મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક દાંત, આંખ અને સ્ત્રીઓના દરેક પ્રકારના રોગો માથી કાયમી છુટકારો અપાવતી આ ઔષધિ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

ધાવડીના છોડ પંજાબ કે બંગાળ તરફ થાય છે. ખાસ કરીને શિવાલિકા પર્વતોમાં વધુ થાય છે. એનાં પાન સામસામાં ઊગે છે. અનારનાં પાંદડાં લીલાં અને ધાવડીનાં પીળાં એટલો એમાં તફાવત હોય છે. એનાં પાન ખટરસ, લાંબા તથા બંને બાજુથી સાંકડા હોય છે તેમાં અંદર કાળા ટપકાં હોય છે.

બજારમાં ધાવડીનાં ફૂલ મળે છે. તે તાજા હોય ત્યારે સુંદર જણાય છે. સૂકાયા પછી તેનો ભૂકો કરવામાં આવે છે. દવામાં તાજા ફૂલો વાપરવા જોઈએ. એનાં ફૂલને કળી હોતી નથી. ફૂલ નાની એલચી જેવડાં અંદર એક કાળા બી વાળા હોય છે. એનાં ફૂલ સ્વાદે કડવા, તૂરા હોય છે તેમાં કેફીન નામનું તત્વ હોય છે. એ કડવી, તુરી તથા ટાઢી હોય છે. નદી-નાળાં વાળા પ્રદેશમાં પણ એ ઊગી નીકળે છે.

દવામાં ધાવડીના ફૂલ અન્ય દવાઓ સાથે વપરાય છે. એમાં ૨૦ ટકા ટેનીન હોય છે. તેથી દરેક દવામાં એનાં ફૂલ નાખવામાં આવે છે. રક્તપ્રદર, ઝાડા, સંગ્રહણી માટેના કવાથમાં કે ચૂર્ણમાં ધાવડીના ફૂલ વપરાય છે. કુષ્ટમાં અન્ય દવા સાથે લેપ રૂપે લગાડાય છે. પ્રદર માં ચોખાનું ઓસામણ સાથે એ અપાય છે. વ્રણ પર એનું ચૂર્ણ છાંટતા તે રૂઝાઈ જાય છે. બાળકોને થતા ઊલટી, ઝાડા તથા ઉબકામાં પણ એ વપરાય છે.

વાત-પિત્ત જ્વરમાં ધાવડી ના પાન અને સૂંઠનો કાઢો સાકર સાથે મેળવીને આપવાથી ઘણી રાહત રહે છે. એનાથી તરસ મટે છે. ગર્ભ ન રહેતો હોય તો તેના સેવનથી રહે છે. બાળકોને દાંત આવતી વખતે બહુ પીડા થાય છે ત્યારે ધાવડીનાં ફૂલ, પીપર અને આમળાનો રસ મધમાં નાખી એકત્ર કરી દાંતના અવાળા ઉપર તે ચોપડી શકાય છે. એનાથી પીડા થતી અટકે છે.

ધાવડીના ફૂલ, બીલાનો મગજ, લોધર, ગજપીપર એ દરેક સરખે વજને લઈ તેનો કવાથ બનાવવો. આ કવાથના ઉપયોગથી તાવ, મરડો, સંગ્રહણી, તાવના વ્યાધિ મટે છે. અતિસારમાં પણ ઘણી રાહત રહે છે. ધાવડીના પાંદડા અને ફૂલો બંને સમાન ભાગ લઈને સમાન પ્રમાણમાં ઉકાળો બનાવો. તેને ગળામાં અટકાવીને કોગળા કરવાથી દાંતના તમામ પ્રકારના રોગોમાં ફાયદાકારક છે.

જો પેટમાં જંતુઓ થઈ ગયા હોય, તો ધાવડી ની મદદ લઈ શકાય. તેના ફળનો 3 ગ્રામ પાવડર તાજા પાણી સાથે સવારે ખાલી પેટ પર થોડા દિવસો સુધી પીવો. તેનાથી પેટના કીડા મરી જાય છે. જ્યારે અલ્સર હોય ત્યારે આંતરડા માંથી લોહી આવે છે. આ રોગમાં ધાવડી ફાયદાકારક છે. લોધરાની છાલ સાથે ધાવડી ફૂલનો પાઉડર વાપરો. આ અલ્સર માં ઘણી રાહત આપે છે.

પેશીઓની સારવાર માટે, 10 ગ્રામ ધાવડીના ફૂલ ને લગભગ 400 મિલી પાણીમાં ઉકાળો. જ્યારે પાણીનો ચોથો ભાગ બાકી રહે ત્યાં સુધી ઉકાળો. આ ઉકાળો સવારે ખાલી પેટ પર અને સાંજે જમ્યાના  1 કલાક પહેલા પીવો. થોડો સમય દૂધ અને ઘી ન ખાશો. તેના વપરાશથી ચોક્કસ ફાયદો થશે. ધાવડી ના ફૂલ લ્યુકોરિયા થી પીડિત મહિલાઓ માટે પણ ફાયદાકારક છે.

ધાવડીના ફૂલ માંથી બનેલો બે ચમચી (લગભગ 3 ગ્રામ) પાવડર લો. તેને સવારે ખાલી પેટ પર અને સાંજે જમ્યાના એક કલાક પહેલા મધ,પાણી,દહીં અથવા સાકર સાથે પીવો. તે લ્યુકોરિયા માં ઝડપી રાહત આપે છે. ધાવડીના ફૂલ, મોચરસ, અજમો સરખે વજને લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ના ઉપયોગ થી પ્રદર માં ઘણી રાહત રહે છે. અતિસાર તથા રક્તાતિસારમાં પણ લાભ થતો જોવાય છે.

આ ફૂલ આંખો માટે ખૂબ ફાયદાકારક છે. તેના ફૂલને પીસીને પાવડર બનાવો. આ પાવડરને દૂધ અને મધ સાથે સારી રીતે મિક્સ કરીને લેવાથી આંખોની નબળાઈ દૂર થાય છે. કફ વગેરેને કારણે થતી સમસ્યા આનાથી દૂર થાય છે અને આંખોનો પ્રકાશ વધે છે. ધાવડીના ફૂલ, મોચરસ તથા ઇંદ્રજવ સરખે વજને લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ સગર્ભા સ્ત્રી ને અતિસાર તથા અતિ આર્તવ માટે વપરાય છે.

ધાવડીનાં ફૂલ ૩૦ ગ્રામ, પતંગકી લકડી પાંચ ગ્રામ, તજ પાંચ ગ્રામ, મધ તથા સાકર દરેક અઢીસો ગ્રામ તથા પાણી પા લિટર નાખી તેને શીશીમાં ભરીને અગાસીમાં રાખી મૂકવું. ત્રણ સપ્તાહ સુધી મજબૂત રીતે પેક કરી રાખી મૂકવું. ત્યારબાદ તેનો ઉપયોગ જૂનો સંગ્રહણી, અર્શ, પાંડુરોગ તથા અતિ આર્તવ માટે ઉત્તમ કામ લાગે છે. એનું શરબત કામોત્તેજક છે તથા સહેજ નશાની અસર બતાવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here