કાચા ખાદ્ય પદાર્થમાં સૌથી પૌષ્ટિક અને ગુણકારી ફણગાવેલ કઠોળ હોય છે. જે સરળતાથી પચી પણ જાય છે. ફણગાવેલા ધ્રોળ તૈયાર રાખવાથી ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. પાચન શક્તિની તકલીફવાળા દર્દીઓ માટે તો આ સંજીવની છે. કોઈપણ લીલા અનાજ ભલે તે વટાણા, ચણા કે મગ હોય પણ તે સુકા અનાજના પ્રમાણમાં વધુ ફાયદાકારક હોય છે એટલે કે કુદરતી ઉપચારકોના મતે અનાજ લણવાની પહેલા લીલા હોયત્યારે જ ખોરાકમાં લેવાથી ફાયદાકારક સાબિત થયેલું છે. અનાજને અંકુરીત કરવાથી તેમાં પુનઃ તાજગી અને પૌષ્ટિકતા આવી જાય છે.
કઠોળ પચીને ખોરાકમાંથી ફેટી એસિડમાં પરિવર્તન પામે છે. ખનીજ તત્વો વધારે પડતા પાચનશીલ હોવાથી અંતિમ અંશમાં ફેરવવા માટે પાંચનતંત્રને વધારે કાર્ય કરવું પડે છે. ફણગાવેલા અનાજને પચાવવા માટે પાચનતંત્રને અડધુ કાર્ય કરવું પડે છે. અંકુરીત અનાજમાં થતી રાસાયણિક અને ભૌતિક ફેરફારને કારણે ખોરાક પચી શકે છે. આથી પેટ અને મનને ભાર લાગતો નથી.
ફણગાવેલા અનાજ કે કઠોળમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટસ તેમજ ખનીજ તત્ત્વો વિપુલ પ્રમાણમાં હોવાથી તે સૌથી વધુ પૌષ્ટિક છે. ઉપરાંત અનાજને ફણગાવવાથી તેમાં રહેલા હાનિકારક એસિડ નાશ પામે છે. દા.ત. સાયટ્રિક એસિડ જે અનાજના ખનીજતત્વો પર જામેલ હોય છે. અનાજ ખાવાથી તે ખનીજતત્વો શરીરને મળતા નથી પરંતુ ફણગાવવાની પ્રક્રિયાથી એસિડ નાશ પામવાને કારણે શરીર સહેલાઈથી ખનીજતત્વો શોષી લે છે. ફણગાવેલ અનાજ કાચુ ખાવું વધુ ફાયદાકારક છે જેનાથી કબજીયાત દૂર થાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે કારણ કે તેમાં રેસા હોય છે.
જે લોકો વજન ઉતારવા માગતા હોય તેમના માટે ફણગાવેલ કઠોળ શ્રેષ્ઠ છે કારણ કે તે પૌષ્ટિક છે પણ કેલરી ઘણી જ ઓછી છે. ફણગાવેલ કઠોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં રહેલ ઝેરી તત્વો જેવા કે યુરિક એસિડ જે જરૂર કરતા વધુ પ્રમાણમાં થતા નથી. તેથી મોટી ઉમરે થતી બિમારીઓ નથી થતી. તેનો ઉપયોગ અલ્સર, લોહી જામવું, પાંડુરોગ વગેરે રોગોમાં દવાના જેવું કામ કરે છે. ફણગાવેલ કઠોળ પેટ અને મનને ભાર લાગતો નથી.
ફણગાવેલા અનાજ કે કઠોળમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટસ તેમજ ખનીજ તત્ત્વો વિપુલ પ્રમાણમાં હોવાથી તે સૌથી વધુ પૌષ્ટિક છે. ઉપરાંત અનાજને ફણગાવવાથી તેમાં રહેલા હાનિકારક એસિડ નાશ પામે છે. દા.ત. સાયટ્રિક એસિડ જે અનાજના ખનીજતત્વો પર જામેલ હોય છે.
અનાજ ખાવાથી તે ખનીજતત્વો શરીરને મળતા નથી પરંતુ ફણગાવવાની પ્રક્રિયાથી એસિડ નાશ પામવાને કારણે શરીર સહેલાઈથી ખનીજતત્વો શોષી લે છે. ફણગાવેલ અનાજ કાચુ ખાવું વધુ ફાયદાકારક છે જેનાથી કબજીયાત દૂર થાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે કારણ કે તેમાં રેસા હોય છે. જે લોકો વજન ઉતારવા માગતા હોય તેમના માટે ફણગાવેલ કઠોળ શ્રેષ્ઠ છે કારણ કે તે પૌષ્ટિક છે પણ કેલરી ઘણી જ ઓછી છે.
