દુનિયાનું આ સૌથી તાકાતવર આ ફળ હાડકા અને ગળાના દુખાવા તેમજ સોજાને જીવો ત્યાં સુધી નહીં આવા દે નજીક, 100% અનુભવ વાળો પ્રયોગ છે આ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુંદાનું ઝાડ જંગલોમાં વધુ જોવા મળે છે. તેનું અથાણું મેથીના શાક જોડે પણ બનાવવામાં આવે છે. તે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તે એકદમ ચિકણા હોય છે તથા કાચા હોય ત્યારે લીલા અને પાકા આછા બદામી રંગના જોવા મળે છે.ગુંદા નું વૃક્ષ મધ્યમ ઊંચાઈ ધરાવે છે. તે બે પ્રકારના હોય છે એક ઊંચું ગુંદાનું વૃક્ષ અને નીચું ગુંદા નું વૃક્ષ.

ગુંદા ને હિન્દીમાં ‘લસોડા’ પણ કહેવામાં આવે છે. તે રેઠું ના નામથી પણ ઓળખાય છે. તે આખા ભારતમાં ઉગે છે. યુનાની ચિકિત્સા પદ્ધતિ માં તેનો પ્રયોગ વિશેષ રૂપથી કરવામાં આવે છે. પાક્કા ગુંદા એકદમ મીઠા હોય છે અને તેની અંદર ચીકણો અને મીઠો રસ હોય છે. ગુંદા કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર હોય છે.

ગુંદા માં ઔષધીય ગુણો તરીકે રક્તવિકાર નો ગુણ જોવા મળે છે. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી શરીરને શક્તિ મળે છે. ગુંદા માં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે. ગુંદા આખા ભારતમાં ઉત્પન્ન થાય છે. વસંતઋતુમાં તેના પર ફૂલ આવે છે અને ગ્રીષ્મ ઋતુ નાં અંત સુધી તેના પર ફળ આવી જાય છે. તેના ઝાડ માંથી એક પ્રકારનું ગુંદર નીકળે છે. તેના ફળમાં ચીકણાહટ ભરેલી હોય છે. કફ નિષ્કર્ષ હોવાના કારણે તેને શ્લેષ્માન્તક કહેવામાં આવે છે. તેનું વૃક્ષ લગભગ ૩૦ થી ૪૦ ફૂટ જેટલુ ઊંચું હોય છે.

તે મધુર , ઠંડુ, ગ્રહણશીલ, કૃમિનાશક, વાળ માટે ફાયદાકારક છે, અગ્નિશામક, પાચક, મૂત્રવર્ધક, કફનાશક,અને તમામ પ્રકારના ઝેરી તત્વોનો નાશ કરે છે. કાચા ગુંદામાંથી શાક અને અથાણું પણ બનાવામાં આવે છે. પાકેલા ગુંદા ખુબજ મીઠા હોય છે અને તેની અંદર ગુંદર જેવું ચીકણું પ્રવાહી નીકળે છે. ગુંદા મધ્ય ભારતના વન માં વધુ માત્રામાં જોવા મળે છે.

ગુજરાતના કેટલાક આદિવાસીઓ ગુંદાના ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવે છે. તેને મેંદા, બેસન અને ઘી સાથે મેળવીને તેના લાડુ બનાવે છે. આ લાડુનું સેવન દરરોજ કરવાથી શરીરમાં ક્યારેય કમજોરી આવતી નથી અને હાડકાની બીમારીઓ પણ દુર થઇ જાય છે.

તેનો ઉકાળો કફ અને પાતળા સ્ટૂલને દૂર કરવામાં ફાયદાકારક છે.ગુંદા પેટ અને છાતી ને નરમ પાડે છે અને ગળાના દુખાવા અને સોજા ને દૂર કરવા માટે ફાયદાકારક છે. ગુંદા ઝાડા દ્વારા પિત્તની ખામીને દૂર કરે છે અને લાળ અને લોહીની અશુદ્ધિઓને પણ દૂર કરે છે.ગુંદા પિત્ત અને લોહીની તેજી ને દૂર કરે છે અને તરસથી બચાવે છે. ગુંદા પેશાબ, તાવ, દમ અને સૂકી ઉધરસ અને છાતીમાં દુખાવા ને દૂર કરે છે. તેના કોપ્સ ખાવાથી, પેશાબની બળતરા દૂર થઈ જાય છે.

