ઉંમરની સાથે-સાથે હાડકાં પણ નબળા થતા જાય છે. તેમનામાં તે મજબૂતી નથી રહેતી કે લોકો દરેક કામ ખૂબ જ સરળતાથી કરી લે. કેટલાક કિસ્સામાં તો હાડકાં ખૂબ જ નબળા જ થઇ જાય છે અને આ સ્થિતિને ‘ઑસ્ટિયોપોરોસિસ’ કહેવામાં આવે છે. આ કારણથી હાડકાંમાં ફ્રેક્ચર પણ થઇ શકે છે.
ક્યારેક-ક્યારેક તો હાડકાં એટલા નબળા થઈ જાય છે કે પડી જવાને કારણે તે તૂટવાનો પણ ડર રહે છે. કેટલાક પોષક તત્ત્વોની ઉણપ પણ હાડકાંમાં નબળાઈનું કારણ બની શકે છે. અમે તમને એવી વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે નબળા હાડકાં ને મજબૂત બનવી શકો છો.
આહારમાં તલ સામેલ કરો. આ હડકાની નબળાઈ અટકાવવાનો સૌથી સારો ઉપાય માનવામાં આવે છે. હકીકતમાં તલના બીજ કેલ્શિયમથી ભરપૂર હોય છે જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. દરરોજ એક મુઠ્ઠી શેકેલા સફેદ તલના બીજનું સેવન કરી શકો છો. તેને ગરમ દૂધમાં નાખીને પણ પી શકાય છો.
દહીંનું સેવન હાડકાંઓ માટે પણ સારું ગણવામાં આવે છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર હોય છે, જે આપણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દહીંમાં ક્વોલિટી પ્રોટીન પણ મળી આવે છે. દહીંનું સેવન નિયમિત સેવનથી હાડકાની નબળાઈ દૂર કરી શકે છે અને હાડકાં મજબૂત બનાવવામાં મદદ મળી રહે છે.
અનાનસની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે હાડકાઓને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એનું સેવન કરવાના કારણે ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે. જો દિવસ દરમિયાન એક ગ્લાસ જેટલા અનાનસનું જ્યુસ નું સેવન કરવામાં આવે તો દિવસ દરમિયાન જરૂરી એવું મેગ્નેશિયમ અને કેલ્શિયમ તેમાંથી મળી રહે છે.
દરરોજ એક સફરજન ખાવાથી હડકાની નબળાઈ ટળી શકે છે. સફરજનમાં પોલિફેનોલ્સ અને ફ્લવોનોઇડ્સ જેવા એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે જે હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજનને તેની છાલ સહિત ખાવું એ વધુ ફાયદાકારક હોય છે.
જો દરરોજ સવારે સોયાબીન ખાશો તો તે હાડકાને મજબૂત બનાવે છે. સોયાબીનમાં પ્રોટીન તેમજ અન્ય આવશ્યક પૂરવણીઓ હોય છે, જેનાથી હાડકાંની નબળાઈ ટાળી શકાય છે. સોયાબીનને ઈંડા કરતાં વધુ શક્તિશાળી ગણવામાં આવે છે કારણ કે સોયાબીન માં કેલ્શિયમ, ફાઈબર, થાયમીન, રિબોફ્લેવિન, અમીનો, વિટામીન ઈ, સહિત ઘણા પ્રકારના પોષક તત્વો મળે છે.
જો સવારે નાસ્તામાં ધાણા ના પાન લો તો તે હાડકાઓને મજબૂત બનાવે છે. કોથમીરના પાંદડા પૌવા અને પરાઠામાં સાથે ખાઈ શકો છો. આ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. બ્રોકલી ને પણ હાડકા માટે અતિગુણકારી માનવામા આવે છે. આ બ્રોકલી મા કેલ્શિયમ પૂરતા પ્રમાણ મા હોવા ને લીધે હાડકા ની મજબૂતાઈ મા વધારો આવે છે અને હાડકાંની નબળાઈને દૂર કરે છે.
કેળામાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. કેળમાં રહેલા આ ત્રણે પોષક ત્તત્વો હાડકાની મજબૂતી માટે ઘણા જરૂરી છે. તેને રોજ ખાવાથી હાડકાં મજબૂત થાય છે. કાચા કેળામાં રહેલા મેગ્નેશિયમ તથા કેલ્શિયમનું પ્રમાણ હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી છે. તેમજ કાચા કેળા સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.
નાસ્તામાં દરરોજ સવારે દૂધ પીવું જોઇએ. દૂધને સાદૂ પણ પી શકો છો અને શેક બનાવી ને પણ પી શકો છો. દૂધ માં કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. જે હાડકાં માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. દૂધનું સેવન કરવાથી હાડકા મજબૂત રહે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.