આયુર્વેદ માં બહેડાંને બહુ જ અસરદાર માનવામાં આવે છે અને તેનું ચૂર્ણ ખાવાથી ઘણા પ્રકારના રોગોથી છુટકારો મળી જાય છે. બહેડાં સ્વાદે તૂરાં, કડવાં, તીખાં અને મધુર હોય છે. ગુણમાં તે હળવા, ગરમ, મળભેદક, આંખને હિતકર તથા વાળ કાળા કરનાર અને કેશવર્ધક છે.
બહેડા એવા સક્રિય જૈવિક તત્વોથી ભરપુર છે, જે રોગાણુ વિરોધી, એન્ટીઓક્સીડેન્ટ અને રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. પ્રસિદ્ધ જડીબુટ્ટી ત્રિફળામાં ત્રણ મુખ્ય તત્વોમાં બહેડા સામેલ છે. જે આયુર્વેદિક ઔષધી તરીકે ઘણા બધાં રોગના ઈલાજ તરીકે ઉપયોગી છે. તો ચાલો હવે આપણે જાણીશું ભેદથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે વિગતવાર.
બહેડાના ફળના ચૂર્ણ તથા અશ્વગંધાના ચૂર્ણને સરખી માત્રામાં લઈને ભેળવીને તેને 5 ગ્રામની માત્રામાં લઈને ગોળ ભેળવીને ગરમ પાણી સાથે સેવન કરવાથી હૃદય રોગમાં લાભ થાય છે. બહેડાના વૃક્ષની છાલનું ચૂર્ણ 2 ચપટી દરરોજ ઘી અથવા ગાયના દૂધ સાથે સેવન કરવાથી હ્રદયના ધબકારા ઠીક થાય છે.
બહેડા અને ધતુરાના પાંદડાને બરાબર માત્રામાં લઈને વાટી લો. તેને ચિલમ કે હુક્કામાં ભરીને પીવાથી શ્વાસ અને દમના રોગમાં આરામ મળે છે. બેહેડામાં થોડું ઘી ચોપડીને ભઠ્ઠામાં પકાવી લેવા. જ્યારે તે બરાબર શેકાઈ જાય ત્યારે માટી-ધૂળ વગેરે હટાવીને બહેડાને કાઢી લો અને તેનો વક્કલ મોઢામાં રાખીને સુચવાથી ખાંસી, કફ, ગળું બેસી જવું વગેરે રોગો ઠીક થાય છે. બહેડાની છાલ મોમાં રાખવાથી શ્વાસની ઉધરસ મટે છે.
કબજીયાતના ઈલાજ માટે બહેડા ખુબ જ ઉપયોગી છે. જે કબજિયાતને પાચનતંત્ર ઠીક કરીને મટાડે છે. કબજિયાત મટાડવા કબજિયાત નો ઈલાજ તરીકે બહેડા અડધા પાકેલા ફળને વાટી લેવા. વાટી લીધા બાદ તેને દરરોજ એક એક ચમચીની માત્રામાં થોડા પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે તેમજ પેટ સાફ થાય છે.
બહેડાનો ગર્ભ 36 ગ્રામને દિવસ અને રાત્રે 8 કલાક સુધી ચાવી ચાવીને તેને મોઢામાં બધી બાજુ ઘુમાવવું તેમજ તેને પાન મસાલાની માફક થુકતા રહેવું. આ પ્રકારે પ્રયોગ પૂરો કરવાથી દાંત અને પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે. બહેડા, આમળા, હરડે, ઈલાયચી, તજ, તમાલપત્ર, સુંઠ, મરચું, પીપળો તેમજ કોથાણું ચૂર્ણને મધમાં ભેળવીને મંજન કરવાથી દાંતના તમામ રોગ મટે છે.
બહેડાના ફળમાં ઘી ચોપડીને તેના ઉપર તેમાં લોટનો લેપ કરીને પકાવીને ચામડીના તાપમાન બરાબર ઠંડા થાય ત્યારે તેના ઉપરથી લોટ કાઢીને બહેડાની છાલોને સુચો. જેનાથી ખાંસી અને શરદી, દમ અને ગળું બેસવાથી સમસ્યામાં લાભ મળે છે.
બહેડાની છાલને મધ સાથે ભેળવીને લેપ કરવાથી આંખનો દુખાવો નાશ પામે છે. બહેડાના ગર્ભનું ચૂર્ણ મધ સાથે ભેળવીને કાજળની જેમ લગાવવાથી આંખનો દુખાવો અને સોજો મટે છે. બહેડાના બીજના મજજાણા ચૂર્ણને મધ સાથે ભેળવીને તેની પેસ્ટ બનાવીને દરરોજ સવારે કાજળની જેમ લગાવવાથી આંખના રોગ નાશ પામે છે.
મોટાપા થી પીડિત લોકો બહેડાનું ચૂર્ણ નું સેવન કરો. આ ચૂર્ણ ખાવાથી મોટાપા ની સમસ્યા થી છુટકારો મળી જશે. મોટાપા થી પરેશાન લોકો બહેડાનું સેવન રોજ સવારે મધ ની સાથે કરો અને તેના પરથી હલકું ગરમ પાણી પી લો. એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થવા લાગી જશે.
બહેડાના બીજને વાટીને લેપ કરવાથી દરેક પ્રકારના સોજા, બળતરા અને દુખાવો નાશ પામે છે. બહેડાના ગર્ભનો લેપ કરવાથી પિત્તના કારણે આવેલો સોજો ઠીક થાય છે. સોજો મટાડવા માટે બહેડાનો લેપ કરવાથી તથા તેલ સાથે વાટીને સુકો ગરમ લેપ કરવાથી સોજો મટે છે. સાંધાના વા નો દુખાવો પણ બહેડાથી મટે છે.
બહેડામાં ગરમ ગુણ હોય છે જેના કારણે અગ્નિને તીવ્ર કરીને પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. પાચનશક્તિમાં બહેડામાં ફળના ૩ થી 6 ગ્રામ ચૂર્ણને ભોજન પછી ફાકી લેવાથી પાચનશક્તિ તીવ્ર બને છે. અને મંદાગ્નિ મટે છે. આમાશય ને તાકાત મળે છે.
બહેડા ફળના ગર્ભનું તેલ વાળ માટે અત્યંત પૌષ્ટિક છે. તેનાથી વાળ સ્વસ્થ રહે છે. 2 ચમચી બહેડાના ફળના ચૂર્ણને લઈને એક કપ પાણીમાં રાતભર પલાળીને રાખી દેવાથી અને સવારે વાળના મૂળ પર લગાવવાથી અને 1 કલાક પછી વાળને ધોવાથી વાળ ખરવાનું બંધ થાય છે.
બહેડાના વૃક્ષની 2-5 ગ્રામ છાલ અને 1-2 નંગ લવિંગને વાટીને 1 ચમચી મધમાં ભેળવીને દિવસમાં ૩ થી 4 વખત ચાટવાથી ઝાડામાં લાભ થાય છે. બહેડાના 2 થી ૩ તળેલા ફળનું સેવન કરવાથી ઝાડાની ગંભીર બીમારી ઠીક થાય છે. બહેડાના ફળને બળીને રાખને એકઠી કરીને તેમાં ચોથા ભાગની માત્રામાં કાળું મીઠું ભેળવીને 1 ચમચી દિવસમાં 2 થી ૩ વખત લેવાથી ઝાડાની સમસ્યામાં રાહત થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.