ચૂનો એ કેલ્શિયમનો ખૂબ જ મોટો સ્ત્રોત છે. ચુનાને ઇંગ્લિશ માં લાઇમસ્ટોન કહે છે. એવું કહેવાય છે જે ચૂનો જોવામાં સાવ સામાન્ય લાગે છે, પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે લોકો પાન માવા ખાતા હોય તે લોકોને ક્યારેય કેલ્શિયમની કમી થતી નથી. કારણ કે તે પાન માવા માં ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે.
આપણે ઘણા લોકોને ને માવા અને પાન ખાતા જોયા હોય છે. અને માવામાં વપરાતી આ વસ્તુ તે ઘણા બધા રોગોમાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ચૂનોએ એક હાનિકારક પદાર્થ માનવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ચૂનો ખાવાથી સૌથી વધારે રોગોમાં રાહત મળે છે.
હાડકાંને મજબૂત બનાવવા માટે તેમજ તેમની ખામી દૂર કરવા માટે ચૂનો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. જે લોકોને હાડકા નો દુખાવો હોય તે લોકોએ ઘઉંના દાણા જેટલો ચૂનો લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. નાના બાળકો માટે પણ ચૂનો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. જે બાળકોને લંબાઈ વધતી નથી હોતી અથવા તો યાદશક્તિ ઓછી હોય તે લોકોને રોજ ઘઉંના દાણા જેટલો ચુનો પીવડાવવામાં આવે તો તેની યાદશક્તિ પણ ખુબ વધી જાય છે. અને હાઈટ પણ વધે છે.
લંબાઈ વધારવા માટે ચૂનો દહીં માં નાખી પીવાથી હાઈટ વધે છે. જે સ્ત્રીઓ ને અનિયમિત માસિક હોય તે લોકોને ચૂનો ખૂબ જ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. પ્રેગ્નન્સી દરમિયાન લેવાથી ગર્ભપાત અટકે છે અને બાળક બુદ્ધિશાળી અને સ્વસ્થ જન્મે છે. આ ઉપરાંત બાળકના જન્મ સમયે કોઈ પણ તકલીફ થશે નહિ અને નોર્મલ ડિલિવરી થશે. અને બાળક ખૂબ જ તંદુરસ્ત હશે.
જો મોઢાના છાલા પડી ગયા હોય તો ઘણી વખત કોઈ પણ વસ્તુનો સ્વાદ આવતો નથી. તે માટે ચૂનાના પાણીના કોગળા કરવાથી પણ ખૂબ જ રાહત થાય છે. જે લોકોને દાંતની તકલીફો અથવા તો દાત કમજોર હોય તે લોકો માટે પણ ચૂનાનો ઉપયોગ કરી શકે છે. જે લોકોને આંખ માં ઓછું દેખાતું હોય અથવા આંખની કોઈપણ તકલીફો હોય તેની માટે ઉપયોગી છે. મોટા ભાગે જે વ્યક્તિ કોમ્પ્યુટર પર સતત બેસીને કામ કરતા હોય તે લોકો માટે તો ચૂનો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ વ્યક્તિએ રોજ ઘઉંના દાણા જેટલો પાણીમાં મેળવીને પીવાથી તકલીફ દૂર થાય છે અને આંખની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.
ચૂનાના સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. બોડીમાં કેલ્શિયમની માત્રા બરાબર રહે તે માટે ચૂનો ખુબજ ફાયદાકારક છે. આ ઉપરાંત કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, ખભાનો દુખાવો કે કોઈપણ દુખાવો હોય તેની માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. જે પુરુષને સ્પમ ઓછા હોય તે લોકો માટે નો એક રામબાણ ઈલાજ છે. પુરૂષ પણ તેનું સેવન ઘઉંના દાણાની બરાબર જ કરી શકે છે. શેરડીના રસમાં મેળવીને ચુનાનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટ પણ વધી જાય છે.
ચુના ના ફાયદા સાથે સાથે થોડુંક નુકસાન પણ છે. જો જે લોકોને પથરી હોય અથવા તો તમાકુ નું સેવન કરતા હોય તે લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ. ચુના નું સેવન ડાયરેક્ટ ન કરવું જોઈએ. કોઈ પણ વસ્તુને સાથે મિક્સ કરીને જ કરવું જોઈએ નહીં તો જીવ પણ લઈ શકે છે. અને ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.
જો કોઈ સ્ત્રીને વારંવાર ગર્ભપાત થઈ જતો હોય અથવા કોઈ સંતાન ન થતું હોય તો રોજ ચુનાનું સેવન કરવું જોઈએ. ચુનાના સેવનથી વારંવાર થતા ગર્ભપાતથી છુટકારો મળે છે. વિદ્યાર્થીઓ માટે ચૂનો તો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે વિદ્યાર્થીને ભુલવાની બીમારી હોય તે લોકોએ દહીંમા ચોખાના દાણા જેટલો મિક્ષ કરીને રોજ પીવાથી યાદશક્તિ ખૂબ જ વધી જાય છે.
ઘણી વખત માણસ ને કમળો થાય તો તે જીવલેણ સાબિત થાય છે. પરંતુ જો કમળાના દર્દીને ઘઉંના દાણા જેટલો ચુનો પાણીમાં નાખીને પીવડાવવામાં આવે તો એનાથી તરત જ છુટકારો મેળવી શકાય છે. આ સિવાય શેરડીના રસમાં પણ મેળવીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.