શહેરીકરણના આ યુગમાં પતિ અને પત્ની બન્ને કામ કરે છે. તેથી પત્નીઓને સવારે નાસ્તો કરવા માટે સમય નથી મળતો. આવી સ્થિતિમાં, મોટાભાગની પત્નીઓ સવારના નાસ્તો બનાવા માટે રાત્રે કણક ભેળવીને ફ્રિજમાં રાખે છે.
આખી રાત રેફ્રિજરેટરમાં રાખેલા કણકની સવારે રોટી બનાવવી જોઈએ નહીં. હા, વાસી લોટની રોટલી બનાવવી જોઈએ નહીં. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ભીના લોટમાં ઝડપથી આથો આવવાની શરૂઆત થાય છે. તેથી, આ લોટમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે. જેના લીધે વાસી લોટ થી બનેલી રોટલી પેટ ના રોગ કરી નુકસાન પહોંચાડે છે.
વાસી લોટથી બનેલી રોટલી વાસી રોટલી જેવી જ હોઈ છે અને તેનાથી તે જ નુકસાન થાય છે જે વાસી રોટલી ખાવાથી થાય છે. ખાસ કરીને પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે.
ઘઉંનો લોટ એક જાડું અનાજ છે જે પેટમાં પચવામાં લાંબો સમય લે છે. તેથી કબજિયાતના દર્દીઓને રોટલી ખાવાની મનાઈ છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોમાં પણ વાસી લોટની રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા થાય છે.
શાસ્ત્રમાં વાસી લોટની રોટલી ન ખાવાનો પણ ઉલ્લેખ છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે વાસી લોટ એ પિંડ સમાન છે જે નકારાત્મક શક્તિઓનું ઘર બને છે. એવું પણ કહેવામાં આવે છે કે વાસી ખોરાક ભૂતનો ખોરાક છે. પછી આ પિંડ ને ખાવા ભૂતો ઘરમાં આવવાનું શરૂ કરે છે. આ પ્રકારની ટેવવાળા પરિવારોમાં, દરેક હંમેશા બીમાર રહે છે. તેથી, રેફ્રિજરેટરમાં રાખેલી લોટની રોટલી બનાવવાની ભૂલ ક્યારેય કરશો નહીં.
વાસી લોટ ની રોટલી બનાવવી જોઈએ નહીં. નિષ્ણાતોના જણાવ્યા મુજબ લોટને ગુંથી લીધા બાદ તેનો ઉપયોગ શક્ય હોઈ તેટલી વહેલી તકે થવો જોઈએ. કારણ કે એક કલાક પછી, એવા રાસાયણિક પરિવર્તન થવા લાગે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં, જ્યારે આવા લોટમાંથી રોટલી બનાવવામાં આવે ત્યારે બીમાર થવું સ્વાભાવિક છે.
ફ્રીજ માં મૂકેલો લોટ આપણા સ્વાસ્થ માટે સારું નથી. જો તમે ફ્રીજમાં લોટ મુકવાનો બંધ કરી દેશો તો મોટાભાગના રોગો થશે નહીં. આપણને અમુક રોગો તો થતા જ હોય છે. જેમકે કફ, વાયુ, આપણને એવું થાય છે કે કઈ પણ ખાધું નથી તો પણ રોગ થાય છે. પરંતુ આપણી આવી નાની નાની ભૂલો ના કારણે રોગો થતા હોય છે.
હંમેશા તાજા લોટની જ રસોઈ કરવી જોઈએ. ફ્રિજ માં મુકેલા લોટમાં રાસાયણિક બદલાવ થતો હોય છે. આ બદલાવ શરીર માટે ખૂબ જ નુકસાન કરતો હોય છે. ફ્રિજમાં મુકતા પહેલા લોટ નો કલર અને ફ્રિજમાં મૂક્યા પછી લોટનો કલર જે બદલાઈ જાય છે તેને જ રાસાયણિક બદલાવ કહેવાય છે.
ફ્રીજમાં લોટ મૂકી રાખવાથી લોટમાં સમય જતાં રસાયણીક પ્રક્રિયા ઉદભવે છે. જેમાં ધીરે ધીરે લોટમાં બેક્ટેરિયા એકત્રિત થવા લાગે છે. બેક્ટેરિયા અતિ સૂક્ષ્મ હોવાથી નથી જોઈ શકાતા કે નથી ખ્યાલ આવતો. પરંતુ એ જ બેક્ટેરિયા જો વ્યક્તિના પેટમાં જાય તો ઘણા બધા રોગ થવાની શક્યતા રહેલી છે.
રોટલી બનાવશો એટ્લે સૌ પ્રથમ તો રોટલીમાં મીઠાશ નહી રહે. બીજું કે એ રોટલી જો રોજ ખાવામાં આવે તો સૌથી પહેલી અસર પાચનતંત્ર પર પડે છે, જેના કારણે પચનશક્તિ નબળી પડે છે ને ત્યારે જ થાય છે શરીર નબળું બનવાની શરૂઆત.
ધાર્મિક કારણ મુજબ, બાંધી ને રાખેલ લોટ પિંડમાં સમાવેશ પામે છે. ને કહેવાય છે કે પિંડમાં આત્માનો વાસ હોય છે. અને રોજ રાત્રે વાતાવરણમાં ફરતા આત્મા પીંડમાં વાસ કરે છે. એટ્લે કે ફ્રીજમાં રાખેલા લોટને પીંડ સમજી આત્મા એમાં વાસ કરે છે. ને પછી એ જ લોટણી આપણે રોટલી બનાવી જમતા હોઈએ છીએ.