સત્યઘટના: આ વ્યક્તિને ગુસ્સામાં ભાન ન રહેતા ભર્યું આવું ભયંકર પગલું, અંતે ખબર પડી કે તેના ગુસ્સા ને લીધે દીકરાને…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ એક સત્યઘટના છે. અમેરિકામાં એક માણસ મોંઘીદાટ કાર લઈ આવ્યો હતો. સપનાની કાર ખરીદવાના કારણે એ ખૂબ જ આનંદમાં આવી ગયો હતો. જે સાંજે એ કાર લઈ આવ્યો હતો એ સાંજથી રાતે સૂવા પડ્યો ત્યાં સુધી એ ગીતો ગણગણતો હતો. ઘરના બધા પણ એની ખુશી જોઈને ખુશ થઈ રહ્યા હતા. બીજા દિવસની સવારે એ ખુશખુશાલ ચહેરે બહાર

આવ્યો. પોતાની મનપસંદ કારને જોવા માટે એણે દૃષ્ટિ કરી, પરંતુ એક એવું દૃશ્ય એને જોવા મળ્યું કે જેનાથી એને અત્યંત આઘાત લાગ્યો. એના મોંમાંથી ચીસ નીકળી પડી. એનો પાંચેક વર્ષનો દીકરો હાથમાં પથ્થર લઈને કારની ઉપર કંઈક લીટા કરી રહ્યો હતો. એ માણસને ભયંકર ક્રોધ ચડ્યો. ગુસ્સામાં આંધળા થઈને એણે દોટ મૂકી. નાનકડા છોકરાના હાથને પકડીને જોરજોરથી એણે બાજુની ફેન્સિંગ સાથે અફળાવ્યો. એટલાથી એનો ગુસ્સો શાંત ન થયો એટલે એણે બાજુમાં પડેલો પથ્થર લઈને એ છોકરાના હાથ પર મારી દીધો.

છોકરાએ ભયંકર ચીસ પાડી. પછી એ બેભાન જેવો થઈ ગયો. એ વખતે પેલા માણસને ખ્યાલ આવ્યો કે ગુસ્સામાં એનાથી થોડુંક વધારે મરાઈ ગયું હતું. આમેય ગુસ્સો ઓછો થયા પછી કે ઊતર્યા પછી જ દરેક વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થાય છે. આ માણસને પણ એવું જ થયું. દીકરાને વધારે પડતું વાગી ગયું છે એવો ખ્યાલ આવતા જ એ માણસ એને લઈને હૉસ્પિટલ દોડ્યો.

ડૉક્ટરે છોકરાને તપાસીને કહ્યું કે એના બે આંગળાને એટલી બધી ઢે ઈજા (ક્રશ ઇન્જરી) થઈ ચૂકી છે કે એના બે આંગળા કાપી નાખવા પડશે. બીજો કોઈ રસ્તો જ ન રહેતા સર્જરી કરાવવી પડી. નાનકડો બાળક સર્જરી પછી ભાનમાં આવ્યો. ખાટલાની બાજુમાં બેઠેલા પોતાના પિતા સામે જોઈને બોલ્યો, “પપ્પા ! તમારી નવી કારને બગાડવા માટે સૉરી હોં ! આપણે મારી પિગી બૅન્કમાંથી પૈસા લઈને એ સરખી કરાવી લઈશું, પણ હૈં પપ્પા ! મારી આ કપાયેલી આંગળીઓ ફરીથી ક્યારે ઊગશે ? બાળકે સહજ રીતે પૂછેલા આ નિર્દોષ સવાલનો એ માણસ સામનો ન કરી શક્યો.

રડતો રડતો એ ઘરે પહોંચ્યો. કાર પાસે જઈને પોતાના દીકરાએ પથ્થર વડે જે જ્ગ્યાએ લીટા કર્યા હતા એ જોયું. જોતાં જ એ ઢગલો થઈ ગયો. ગડબડિયા અક્ષરે એના દીકરાએ લખ્યું હતું, ‘ડૅડી, આઇ લવ યુ ! પપ્પા, હું તમને ખૂબ ચાહું છું !)’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top