વર્ષો જૂની ધાધરને કાયમી અને જડમૂળથી દુર કરવા માટે આજે જ અપનાવો આ ઘરેલું આયુર્વેદિક ઉપચાર, મેળવો 100% પરિણામ 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ચામડી પર ઘણા પ્રકારના રોગ થાય છે, જેમાં ખરજવું, ખસ, ખંજવાળ, દાદર જેવા રોગો મુખ્ય છે. જેમાં દાદર રોગને હેરાન કરતા રોગ માનવામાં આવે છે. એક વખત આ બીમારી થઈ જાય ત્યારે તેને છોડાવવી મુશ્કેલ છે. આ બીમારી શરીરમાં કોઈ ખોરાકની ઉણપ કે ચામડીની કાળજીમાં બેદરકારી રાખવાથી થાય છે.

આ રોગ થયા પછી ચામડીમાં કાળા ડાઘ પડી જાય છે. આજના સમયમાં પણ આયુર્વેદનું ખુબ જ મહત્વ છે જેનાથી રોગોને જડમૂળમાંથી મટાડી શકાય છે. મોટા ભાગે આ દાદર શરીરના ગુપ્ત ભાગોમાં થતી હોય છે, ન્હાવમાં વ્યવસ્થિત કાળજી ના લેવાથી આ રોગ થાય છે. ખાવામાં તીખું તેલવાળું ખાવાથી આ રોગની સમસ્યા વધારે રહે છે. તો ચાલો હવે અમે તમને જણાવીશું દાદર માટેના ઘરેલુ ઉપચાર વિશે.

કુવાડીયાના બી શેકી, ચૂર્ણ બનાવી 1-1 ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લો. આ ચૂર્ણને લીંબુના રસમાં ઘૂંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચૂર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુવાડીયાના બી દાદર ઉપરાંત, ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવાં રોગો પણ મટાડે છે.

તુલસીના મૂળનો એક ચમચી ભૂકો એક ગ્લાસ પાણીમાં નાખી કાઢો કરવો. આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ, દાદર અને ખરજવું મટે છે. તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ મિક્સ કરી લગાડવાથી પણ દાદર મટે છે. ગરમ કરેલા ગેરૂના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર-સાંજ લગાડવું.

તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ 1-1 ચમચી મિશ્રણ કરી સવાર-સાંજ પીવાથી પણ ઉગ્ર દાદર મટે છે. ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર ચોપડવાથી દાદર માં રાહત મળે છે. છાશમાં કુવાડીયાના બી વાટીને ચોપડવાથી દાદર મટે છે.

પપૈયાનું દૂધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી દાદર મટે છે. લસણનો રસ 3 દિવસ દાદર પર ચોળવાથી દાદર મટે છે. લીંબુના રસમાં આમલીનો ઠળીયો ઘસી ચોપડવાથી દાદર મટે છે. લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલિશ કરવાથી દાદર મટે છે. ડુંગળીનો રસ ચોપડવાથી દાદર કે ખુજલી મટે છે.

કુંવાડિયાના બીજનું ચૂર્ણ લીંબુના રસમાં લસોટી ચોપડવાથી દાદર મટે છે. કણજીના તેલમાં અથવા મૂળના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય છે. કાચા પપૈયાનો રસ દિવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે. સોપારીના ઝાડનો ગુંદર બકરીના દૂધમાં વાટીને લેપ કરવાથી દાદર મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top