સૂકા ધાણા સાથે કરો આ વસ્તુનું સેવન ઉધરસ, મોંની દુર્ગંધ, અસ્થમા જેવા અનેક રોગોમાં તરત જ જોવા મળશે પરિણામ, જરૂર જાણો ઉપયોગ કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સુકા ધાણા અને ખાંડનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો તમારે તેમને આહારમાં શામેલ કરવું જોઈએ. જ્યારે શાકભાજીમાં લીલા ધાણા ના પાન ઉમેરવામાં આવે છે અથવા સુકા ધાણા ના પાન વપરાય છે, આ બંને શાકભાજીનો સ્વાદ વધારવાનું કામ કરે છે.

કોથમીરનો ઉપયોગ ભારતમાં લગભગ દરેક ઘરમાં થાય છે. તેના લીલા પાન અને સૂકા ધાણા બંનેનો ઉપયોગ ખોરાકમાં કરવામાં આવે છે.ધાણામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. પરંતુ શું જાણો છો કે કોથમીરમાં સાકર મિક્સ કરવાથી ઘણી બીમારીઓથી બચી શકો છો.અને  ચમકતી ત્વચા અને તંદુરસ્ત શરીર પણ મળી શકે છે. અહીં આજે આપણે જાણીશું કે કોથમીર અને સાકર એક સાથે ખાવાથી શું ફાયદા થાય છે.

ઘણી વખત લોકોને લાંબા સમય સુધી ઉધરસ આવે છે જે ઝડપથી મટતી નથી. તો શરદી, ઉધરસ વગેરે જેવી કેટલીક બિમારીઓ છે જે દવાઓ દ્વારા પણ મટાડવામાં આવતી નથી. ઘણા કેસોમાં, એવું જોવા મળ્યું છે કે જ્યારે ખાંસી લાંબા સમય સુધી મટે નહી ત્યારે તે અસ્થમા અથવા ટીબીનું સ્વરૂપ લે છે.

પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ધાણાજીરું અને સાકર ખાવાથી લાંબા સમય ની  ઉધરસ પણ મટી શકે છે. આમાં સૂકા ધાણા અને સાકર બરાબર મિક્ષ કરી  ત્યારબાદ તેને ચોખાના પાણી સાથે  દરરોજ પીવો. આ કફમાં રાહત આપશે. પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક ઘરેલું ઉપાય તાત્કાલિક ઉપયોગ માટે છે, જો તમને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ આવે છે, તો તરત જ ડોક્ટર પાસે જાવ.

સૂકા ધાણા અને સાકરનું મિશ્રણ મોંની દુર્ગંધ દૂર કરવા માટે સૌથી અસરકારક છે. ઘણી વખત લોકો ખાધા પછી પણ સાકર અને વરિયાળીનું સેવન કરે છે જેથી મોંમાં ગંધ ન આવે. ધાણા અને સાકરનું મિશ્રણ શ્રેષ્ઠ માઉથફ્રેશનરની જેમ કાર્ય કરે છે. ખાધા પછી, સૂકા ધાણા  અને સાકરની ખાવી જોઈએ આને કારણે, લસણ અને ડુંગળીની ગંધ તમારા મોંમાંથી નીકળી જશે.

સાકર સાથે ધાણા ખાવાથી ખોરાક યોગ્ય રીતે પચે છે. જો પેટ સારું રહેશે તો  તમે ઘણા રોગોથી બચી શકો છો.  સાકર  અને સૂકા ધાણાના સેવનથી શરીરમાં ઉર્જા આવે છે. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે. તો તમે જે ખાઈ રહ્યા છો તેને નિયંત્રણમાં લેવું.

ઊંઘ ની ગેરહાજરી હોવાથી લોકો ને ધાણા  ગંભીર રોગો થાઈ છે  અને તેની કામ કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે. ધાણા  અને સાકર ઊંઘ લાવવા માટે ખૂબ અસરકારક છે. ધાણા અને સકારને પાણીમાં નાખી અને પછી તેનું સેવન કરવું જોઈએ . આ કરવાથી નિંદ્રાનો અનુભવ થાય છે,અને જ્યારે નિંદ્રા પૂર્ણ થાય છે ત્યારે માનસિક રીતે તાજગી નો અનુભવ થાય છે.

વસંત ની ઋતુ પછી ઉનાળો આવે છે. જ્યારે આ સીઝનમાં બહાર નીકળો છો, ત્યારે ચહેરાની બધી ચમક અદૃશ્ય થઈ જાય છે. તો તે જ સમયે, ચહેરાની ચમક પછી લાવવામાટે અમે અહીં તમને એક સરળ ઉપાય લાવ્યા છીએ, જેનો ઉપયોગ ઘરે પણ કરી શકો છો.

કોથમીરમાં ચેપ દૂર કરવાનો ગુણ છે, જ્યારે તેને સાકર સાથે ખાવામાં આવે તો એનાથી ચહેરો ગ્લો કરે  છે. જો ધાણા  અને સાકરનું સેવન નિયંત્રિત રીતે કરવામાં આવે તો તે ચહેરાથી લઈને પીરિયડ સુધીની સમસ્યામાં મદદરૂપ સાબિત થાય છે. ધાણા અને સાકર એ બંને કુદરતી દવાઓના ભાગ છે.

ખોરાકનો સીધો ઉપયોગ કરવા ઉપરાંત, રોગોથી બચવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમને તેના સેવનથી કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી છે તો ડોક્ટરને મળો. આ તમામ ઘરેલું ઉપાય તાત્કાલિક રાહત માટે છે. આ કાયમી સારવાર નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top