ચામડીનાં દર્દોમાં, કોઢના દર્દમાં, કબજિયાતના દર્દમાં, ડાયાબિટીસમાં, હરસના દર્દમાં ખૂબ ઉપયોગી છે આ ઔષધ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુજરાતી માં આપણે જેને ગરમાળો તરીકે ઓળખીએ છીએ તેનું મૂળ સંસ્કૃત નામ કણિકાર અને રાજવૃક્ષ છે. ગરમાળો તીખાશ પડતાં મધુર સ્વાદવાળો, શીતવીર્ય તથા કફ અને પિત્તનો નાશ કરનારો છે. ઉપરાંત તે કમળામાં ત્વચાને લગતા રોગોમાં, કોઢ જેવા રોગોમાં તાવમાં તથા ગંડમાલ અને સંધિવા જેવા રોગોમાં ઉત્તમ ઔષધિ છે. તે વૃક્ષોમાં રાજા જેવો હોઈ તેનું નામ રાજવૃક્ષ પાડવામાં આવ્યું છે. તથા રેચક હોઈ અનેક રોગોનો નાશ કરનાર છે. તેનાં મૂળ, પાંદડા અને ફુલો બધાંનો ઔષધિ તરીકે ઉપયોગી થાય છે.

ચામડીનાં દર્દોમાં ગરમાળો ખૂબ ઉપયોગી છે. ગરમાળાના પાંદડાને છાશમાં વાટીને શરીર પર ઘસીને માલિશ કરવાથી સોરાયસીસ તથા ખરજવા ખુજલી જેવાં દર્દો નાશ પામે છે. કમળાના દર્દમાં ગરમાળો વાપરવા ગરમાળાનો ગોળ કાઢી શેરડીના રસ સાથે પીવાથી કમળો મટે છે. રતવા થયો હોય ત્યારે ગરમાળો વાપરવા રતવાના દર્દમાં ગરમાળાના પાન લાવી તેનો રસ રતવા ઉપર લગાડવાથી મટે છે.

કોઢના દર્દમાં ગરમાળો: સફેદ કોઢ થયેલ હોવા તેવા દર્દીના કોઢવાળા ભાગ ઉપર ગરમાળાના પંચાગને ઘસીને તેનો કાઢેલો રસ ઘસવાથી તથા તે રસ વડે કોઢ ધોવાથી અને એ પંચાગનો રસ કાયમ પીવડાવવાથી કોઢ મટે છે.  તાવના દર્દમાં પિત્તને કારણે આવેલ તાવમાં ગરમાળો ઉપયોગી છે. ગરમાળાની શીંગોમાંથી જે ગર નીકળે તેને ગોળ કહે છે તેનાં બી કાઢી નાખી એ ગોળને દ્રાક્ષના રસ સાથે અથવા દૂધ સાથે મેળવીને તાવના દર્દીને પીવડાવવાથી તાવ મટે છે. પિત્ત જવર પણ તેનાથી મટે છે.

ગંડમાલના દર્દમાં ગરમાળો વાપરવા ગરમાળાના મૂળિયા લાવીને તેને ચોખાના ધોવાણમાં ઘસીને તેનો ખડ કરવાથી ગંડમાલા મટે છે તથા તેનું નસ્ય પણ લેવું હિતકર છે. સંધિવાના દર્દમાં ગરમાળો: ગરમાળાના પાન લાવી તેને સરસિયા તેલમાં શેકી એ પાંદડા સંધિવાના દર્દીને ખવડાવવાથી સંધિવા મટે છે.

કબજિયાતના દર્દમાં ગરમાળો ઉપયોગી છે. ગરમાળાની શીંગમાંથી તેનો ગર્ભ કાઢી તેમાંથી ૫ ગ્રામ જેટલા ગરમ પાણી સાથે લેવાથી જુલાબ લાગે છે. જો કે અતિ કબજિયાત હોય તો જ આ પ્રયોગ કરવો; નહિતર તેનાથી પેટમાં ગોટો ઉપડે છે કે વીંટ આવે છે તેથી તે આંબલીના ગર્ભ સાથે લેવો.

ડાયાબિટીસમાં ગરમાળો વાપરવા ગરમાળાનો ગુલકંદ બનાવી તે ગરમ દૂધ સાથે સેવન કરવાથી ડાયાબિટીસ મટે છે. આ ગુલકંદ શીતળ તથા જુલાબ કરનારો છે. ગળામાંના કાકડાના સોજામાં ગરમાળો: ગળા મા કાકડા સોજી જઈ ગળું દુ:ખતું હોય તો ગરમાળાની ૧૦ ગ્રામ જેટલી છાલનો ઉકાળો થોડો થોડો પીવાથી ગળાના કાકડાના સોજો તરત મટી જાય છે.

હરસના દર્દમાં ગરમાળો: હસ-મસાના દર્દીને મસાની પરેશાનીને કાણે કાયમ લગભગ કબજિયાત રહેતી હોય છે; કારણ કે મળપ્રવૃત્તિ એને માટે તકલીફ રૂપ બની રહેતી હોય છે તેથી તેમને મૃદુરેચક દ્રવ્યોનો રેચ લેવાથી મળપ્રવૃત્તિ વિના તકલીફ થાય છે. આ માટે નીચેનો પ્રયોગ કરવો. સામાગ્રી માં ગરમાળાનો ગોળ ૧૦ ગ્રામ, હરડે ચૂર્ણ ૫ ગ્રામ, બીયા વગરની કાળી દ્રાક્ષ ૧૦ ગ્રામ લેવા. આ બધાં દ્રવ્યોને કરકરા રહે તેમ વાટી નાખવા અને તેને ૪૦૦ ગ્રામ જેટલા પાણીમાં ઉકાળી તે ઉકાળો ઠંડો કરીને હરસ-મસાના દર્દીને દિવસમાં બે વખત પીવડાવવાથી હરસ-મસાનો સોજો દૂર થશે તથા વિના તકલીફે જાજરૂ જવાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top