વગર ખર્ચે માર્કેટ જેવુ સેનિટાઈઝર ઘરે બનાવવાની સૌથી આસન રીત, બેક્ટેરિયા માટે છે 100% અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ જીવનશૈલી પ્રમાણે એકબીજાને મળવું એ પ્રેમની અભિવ્યક્તિ નથી, એકબીજાથી દૂર રહેવું એ છે સાચો પ્રેમ. આવી તો અનેકાનેક વાતો છે જે આપણાં માટે નવી છે, સારી છે અને જરૂરી પણ છે. આવી જ એક વસ્તુ છે સેનિટાઇઝર. આજે કોરોના વાયરસને હરાવવા માટે સેનિટાઇઝર આપણું બહુ મોટું હથિયાર છે. તો ચાલો આપણે જાણીશું આ લેખમાં કે કેવી રીતે ઘરે બને છે આ સેનિટાઇઝર.

સામગ્રી : એક સ્પ્રે બોટલ, એલોવેરા જેલ, કપૂર,1 લિટર પાણી, 100 ગ્રામ લીમડાના પાન, 25-50 ગ્રામ તુલસીના પાન, કપૂર, ફટકડી. સેનિટાઇઝર બનાવવા માટે  સૌથી પહેલા એક સ્પ્રે બોટલ જરૂર પડશે. તેમાં તમે એલોવેરા જેલ ભરો અને ધ્યાન રાખો કે બોટલ ઉપર સુધી ન ભરાય. જો એલોવેરા જેલ વધુ જાડુ હોય તો તમે તેમાં ગુલાબજળ મિક્સ કરી શકો છો.

સેનિટાઇઝર બનાવવાની રીત : એક લિટર પાણી લો. તેમાં 100 ગ્રામ લીમડાના પાંદડા નાંખો અને 25-50 ગ્રામ તુલસીના પાંદડા નાંખો. ત્યારપછી પાણી ખૂબ ઉકાળો. જ્યારે પાણી ઉકળ્યાં પછી 6-7 એમએલ રહે ત્યારે તેની અંદર 5-10 ગ્રામ કપૂરનો ભૂકો અને ફટકડીનો ભૂકો અને એલોવીરા જેલ નાંખીને મિક્સ કરી લો. આ તમારું ઘરે બનાવેલું સેનિટાઇઝર તૈયાર છે.

આ ઘરે બનવેલું સેનિટાઈઝર તમારા હાથ માટે એકદમ સુરક્ષિત છે. ઘરની બહાર જાઓ ત્યારે આને સાથે લઈને જ જવું. આલ્કોહોલમાં નેચરલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જેમાં એસ્ટ્રિન્જન્ટ પણ હોય છે. સાથે જ આમાં ઉપયોગમાં લેવામાં આવેલાં એલોવેરા જેલ હાથમાં મોઈશ્ચર જાળવી રાખે છે. જેનાથી ચામડી સુકાતી નથી. એસેન્શિયલ ઓઈલ વાયરસ અને ફંગસથી લડે છે. ટી ટ્રી ઑઇલ બેક્ટેરિયા અને વાયરસ દૂર કરે છે.

સાથે સાથે આપણે જાણીશું સેનિટાઇઝર બનાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. હેન્ડ સેનિટાઇઝર તૈયાર કરતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. જેમ કે જે વસ્તુઓનો ઉપયોગ આ લિક્વીડને મિક્સ કરવામાં કરી રહ્યાં છો, તો સારી રીતે સાફ હોય.

સેનિટાઇઝરને અસરકારક બનાવવુ હોય તો તેમાં ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલ હોવુ જોઇએ. 99 ટકા આઇસોપ્રોપિલ આલ્કોહોલ વાળા મિશ્રણનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ મનાય છે. પીવાના આલ્કોહોલ જેવા કે વોડકા, વિસકી વગેરે તેમાં અસરકારક નથી.

જો ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ ગંદી હશે તો આખુ સેનિટાઇઝર અસરકારક નહી રહે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, મિશ્રણ બાદ લિક્વીડને ઓછામાં ઓછા 72 કલાક સુધી મુકી રાખવુ જોઇએ. તેનાથી જો મિક્સિંગ દરમિયાન જો કોઇ બેક્ટેરિયા પેદા થયા હોય તો તે મરી જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top