વૈજ્ઞાનિકો પણ કહે છે દરેક દુઃખની દવા છે આ ચમત્કારી મંત્ર, જાણો આ મંત્ર ના લાભ વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મંત્રની શક્તિને પુરાણો અને શાસ્ત્રોમાં પણ મહત્વ આપવામાં આવ્યું છે. મંત્ર જાપ વ્યક્તિની સુશુપ્ત શક્તિઓને પણ જાગૃત કરી શકે છે. આપણા શાસ્ત્રોમાં હજારો મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ મંત્રો અલગ અલગ હોય છે. મંત્રોની રચના મહાત્માઓ દ્વારા કરવામાં આવી હોય છે. મંત્રોના અક્ષરને એકબીજા સાથે જોડવાનું પણ ખાસ કારણ હોય છે. મંત્રોના શબ્દો એક સાથે મળી ચમત્કારી અસર કરતાં હોય છે.

જેમ અગાઉ જણાવ્યું તેમ મંત્રોની રચના ખાસ પ્રયોજનથી કરવામાં આવી હોય છે. આ મંત્રનો જાપ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે અશક્ય કામને પણ શક્ય બનાવી શકે છે. આવો જ એક મંત્ર છે જે કોઈપણ પ્રકારની સમસ્યા કે દુ:ખને દૂર કરવાની ક્ષમતા રાખે છે. આ મંત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંત્રનો જાપ કરવાથી કોઈપણ દુ:ખ દૂર થઈ શકે છે.

મંત્રનો જાપ એક એવો ઉપાય છે કે જેનાથી બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય છે. શાસ્ત્રોમાં પણ મંત્રોને ખૂબ જ શક્તિશાળી અને ચમકારી બનાવ્યા છે. મંત્રોનો જાપ કરવાથી માનસિક શાંતિ પણ મળે છે અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે, આ જ મંત્રોમાંથી ગાયત્રી મંત્ર ખૂબ જ ખાસ છે, એના જાપ કરવાથી ખૂબજલ્દી શુભ ફળ પ્રાપ્ત થાય છે. ગાયત્રી મંત્ર હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

દરેક અનુષ્ઠન માં આ મંત્ર લેવામાં આવે છે. ગાયત્રી મંત્ર ઘણા ફાયદા છે અને એના જાપને સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ માનવામાં આવે છે. જેમકે પથ્થરને પણ વારંવાર મંત્ર બોલીને સજીવન કરી તેમાં પ્રાણ પૂરી શકાય છે, લોકો તેને ભગવાન માને છે. અને તેમના આશીર્વાદશી પોતાની સમસ્યાઓ દૂર કરે છે. તેવી જ રીતે વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે ગાયત્રી મંત્ર ખૂબ જ પ્રભાવશાળી છે અને તેનાથી શારીરિક, માનસિક, આર્થિક બધી જ સમસ્યાઓમાંથી બહાર આવી શકાય છે.

પહેલાં તો સમજીએ ગાયત્રી મંત્રનો અર્થ

હે પ્રભુ તું સુખ આપનાર છે અને દુઃખ હરનાર છે, મનુષ્યને જીવ આપનાર છે. સૂર્યની જેમ પ્રકાશિત છે બધામાં ઉત્તમ છે, ધ્યાન કરવા યોગ્ય છે, તેવા પ્રભુને પ્રાર્થના છે કે અમને યોગ્ય બુદ્ધિ આપો, શાક્તિ પ્રદાન કરો. હિન્દુ ધર્મમાં ગાયત્રી માતાને વેદોની માતા કહેવામાં આવે છે. એટલે કે તેમનાથી ૧૪ બધા વેદોની ઉત્પત્તિ થઇ છે, ગાયત્રી માતાને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે.

ધર્મગ્રંથોમાં એમ પણ લખ્યું છે કે ગાયત્રીની ભક્તિ કરનાર બધાની જ મનોકામના પુરી થાય છે. જો વિધિવત તેમની ઉપાસના કરવામાં આવે તો બધાને જ તેમની કૃપા પ્રાપ્ત થાય છે. ગાયત્રી મંત્ર વેદોની ઋચા છે. યજુર્વેદ અને ઋગવેદ અને ભેગુ કરીને બન્યો છે આ મંત્ર. ગાયત્રી મંત્રને સાવિત્રી મંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રથી ભૌત્તિક અને આધ્યાતિોક ખૂબ જ ફાયદો થાય છે. જેવી શ્રદ્ધા અને પ્રાર્થનાથી ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો ફળ અવશ્ય મળે જ છે.

શિક્ષા, એકાગ્રતા અને જ્ઞાન માટે ગાયત્રી માત્ર એકદમ ઉત્તમ છે. આ મંત્રનો જાપ કરવાથી અલગ જ પ્રકારની શાંતિ મળે છે, આસપાસનું વાતાવરણ એકદમ શાંતિમય અને પોઝિટિવ થઈ જાય છે. મંત્ર જાપથી એવું લાગશે કે ભગવાનની એકદમ નજીક આવી ગયા છે. સાચી રીતે મંત્ર નો અર્થ સમજીવો જો જાપ કરવામાં આવે તો લાખ ઘણું પુણ્ય મળે છે. સવારે અથવા તો સાંજે સંધ્યાકાળ દરમિયાન એટલે કે સવારના સાત વાગ્યે અને સાંજે સાત વાગ્યે પીળા કપડાં પહેરીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. સંસારી જીવનને સુખી કરવા માટે ચંદનની માળાથી જપ કરવો. મંત્ર જાપ કરતા પહેલા ગુરુવંદના જરૂર કરવી. સૂર્યોદય સમયે જાપ કરવાથી વિશેષ લાભ થાય છે જો બાળકોને ભણવામાં તકલીફ પડતી હોય અને યોગ્ય માર્ક ન આવતા હોય તો બાળકોને ગાયત્રી મંત્રનો જાપ કરાવવો. પ્રસાદમાં દહીં અને લાડુનો પ્રસાદ ધરાવપો.

ઉપરાંત જે બાળકોની યાદશક્તિ સારી ન હોય તેઓ જો રોજ સવારે 108 વાર આ મંત્રનો જાપ કરે તો તેમને ચમત્કારી પરિણામ ગણતરીના જ દિવસોમાં જોવા મળશે. જો નોકરી કે વેપારમાં સફળતા ન મળતી હોય તો અથવા તો આવક કરતાં જાવક વધારે હોવાની સમસ્યા સતાવતી હોય તો શુક્રવારે પીળા રંગના કપડાં પહેરી ગાયત્રી માતાનું ધ્યાન ધરી ગાયત્રી મંત્રની શરૂઆતમાં અને અંતમાં શ્રી સંમ્પુટ લગાવીને 108 વાર મંત્ર જાપ કરવો. તેમજ રવિવારનું વ્રત કરવું. તેનાથી દરિદ્રતા દૂર થઈ જશે. શત્રુઓના કારણે સમસ્યા હોય તો રોજ ગાયત્રી મંત્રની આગળ અને પાછળ ‘ક્લીં’ બીજ મંત્રનો ત્રણવાર સમ્પૂટ લગાવીને 108 વાર મંત્ર જાપ કરવો.

જીવનની દરેક મુશ્કેલીઓનું નિવારણ ગાયુ ઝી મંગથી આવ્યા આવી શકે છે, બસ શ્રદ્ધાપૂર્વક મંત્ર જાપ કરવો જૉઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top