કારતક મહિનાના શનિવારે અચૂક કરો આ કામ, હનુમાનજી કરશે દરેક મનોકામના પૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણે ત્યાં ભારતીય પરંપરામાં પ્રત્યેક દેવી – દેવતાઓ ની ઉપાસના માટે ચોક્કસ દિવસો નક્કી કરવામાં આવ્યા છે, જેના કારણ જોતા એવું લાગે છે કે ચોક્કસ દિવસોમાં દેવી દેવતાઓની ઉપાસના કરવાથી તે દેવી કે દેવતાઓની વિશેષ કૃપા – ઉર્જા મેળવી શકાય છે.શનિવારના દિવસે જો હનુમાન ચાલીસના પાઠ કરવામાં આવે તો હનુમાનજીની વિશેષ કૃપા મળે છે. હનુમાનજી માટે કોઈ પણ કામ કરવું અશક્ય નહોતું એવી ચોપાઈ સુંદરકાંડમાં છે.

‘પવનતનય બલ પવન સમાના, બુદ્ધિ બિબેક વિજ્ઞાન નિધાના’,  ‘કવન સો કાજ કઠિન જગ માંહી, જો નહીં હોય તાત તુમ પાહી’

પવન જેવું શરીર અને બળ ધરાવનારા , વિવેક પૂર્વકની બુદ્ધિ અને વિજ્ઞાન જેમનામાં છે એવા હનુમાનજીથી એવું કોઈપણ કામ નથી જે એમના માટે કઠીન હોય. હનુમાન ચાલીસાના પાઠમાં જ આવે છે કે, સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા. હનુમાન ચાલીસના પાઠ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, જીવનમાં આવતા સંકટો હનુમાનજી મહારાજની ઉપાસનાથી દૂર થાય છે. ઉપરાંત બીમારી ટાળવા માટે નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા પંક્તિનો નિરંતર પાઠ કરવાથી ફાયદો થાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પ્રાપ્ત થાય છે.

“હ”, અક્ષરનો અર્થ થાય હકારાત્મકતા, હનુમંત તત્વ હકારાત્મ્ક છે, “નુ”, અક્ષરનો અર્થ કરતા કહે છે કે હકારાત્મકતા હોવી જોઈએ પણ એ કોઈને નુકશાન કરે એવી ના હોવી જોઈએ.એટલે કે નુકશાન કારક હકારાત્મકતા ના હોવી જોઈએ.”મા”, હનુમાનજી મહારાજ માનદ છે, માન આપનાર, માન દાતા છે.”ન”, નો અર્થ થાય નમ્રતા, સહજતા.

શનિવારે સવારે જલ્દી જાગો અને હનુમાનજીની પૂજા કરો. પૂજામાં પ્રસાદ સ્વરૂપે ગોળ, નારિયેળ, લાડવા ધરાવો. બપોરે ગોળ, ઘી, ઘઉંના લોટથી બનેલું રોટલીનું ચૂરમું અને સાંજે કેળા, સફરજન જેવા ફળનો ભોગ ધરાવવો જોઇએ. હનુમાનજીને ચોલા ચઢાવતી સમયે ચમેલીના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો. પૂજા કરનાર વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. ઘરમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવું. શરીર અને મનને સ્વચ્છ રાખો. લાલ અથવા પીળા રંગના ફૂલ અર્પણ કરો. આ ફૂલમાં કમળ, ગલગોટા, ગુલાબ વગેરે વિશેષ મહત્ત્વ ધરાવે છે. હનુમાનજીને કેસર સાથે લાલ ચંદનનું તિલક લગાવો. પૂજા દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ.

ૐ રામદૂતાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઇએ. પવનપુત્ર હનુમાનજીની ત્રણ પરિક્રમા કરવાનું વિધાન છે. હનુમાનજીની પૂજા કરનાર વ્યક્તિએ મહિલાઓનું સન્માન કરવું જોઇએ. કોઇપણ મહિલા પ્રત્યે ખોટાં વિચાર મનમાં લાવવા જોઇએ નહીં.

ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી માટે માગશર મહિનો ખુબજ ખાસ હોય છે. કારણ કે એજ મહિનામાં ભગવાન શ્રી રામ અને સીતા માતાના લગ્ન થયા હતા. અને માન્યતા પણ એવીજ છે કે ત્યારથી લઈને આજ સુધી આ મહિનો લગ્ન માટે ખુબજ શુભ માનવામાં આવે છે. અને માગશર મહિનામાં ભગવાન શહરી રામની પૂજા કરવાથી હનુમાનજીની કૃપા પણ આપણા પર વરસે છે.

શનિવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી જાતકોને કોઈ પણ પ્રકારના કષ્ટનો સામનો નથી કરવો પડતો. અને આજે અમે જણાવીશું કે શનિવારના દિવસે આટલા ઉપાયો કરવાથી હનુમાનજી પ્રસન્ન થઇ જાય છે. શનિવારે મંદિરમાં હનુમાનજીને એક નારિયેળ અર્પિત કરવું તેમજ હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ. શનિવારની રાત્રે હનુમાનજીની સામે ચારમુખ વાળો દીવો કરવો. આ ઉપાયથી જાતકની દરેક સમસ્યા દુર થઇ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top