નપુસંકતા દૂર કરી 100થી વધુ રોગો માટે 100% અસરકારક છે આયુર્વેદનું આ મહાઔષધ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ગંધક એ ખનીજ પદાર્થ છે. ગંધકના ચાર પ્રકાર હોય છે. તે રાતો, પીળો, લીલાશ પડતો, પીળો ધોળાશ પડતો હોય છે. રાતો ગંધક પારદર્શક, સ્વચ્છ અને ચકચકિત હોય છે. તે ખાણમાં દેતવાની જેમ રાત્રે ચળકે છે. બધા ગંધકમાં રાતો ગંધક ઉત્તમ ગણાય છે તેમાં સાફ, સંગીન, પથ્થર જેવો જ નહીં અને જલદી બળી નહીં જાય તે ઉત્તમ ગણાય.

કેટલાક દુર્ગધી, સાફ, પીળા ગંધકને પણ ઉત્તમ ગણે છે. એને ચાર જુદા નામ આપવામાં આવ્યા છે. તેમાં લાકડીઓ, આમલસારો, કચ્છી અને દાલગંધક, લાકડીઓ ગંધક લાકડીના આકારનો હોય છે. આમલસારા ગંધકના પીળા રંગનાં કટકા આવે છે. બાકીની બે જાત ઔષધોમાં વપરાતી નથી. આમલસારો ગંધક ખાવા કરતાં લગાડવાનાં કામમાં ઘણો વપરાય છે.

પેટ સાફ કરવા ગંધકનો ઉપયોગ થાય છે. આ ઉપયોગ કૃમિ, ક્ષય, પ્લીહા, કફ તથા વાતનો નાશ કરે છે. તે અતિશય વીર્યમાં વધારો કરે છે. તે શોધક ગુણ ધરાવતો હોવાથી તેને રોજ ચાર માસા જેટલા દૂધ સાથે લેતા વાતવિકાર, પિત્તવિકાર, કવિકાર, કમળો સર્વેમાં રાહત કરે છે.

શારીરિક શક્તિમાં પણ વધારો કરે છે. એનો મલમ બનાવીને પણ શરીરના ભાગો પર લગાડવામાં આવે છે. ગંધકના એક ભાગને ગુંદર અથવા દહીં સાથે ચોપડવાથી માથામાં થયેલી ઉંદરીને તથા સડી ગયેલા ભાગને રૂઝ લાવી આરામ કરે છે. એનાથી ધાધર તથા ફોલ્લા પણ મટે છે. માથામાં જૂ તથા લીખ હોય તેનો પણ ગંધકથી નાશ થાય છે. એનાથી ખસ પણ મટે છે. ગંધકને મધ, અક્કલકરો તથા સરકા સાથે ચોપડવાથી તે કોઢના ચાઠાને મટાડે છે.

ગંધક એક તોલો, આંબા હળદર અને સાકર પોણો તોલો લઈ તેનું ચૂર્ણ બનાવી એ ચૂર્ણને ખસ, ખરજવું તથા દાદર ઉપર લગાડવાથી ચામડીનાં આ દર્દોમાં ઘણી રાહત રહે છે. ગંધક, સુવર્ણમાક્ષિક ભસ્મ, તામ્રભસ્મ, મન શીલ અને શુદ્ધ પારદ એ દરેક એક તોલો લઈ તેને પીપરના કાઢા અને ચોધારા થોરના દૂધ વડે વાટી અને તેની ગોળી બનાવવી. આ ગોળી પેટનાં ગોળાના રોગને મટાડે છે.

ગંધક, લવિંગ, સુનામુખી આ ત્રણે ચીજો પોણો-પોણો તોલો, હરડે પા તોલો, મરડાસિંગ સવા તોલો તથા એલચી બે તોલા લઈ દરેકનું બારીક ચૂર્ણ બનાવવું. નાના બાળકોને ઉધરસ થઈ હોય ત્યારે આ ચૂર્ણ આપી શકાય. ગંધક, જવખાર, ટંકણખાર, ઈસસ અને કુવાડિયાના બીજ દરેક સરખે વજને લઈ તેને ગજકરણનાં પાનના રસમાં મેળવીને તૈયાર કરવું.

ગંધક પોણો તોલો, રાળ, જવખાર અને કપીલો એ દરેક પા તોલો, રાઈનું તેલ બે તોલા લઈ એ તમામને એકત્ર કરી ગરમ તેલમાં મેળવી મલમ બનાવી આ મલમનો ઉપયોગ કરોળિયા જેવા રોગમાં વાપરી શકાય. ગંધક, જવખાર, ટંકણખાર, ઈસસ અને કુવાડિયાના બીજ દરેક સરખે વજને લઈ તેને ગજકરણનાં પાનના રસમાં મેળવી તૈયાર કરવું.

આ ઔષધ દાદર, ચિત્રી તથા મિચર્ચિકા માટે ઉત્તમ અસર કરે છે. ગંધક જખમને જલ્દીથી રૂઝાવવામાં મદદ કરે છે. આ દુઃખાવામાં પણ રાહત આપે છે. ગંધક પાચન શક્તિને યોગ્ય કરે છે, શરીરને શક્તિ અને પોષણ આપે છે. ગંધક ત્વચાના રંગને નિખારે છે. ગંધક પુરુષોમાં શુક્રાણુની કમીને ઠીક કરવામાં પણ મદદ કરે છે.

શરૂઆતમાં ગંધકનો ઉપયોગથી કેટલાક ગંભીર લક્ષણ જોવા મળી શકે છે, પરંતુ એનાથી આપે ગભરાવું નહી ઉપરાંત આ એક ઈશારો છે કે દવા પોતાનું કામ કરી છે. ગંધક રસાયણમાં એવા ગુણ છે કે, તે અવાંછિત વિષાક્ત પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. ગંધક રસાયણ પિત્તની ખરાબીમાં વિશેષ રૂપથી ઉપયોગી સાબિત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here