સુંદર અને ભરાવદાર વાળ ફક્ત યુવતીઓ જ નહી યુવકોને પણ ગમે છે. દરેક લોકો તેમના ખરતા વાળથી પરેશાન છે.વ્યક્તિની હેર સ્ટાઇલ તેની સુંદરતા અને વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ ખરતા વાળને કારણે લોકો ખૂબ પરેશાન છે. પરંતુ આહારમાં પોષક તત્વોનો ઘટાડો અને હોર્મોનના અસંતુલન હોવાને કારણે વાળ પાતળા થઇ જવા સૌથી મોટુ કારણ છે.
નિયમિત કરો કોબીજ નું સેવન :
કોબીજ એક એવું શાક છે. જેમા મોટા પ્રમાણમાં સલ્ફર અને લોહ તત્વ રહેલા છે. તેનું નિયમિત સેવન કરવાથી વાળ ખરવાનું બંધ થઇ જશે અને વાળ ભરાવદાર થશે. આ શાક તમે સલાડ તરીકે પણ સેવન કરી શકો છો. તે સિવાય કોબીજની પેસ્ટ બનાવી તેને મુલ્તાની માટી સાથે વાળમાં લગાવો. આમ કરવાથી 15 દિવસમાં ખરતા વાળ, સફેદ વાળ જેવી સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
કુદરતના ખજાનામાં તે સિવાય પણ ઘણાં નુસખા છે. જેનો પ્રયોગ કરીને તમે સહેલાઇથી વાળને મજબૂત અને ભરાવદાર બનાવી શકો છો.તે ઉપરાંત વાળને મજબૂત બનાવવા માટે તણાવ અને સકારાત્મક વિચાર પણ ખૂબજ જરૂરી છે.
નિયમિત તેલ થી મસાજ કરો :
જે રીતે માથામાં તેલ નાંખવું જરૂરી છે તે રીતે વાળની સફાઈ અને ધોવા પણ જરૂરી છે. જો તમારા વાળ લાંબા હોય તો અઠવાડિયામાં બે વાર ધોવા.માથાની સફાઈ ખૂબ જરૂરી છે. વાળ માટે પોષણયુક્ત ખોરાક જરૂરી છે. વાળ માટે આહાર ખૂબ સારો હોવો જોઈએ. જેમ કે- લીલી અને તાજી શાકભાજી, બદામ, માછલી, નારિયેળ વગેરે આ તમામને ડાયટમાં સામેલ કરો અને લાંબા વાળ મેળવો.
નિયમિત ત્રિમ કરો :
વાળને ત્રણ મહિનામાં એકવાર તો જરૂર ટ્રિમ કરાવવા, જેથી બેમુખી વાળમાંથી મુક્તિ મળે. વાળને ટ્રિમ કરાવવાથી વાળ જલ્દી વધતા પણ હોય છે. લાંબા વાળને પ્રદૂષણ, ધૂળ, માટી અને હવાથી બચાવવા જોઈએ. જો તમે ક્યાંય પ્રવાસ પર નીકળ્યા હોવ તો વાળને બાંધી લેવા જોઈએ.
વાળને જલ્દી વધારવા માટે ગમે તે તેલ ઉપયોગ ન કરો. આ માટે વાળ અનુરૂપ તેલની પસંદગી કરો. લીમડાના પાંદડા તથા બોરના પાન સરખા ભાગે લઈ પાણીમાં વાટી વાળમાં લેપ કરવો. સુકાયા બાદ ધોઈ લેવાથી વાળ વધે છે અને ખોડો મટે છે.
તુલસી અને આંબળા :
તુલસીના પાંદડા અને આંમળાને પાણીમાં વાટી તેનો લેપ કરવાથી પણ વાળ ખોડા રહિત, કાળા તથા સુંવાળા બને છે.
લીંબુનો રસ દરેક પ્રકારના વાળમાં ફાયદો કરે છે. માથું ધોવાના પાણીમાં લીંબુનો રસ મેળવી અથવા લીંબુ નીચોવી લઈ માથામાં ઘસવાથી પણ વાળ લાંબા થાય છે તથા ખોડો મટે છે. વાળ માટે ખાટું દહીં ખૂબ ફાયદાકારક હોય છે.
યોગ્યરીતે માલિશ કરો :
વાળના યોગ્ય પોષણ માટે તેલની માલિશ બહુ જરૂરી છે. જે તેલ તમારા માથાની ત્વચામાંથી નીકળે છે કે સીબમ હોય છે, તેલ નહીં. જે વધારે નીકળવાથી માથાની ત્વચામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ખોડા જેવી સમસ્યા સર્જાઇ શકે છે.
નારિયેળ, ઓલિવ, બદામ, જોજોબાનું તેલ. આ તેલથી તમે અઠવાડિયામાં એકવાર વાળમાં મસાજ કરશો તો વાળ મજબૂત અને ભરાવદાર બનશે.
નશીલા પદાર્થો થી રહો દુર :
વાળનો સીધો સંબંધ પેટ સાથે હોય છે. જો પાચનતંત્ર અને પાચનક્રિયા સારી નહીં હોય તો વાળની જડ નબળી થશે અને તે તૂટવા લાગશે. એટલા માટે ખાન-પાન અને કબજિયાત ન થાય તેનું હંમેશા ધ્યાન રાખો. જો શક્ય હોય તો ચા, કોફી, પાન-તમાકૂ, મિર્ચ-મસાલા વગેરે નશીલા પદાર્થોથી દૂર રહો.
બીયરમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને માલટોસ હોય છે. જે વાળની દેખરેખ માટે મહત્વની સામગ્રીઓ ગણાય છે. તેમાં બાયોટિન પણ હોય છે જે ટાલ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ખોડો ભગાડે છે. માલટોસ વાળને મજબૂતી અને વિટામિ સી પ્રાકૃતિક ચમક આપે છે.
બેકિંગ સોડા :
બેકિંગ સોડામાં રહેલા તત્વો ઘણા બધા ગુણો ધરાવે છે. જેમ કે, એન્ટિ બેક્ટેરિયલ મેડિસિન છે, તે બેક્ટેરિયાને અવરોધે છે. તેના ઉપયોગથી કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થવાનો ડર રહેતો નથી. એટલા માટે તે વાળ માટે શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે.
બટાકા નો રસ :
બટાકાનો રસને વાળને ખરતા અટકાવવા તથા ઘટ્ટ અને લાંબા બનાવવામાં મદદ કરે છે. આના માટે બટાકાનો રસ કાઢી તેને 15 મિનિટ સુધી માથામાં રાખો અને પછી ધોઈ નાખો. વાળને મજબૂત અને ઘટ્ટ બનાવવા નિયમિતપણે પ્રોટીન મળવું જરૂર છે. જો ઈંડાથી કોઈ વાંધો નથી તો તેની મદદથી તમે થોડા જ દિવસોમાં શાઈની અને લાંબા વાળ મેળવી શકો છો.
ઓલીવ અને નાળીયેર તેલ :
ઓલિવ અને નારિયેળ તેલ બંને તેલને ભેળવીને અથવા અલગ-અલગ ઉપયોગ કરવાથી પણ વાળ મજબૂત થાય છે. રોજ આ તેલ લગાવીને 45 મિનિટ સુધી રહેવા દો પછી વાળ ધોઈ લો અથવા આ પ્રયોગ સપ્તાહમાં ત્રણ વાર કરો.