ફણગાવેલ કઠોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં રહેલ ઝેરી તત્વો જેવા કે યુરિક એસિડ જે જરૂર કરતા વધુ પ્રમાણમાં થતા નથી. તેથી મોટી ઉમરે થતી બિમારીઓ નથી થતી. તેનો ઉપયોગ અલ્સર, લોહી જામવું, પાંડુરોગ વગેરે રોગોમાં દવાના જેવું કામ કરે છે. ફણગાવેલ કઠોળ નાના બાળકથી મોટી ઉંમરના સ્ત્રી પુરુષો માટે ઉત્તમ છે. તેમાંય ફણગાવેલા મગ તો અમૃત સમાન છે.
ફણગાવેલ કઠોળ ખાવાના કારણે શરીર માં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાઈ છે. અને બ્લડ શુદ્ધ બને છે. તેના લીધે લોહી ને લગતી બધીજ બીમારી પણ નાશ પામે છે. અને બ્લડ ની સફાઈ ના કારણે સ્કીન ને લગતા જે પણ રોગો છે તે દૂર થાઈ છે. જેથી નાના થી માંડીને મોટા બધા લોકોએ ફણગાવેલ કઠોળ ખાવા જોઈએ.
કઠોળ ને ફણગાવેલ હોવાના કારણે તેમાં એંટીઓક્સિડેંટ અને વિટામિન A, B, C અને D ભરપૂર માત્ર માં મળી જાઈ છે. તેની સાથે સાથે તેમાં મેગ્નેશિયમ તથા ઝીંક પણ મળી આવે છે. તેના કારણે પાચન ક્રિયા ને વેગ મળે છે અને ગમે તે ખોરાગ હોય તે જલ્દી અને આસાનીથી પાચન થઈ જાઈ છે.
આજે લોકો માં સૌથી વધારે સતાવતો કોઈ પ્રશ્ન હોય તો તે છે વધી રહેલો વજન અને તેનો મોટાપો. આ સમસ્યા હરેક ઘર માં જોવા મળે છે. લોકો વજન ઓછો કરવા માટે સવારે ઊઠીને વોકિંગ માં જાઈ છે અને કેટલો પરશેવો પણ પાડે છે. પણ ટેનતિહ કોઈ ફેર નથી પડતો. ફણગાવેલ કઠોળ શરીર માં ઉત્પન થતાં વધારાના એસિડ ને ખત્મ કરે છે, જેનાથી મોટાપો ઓછો થાઈ છે. જે કેલેરી માં પણ ઘટાડો કરે છે.
મિત્રો આજે હરેક લોકો ને વાળ ને લગતી કોઈ ને કોઈ સમસ્યા હોય છે ઘણા લોકો ના વાળ વધતાં નથી જ્યારે ઘણા ના વાળ ખરી જતાં હોય છે. તો આ દરેલ પ્રકારની વાળ ની સમસ્યા ને દૂર કરવા માટે પોટેશિયમ તેમજ ફેટી એસિડ ની જરૂર હોય છે જે ફણગાવેલ અનાજ માથી સારી રીતે મળી રહે છે.
યુવાનીમાં ફણગાવેલા ચણાનું સેવન કરવાથી વૃદ્ધત્વ મોડું આવે છે અને વૃદ્ધાવસ્થામાં સેવન કરવાથી શરીરના અંગ પ્રત્યંગો સ્વસ્થ તેમજ બળવાન રહે છે.ફણગાવેલા ચણા સુપાચ્ય તેમજ પૌષ્ટિક હોય છે. તેમાં કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન જેવા ખનિજ તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે.
ફણગાવેલી મેથી કડવી, પૌષ્ટિક, જ્વર તેમજ કૃમિ નાશક હોય છે. તે ભુખ વધારે છે અને હૃદયને અપાર શક્તિ આપે છે.નિયમિત રીતે અંકુરિત મેથી ખાવાથી વાળ ખરવા બંધ થઈ જાય છે. ચાનો સ્વાદ વધારવા માટે પણ ફણગાવેલી મેથીનો ઉપયોગ કરવામાં આવે છે.
ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે.દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.