ચિકનગુનિયા એ ઝડપથી ફેલાતો જીવલેણ રોગ છે. ચિકનગુનિયા ફિવર વાયરસનો એક પ્રકાર છે, જે એડીસ મચ્છર કરડવાથી ચિકનગુનિયા થાય છે, ચીકનગુનીયા એક વાઇરસથી થતો રોગ છે. જે મુખ્યત્વે એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
જ્યારે ચિકનગુનિયા થાય છે ત્યારે દર્દીને ઘણી નબળાઇ આવી જતી હોય છે, અને આ નબળાઇ સાજા થયા પછી પણ લાંબા સમય સુધી રહે છે. ચિકનગુનિયાના દર્દીને સાંધાનો દુખાવો અને સોજો – મુખ્યત્વે દર્દીને વધારે તકલીફ આપે છે. અને આ પીડા લાંબા સમય સુધી રહે છે. માટે અમે તમને ચિકનગુનિયાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવીશું.
આ રોગના લક્ષણો મચ્છરના કરડવાના 3 થી 4 દિવસ પછી માનવ શરીરમાં તેની અસર દેખાવા માંડે છે. કોઈ પણ રોગની યોગ્ય અને ઝડપથી સારવાર કરવા માટે, તે રોગના યોગ્ય કારણો અને લક્ષણો જાણવું મહત્વપૂર્ણ હોય છે. દર્દીને તાવ આવવો, હાથ-પગ ઝકડાઇ જવા, શરીરે લાલ ફોલ્લીