એસિડિટી મટાડવા ચૂર્ણ બનાવવાની રીત:
એસિડિટી થાય ત્યારે છાતીમાં બળતરા થાય, ખોરાક પ્રત્યે અરૂચિ રહે છે, ઘણા કેસમાં દર્દીને પેટમાં દુખે છે. ખરાબ ખાટા ઓડકાર અથવા ઉબકા આવે છે અને મોઢાનો સ્વાદ બગડી જાય છે. માથું સખત દુઃખે છે. ઘણી વાર મસાલાથી ભરપૂર વસ્તુઑ એટલે કે જેમાં તેલ, મરચુ અને ખટાશ વધારે પડતી માત્ર માં હોય અને ચરબીવાળો ખોરાક વધારે ખાવાથી તેનું પાછાં બરાબર થતું નથી અથવા ઘણા લોકો ને દાંત ખરાબ હોય તો ખોરાક બરાબર ણ ચવાવો વગેરેને કારણોને લીધે આ રોગ થાય છે. તો ચાલો આજે તેના ઉપાયો વિષે જાણીશું.
આ માટે તમે લીંબુ અથવા સંતરાના રસમાં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, એક ચપટી સિંધાલૂણ અને બે રતીભાર હિંગ મેળવીને આ ફાકી લઈ લેવી. આ ઉપરાંત રાખવી પડતી પરેજીમાં કડક ચા, કૉફી,તમાકુ, દારૂ, માંસ અને મસાલા વગેરેને સદંતર બંધ કરવાં.
બીજો ઉપાય જોઈએ તો તે માટે એક ગ્રામ શંખભસ્મ, એક ગ્રામ હિંગ, એક ગ્રામ સૂંઠનો ભૂકો લઈ ચૂર્ણ બનાવવું. આ ચુર્ણને ગરમ પાણી સાથે લેવું.
કાળામરી, સૂંઠ, હરડે, બહેડાં, લીંડીપીપર, આમળાં, વાવડિંગ, નાગરમોથ, નાની ઇલાઇચી બે દાણા અને તેજપાત બધાં દશ દશ ગ્રામ લઈ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં ચોથા ભાગની ચમચી જેટલી હિંગ મેળવવી. નાળિયેરના પાણી અથવા સાદા પાણી સાથે ભોજન પછી અડધી અડધી ચમચી ચૂર્ણ લેવું.
કબજિયાત માંથી મેળવો છુટકારો:
જે વ્યક્તિ ને કબજિયાત થયો હોય તેણે મળનો નિકાલ થતો નથી. મળ સૂકો અને રોકાઈ રોકાઈને થાય છે. ભૂખ લાગતી નથી. પેટ ભરેલું રહે છે. આંતરડામાં સૂકાપણુ આવવાથી અને ગરબડ થવાથી આ રોગ થાય છે. આ રોગમાં આળસ ચઢે, ઊંઘ વધારે આવે, કમરદર્દ થાય, માથુ દુઃખે છે, અતિશય ઓછો ખોરાક લેવાથી અથવા અતિશય વધારે ભોજન કરવાથી, અતિશય ઉજાગરા કરવાથી, કસરત ન ક૨વાથી, નશીલા પદાર્થોનું સેવન કરવાથી, ચા, કૉફી વગેરે અધિક પ્રમાણમાં વારંવાર લેવાથી કબજિયાત થાય છે. કબજિયાત થયો હોય તે વ્યક્તિ એ તકેદારી રાખી ને વહેલી ટેક આ રોગ નું નિદાન કરવું જોઈએ કારણકે કબજિયાત ને બધા રોગોની માતા કહેવામાં આવે છે.
કબજિયાત મટાડવા માટેનું ચૂર્ણ બનાવવા સૂંઠ, લીંડીપી૫૨, નિશોથ, નાની હરડે અને સંચળ દરેક પચાસ પચાસ ગ્રામ લઈ બારીક ખાંડી ચૂર્ણ બનાવવું. તેમાં ચાર ગ્રામ શેકેલી હીરા હિંગનો પાવડર ભેળવવો. સવાર-સાંજ અડધી અડધી ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.
બીજો ઉપાય જોઈએ તો સંચળ અથવા સિંધાલૂણ, કાળામરી, દશ દશ ગ્રામ, શેકેલી હિંગ ત્રણ ગ્રામ અને દશ ગ્રામ કુટકીનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. સવાર-સાંજ અડધી અડધી ચમચી ચૂર્ણ ગરમ કરી પાણી સાથે લેવું. નિયમિત આ ઉપાય કરવાથી કબજિયાત માં ગણો ફાયદો જણાશે.
એકદમ સરળ ઉપચાર જોઈએ તો સૂંઠ, સૌંફ, સનાય, સિંધાલૂણ અને નાની હરડે દરેક પાંચ પાંચ ગ્રામ તેમાં બે ચપટી શુધ્ધ હીરાહિંગ મેળવી ચૂર્ણ બનાવવું. દ૨૨ોજ રાત્રે સૂતી વખતે એક ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.
આફરો આવે ત્યારે ઉપયોગી ચૂર્ણ:
ઘણા લોકો ને પેટમાં વાયુ ભરાવાથી પેટ દડા જેવું થઈ જાય છે. જીવ ગભરાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. પેટની ઉપરના સ્નાયુઓ અને નસો ખેંચાય છે. કબજિયાત થાય છે. નાડી ધીમી પડે છે. માથાનો દુ:ખાવો શરૂ થાય છે. અતિસાર, મંદાગ્નિ અને અજીર્ણ થવાથી પેટમાં વાયુ ભરાઈ જવાથી, આફરો આવે છે. ઓડકાર અથવા વાછૂટ થયા બાદ રોગીને રાહત થાય છે. આ માટે સૂંઠ, સૌફ, સિંધાલૂણ અને નાની હરડે બધાં દશ દશ ગ્રામ, ત્રણ ગ્રામ હિંગનો પાવડર મેળવી ચૂર્ણ બનાવવું. સવાર-સાંજ અડધી, અડધી ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.