રસ સવારે પીવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top