નિયમિત માત્ર 5 મિનિટ આ આસનથી વધતાં શરીર અને ચરબીથી મળી જશે છુટકારો, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સુડોળ સુંદર શરીર મેળવવા તો દરેક વ્યક્તિ ઇચ્છે છે, પૂરંતુ અત્યારના સમયમાં મેદસ્વીતાનું પ્રમાણ વધતું જતું જ જોવા મળી રહ્યું છે. તેનું એક કારણ અત્યારની ખાણી-પીણી, રહેણીકરણી પણ હોઇ શકે છે. જ્યારે શરીર વધવાની શરૂઆત થાય ત્યારે શરીરના દરેક અંગમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે.

જ્યારે શરીર ઘટાડવાની વાત આવે ત્યારે પેટ પરની ચરબી પહેલા નજરે પડે છે, તેના કારણે જ્યારે શરીરની ચરબી દૂર કરવાનો કે ફિટ રહેવાનો વિચાર આવે ત્યારે પણ પહેલા પેટની ચરબી દૂર કરવાનો જ વિચાર આવે છે. માત્ર પેટની ચરબી ઓછી કરી લેવાથી ફ્ટિ રહી શકાય છે એવું નથી. શરીરના અન્ય અંગો જેમ કે જાંઘ, કમર, હિપ્સ પર જમા થતી ચરબી દૂર કરવી પણ જરૂરી છે. આસન કરવાથી શરીરના તમામ ભાગ પરની ચરબીમાં  ઘટાડો થતો જણાશે.

ભુજંગાસન: જમીન પર પગની આંગળીઓ  સપાટ રાખીને તથા કપાળ મુકીને પેટ પર સૂઈ જાવ. તમારા બંને પગના પંજા તથા એડીઓ હળવેથી એકબીજાને  સ્પર્શે તેમ રાખો. તમારી હથેળીઓ ખભા નીચે જમીન પર ઊંધી મુકો, તમારી કોણીઓ સમાંતર તથા શરીરના ઉપરના ભાગની નજીક રાખો.

એક ઊંડો શ્વાસ લેતા લેતા ધીરેથી તમારુ માથુ ,છાતી તથા પેટને  ઊંચા લાવો,નાભિને  જમીન પર રાખો.તમારા શરીરનો ઉપરનો ભાગ તમારા હાથના સહારા વડે પાછળ તરફ  ખેંચો. શરીરને ઢીલું છોડો અને ઊંડા શ્વાસ લો. થોડીક સેકંડ આ સ્થિતિમાં રહ્યા પછી પાછા પેટ ઉપર સુઈ જાઓ. ભુજંગાસનથી પેટની ચરબી ઓછી થાય છે. સાથે સાથે હાથ, કમર અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે અને શરીર સ્ફૂર્તિ વાળું બને છે

ધનુરાસન: તમારા પેટ પર ઉંધા સૂઈ જાવ. તમારા પગના પંજા વચ્ચે કમર જેટલુ અંતર રાખો. અને બંને હાથ શરીરની બાજુમા રાખો. તમારા ઘુંટણ વાળો અને પગની ઘૂંટીઓને પકડો શ્વાસ ભરો અને છાતી ને જમીનથી ઉપર ઊઠાઓ અને પગને ઉપર અને પાછળ ખેંચો. સીધુ જુઓ, ચહેરા પર મૂસ્કૂરહાટ સાથે. તમારા શ્વાસ પર ધ્યાન રાખી યોગાસન મા સ્થિર રહો. તમારુ શરીર બાણ જેવુ દેખાય છે.

લાંબા અને ઉંડા શ્વાસ આ સ્થિતિમા આરામદાયક રીતે લેતા રહો. વધારે ખેંચતાણ ના કરો. ૧૫-૨૦ સેકેંડ પછી, શ્વાસ બહાર કાઢતી વખતે, તમારા પગ અને છાતી જમીન પર લાવો. પગની ઘૂંટીઓને છોડી દો, વિશ્રામ કરો. આ આસન વજન ઘટાડવાની સાથે સાથળ, પેડુ, છાતી ની વધારાની ચરબી પણ ઘટાડે છે. સામાન્ય કસરતો કરીને પણ શરીરના જે ભાગની ચરબી ઘટતી નથી તે ભાગની ચરબી આ આસનથી ઘટી જાય છે. આ આસન કરવાથી પેટમાં ખેંચાણ થાય છે અને શરીરમાં લચક આવે છે.

ત્રિકોણાસન : તાડાસનમાં ઊભા રહવા માટે પગ 3 ½ ફીટ પહોળા કરવા. પગ બાજુ બાજુમાં રહેવા જોઈએ. હાથ બાજુમાંથી ઊંચા કરવા જે ખભાની સમાંતર અને હાથના પંજા જમીન તરફ રહે તેમ રાખવા. હાથ પણ જમીનને સમાંતર રાખવા. જમણો પગ બાજુમાં 90 અંશને ખૂણે જમણે રાખવો. તે પછી ડાબો પગ સહેજ જમણે વાળવો, ડાબા પગને અંદરથી તાણેલો રાખવો..ડાબો હાથ જમણા ખભાની લાઇનમાં રહે તેમ ખેંચીને રાખવો.

પગનો પાછલો ભાગ, છાતીનો પાછલા ભાગ અને નિતંબ એક લાઇનમાં હોવા જોઈએ. ડાબા હાથના અંગૂઠા તરફ એકનજરે જોઈ રહેવું. મહિનાઓથી કસરત કર્યા બાદ પણ વજન ઘટતું ન હોય તો આ આસન તમારા માટે એકમાત્ર ઉપાય છે. આ આસન નિયમિત કરવાથી શરીરની કેલેરી ઘટે છે. આસન શરૂ કર્યાના થોડા જ દિવસોમાં કમરની ચરબી ઘટવા લાગે છે.

વીરભદ્રાસન : તાડાસનમાં ઊભા રહો. બંને હાથ પક્ષીની પાંખની જેમ બાજુમાં  ફેલાવો. તમારી સામે એક બિંદુએ ફોકસ કરો. તમારી આંખોને એ પોઇન્ટ પર જ કેન્દ્રિત કરો. એક વાર દૃષ્ટિ કેન્દ્રિત કરો પછી એ પોઇન્ટ પરથી નજર હટાવવી  નહીં. એ પોઇન્ટ પર ફોકસ કરો ત્યારે કોઈ એક પગ ઊંચો કરવો અને બેલેન્સ કરવું. જિંદગીમાં જે ધ્યેયો હાંસલ કરવાના હોય તેનો વિચાર કરો, તમામ ડર છોડી દો અને પંખીની જેમ ઊડવા પ્રયાસ કરો.

થોડી વાર આ જ આસનમાં રહો, જ્યારે તમે પાછા આવવા માંગો ત્યારે ધીમેથી આસન છોડો અને સ્થિતિમાં પાછા આવો. આસન ફરીથી બીજી સાઇડ પર એટલી જ અવેરનેસ અને ફોકસથી કરો. આ આસનથી સાથળ, પેટ, નિતંબની ચરબી દૂર થાય છે. તેનાથી શરીરની આંતરિક શક્તિ પણ વધે છે. આ આસન નિયમિત કરનાર લાંબા સમય સુધી કામ કરે તો પણ થાક જણાતો નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top