વગર દવાએ માત્ર એ શક્તિશાળી ફળના સેવનથી અલ્સર, શ્વાસ અને પેટના રોગ માથી મળી જશે છુટકારો, અન્ય ફાયદાઓ જાણી ને તમે દંગ રહિ જશો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ફણસને અંગ્રેજીમાં જેક ફ્રૂટના નામથી ઓળખવામાં આવે છે, કેરળે ૨૧મી માર્ચ,૨૦૧૮ના રોજ જેકફ્રૂટને ‘સ્ટેટ ફ્રૂટ’ જાહેર કર્યું હતું. તમિલનાડુનું સ્ટેટ ફ્રૂટ પણ ફણસ જ છે. બાંગલાદેશ અને શ્રીલંકાનું તો ‘નેશનલ ફ્રૂટ’ ફણસ છે. આરોગ્યની દૃષ્ટિએ ફણસ કેરી કે સંતરા જેવા ટ્રોપિકલ ફળો કરતાં અનેકગણું વધારે ગુણવાન છે,પરંતુ તેનું કદ તેના માટે શ્રાપ છે.

તેમાંથી જેકફ્રૂટ ચિપ્સ,જામ,અથાણું,જ્યૂસ,હલવો વગેરે તૈયાર કરવામાં આવે છે. આજકાલ ફાઈવસ્ટાર હોટેલના મેન્યૂમાં ફણસની વાનગીઓ જોવા મળતી હોવાથી અનેક લોકો તેને અમીરોનું ફળ કહે છે,અને જ્યાં તે પાકે છે ત્યાંના લોકો તેને ગરીબોનું ફળ સમજે છે.

તેમાં વિટામિન એ,વિટામિન સી,થાઇમિન,પોટેશિયમ,કેલ્શિયમ,આયર્ન,ફોલિક એસિડ,મેગ્નેશિયમ જેવા ઘણાં ગુણધર્મો રહેલા હોય છે. આ તમારા શરીરને કોરોના વાયરસથી બચવામાં મદદરૂપ થઈ શકે છે,કારણ કે તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઝડપથી વધે છે. તેના અદ્ભુત ફાયદાઓ વિશે જાણીએ.

ફણસમાંથી મળી રહેલ વિટામિન સી આપણા શરીરમાં કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે. આપણી ત્વચાને યુવાન રાખવા માટે આ કોલેજન ખૂબ જરૂરી છે. ઉપરાંત,વિટામિન-એ આપણી આંખોની ધમનીને સંકુચિત થવાથી રોકે છે. આની સાથે,વૃદ્ધાવસ્થામાં પણ આપણી દૃષ્ટિ સારી રહે છે. જો તમે પણ આંખોની દ્રષ્ટિને તીવ્ર રાખવા માંગતા હો,તો ફણસ સેવન કરવું જોઈએ.

જો ખૂબ જ જલ્દી થાકી જાવ છો તો ફણસનું સેવન જરૂર કરવું જોઈએ. જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે તેમણે નિયમિતપણે તેને આહારમાં શામેલ કરવું જોઈએ. ફણસ શરીરનો થાઈરૉઈડ પણ સંભાળે છે. તેમાં રહેલા સૂક્ષ્મ ખનિજ પાચનક્રિયા માટે પ્રભાવશાળી હોય છે. ખાસ કરીને તે હોર્મોન્સ ના  ઉત્પાદન અને અવશોષણ માટે સારું માનવામાં આવે છે.

દરરોજ ફણસનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં ખૂબ મદદગાર થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થાય છે. તેમાં જોવા મળતું પોટેશિયમ હૃદયના સ્નાયુઓને મજબૂત રાખે છે.

ફણસમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ જ કારણ છે કે જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે અથવા જેમને પાચન યોગ્ય રીતે થતું ન હોય તેઓએ ચોક્કસપણે ફણસનું શાક ખાવું જોઈએ. ફણસનું શાક અને તેનાથી બનેલા પકવાન લોકો બહુ પસંદ કરે છે અને આ મજેદાર પણ હોય છે. તેના બી પણ મહત્વના છે. ફણસના બી આરોગ્યથી ભરપૂર હોય છે.

જેને પેટને લગતી બીમારીઓ થતી હોય છે જેવી કે પેટમાં દુખાવો થવો, ગેસ થવો, એસીડીટી થવી કે પછી અપચો જેવી પેટને લગતી દરેક બીમારીને દૂર કરવા માટે ફણસ ખૂબ જ ઉપયોગી  સાબિત થાય છે. આ માટે તમારે ફણસને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ.

ફણસ ના બી ડાયટ્રી ફાઈબરથી ભરપૂર હોય છે અને તેમાં કેલેરી પણ ઓછી હોય છે. તેથી આ વજન ઓછું કરવામાં તમારી મદદ કરે છે. ફણસના બીયડ મેગ્નીશિયમ,મેગ્નીજ જેવા ત્વોથી ભરપૂર હોય છે જે હાડકાઓમાં કેલ્શિયમના અવશોષણમાં મદદગાર હોય છે. આ લોહીને જામવાથી  રોકીને લોહીસંચારમાં મદદ કરે છે.

ફણસમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,જેથી એનિમિયાની સમસ્યાથી રાહત મળે. ફણસનું સેવન કરવાથી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે. અસ્થમાના દર્દીઓ માટે ફણસ અત્યંત ફાયદાકારક છે. ફણસને પાણીમાં ઉકાળો અને ગાળી લો પછી ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરો. દરરોજ આમ કરવાથી દમની સમસ્યામાં ફાયદો થશે.

ફણસ ૧૦૦ ટકા ઓર્ગેનિક ફળ છે. આ ઉપરાંત ફણસમાં ભરપૂર પોષક દ્રવ્યો રહેલા હોય છે. ડાયાબિટીસમાં પણ તે લાભ પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી હૃદયરોગની શક્યતા ઘટાડે છે. ૧૦૦ ગ્રામ ફણસમાંથી ફક્ત ૯૫ ટકા કેલરી મળે છે. ફણસ પોષક દ્રવ્યોથી ભરપૂર અને લૉ કેલરીવાળું ફળ છે. ફણસ શરીરને પૂરતું પોષણ આપીને વજન ઘટાડવામાં મદદ કરતું સુપરફૂડ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top