ગુંદાનાં કાચા ફળો ઠંડા , કડવો, પાચક અને મધુર હોય છે. તેના ઉપયોગથી, પેટના કીડા, કફ, નાના પિમ્પલ્સ, અને તમામ પ્રકારના ઝેર નાશ પામે છે. તેના ફળ નરમ, મધુર અને હળવા હોય છે.તેના પાકેલા ફળ મીઠા, ઠંડા અને પૌષ્ટિક હોય છે, તે વાત્ત દૂર કરે છે.

ગુંદાની છાલનો કાડો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સોજાવાળા ભાગ ઉપર લગાવવાથી અને માલીશ કરવાથી ખુબજ સારો ફાયદો થાય છે. આ પેસ્ટ ને ધાધર પર લગાવાથી ધાધર મટી જાય છે. આ ફળ ખૂબ જ એન્ટી ઓક્સીડન્ટ થી ભરેલું હોય છે જેના કારણે તે આપણા મગજ ને ખૂબ તેજ કરે છે. અને તેમાં આયર્નની માત્ર પણ ભરપુર પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધારે છે. તેથી જો આ ફળ તમારી આસપાસ માં મળતું હોય તો તેનું સેવન અવશ્ય કરવું જોઈએ.

ગુંદા ની છાલનો ઉકાળો બનાવીને ૨૦ થી ૪૦ મિલિ જેટલો સવાર-સાંજ લેવાથી લાભ મળે છે.ગુંદાના નરમ પાંદડા ના પાન પીસીને તેનો રસ પીવાથી પ્રદર રોગ અને ડાયાબિટીસ નો રોગ મટી શકે છે. ગુંદાના બીજને વાટીને દાદર પર લગાવવાથી દાદર મટી શકે છે.ગુંદા ના પાન ની પોટલી બનાવી ફોલ્લી પર મૂકવાથી ફોલ્લીઓ જલદી મટી શકે છે.
ગુંદા ની છાલનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી ગળાના રોગોમાં ફાયદો મળે છે.ગુંદા ની છાલને પાણીમાં ઘસીને પીવડાવવાથી અતિસારની તકલીફ દૂર થઈ જાય છે.

ગુંદા ની છાલ ને ચણા ની છાલ મા પીસીને કોલેરાના રોગીને પીવડાવવાથી કોલેરામાં લાભ મળે છે.ગુંદા ની છાલનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. ગુંદાના ફળને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી લો ત્યારબાદ આ ચૂર્ણને ખાંડની ચાસણીમાં ભેળવીને લાડુ બનાવો. આ ખાવાથી શરીર ચરબી યુક્ત બને છે અને કમર મજબૂત બને છે.

ગુંદા ની છાલને પીસીને તેનો લેપ આંખો પર લગાવવાથી આંખો ને ઠંડક મળે છે તથા આંખના સોજા પણ દૂર થઈ શકે છે. ઘઉં ના લોટમાં ઘી અને આ ચૂર્ણ મિક્સ કરીને તેના લાડવા બનાવી ખાવાથી ખુબજ તાકત આવે છે. તેમાં રહેલી. આયનની માત્રા લોહીને વધારવાનું કામ કરે છે. મગજનો વિકાસ કરવા માટે એન્ટિઓક્સિડન્ટ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. તેના ફળ સ્વાદે મધુર, કડવા અને પાચક હોય છે.

તે વાળની વૃદ્ધિ માટે અગત્યનું કામ કરે છે. તે ઉપરાંત કૃમી ને દુર કરનારું છે. કાચા ગુંદા મળને રોકનાર છે તથા તેના પાક ફળ તાકત અને સ્ફૂર્તિ આપે છે. મૂત્રના રોગોમાં સાકર માં રસ ભેરવીને ખાવાથી મટે છે. તે ઉપરાંત છાતીના રોગો અને ગુંદા, જેઠીમધ અને વરિયાળી નું શરબત બનાવી પીવાથી શરીરને ખૂબજ ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top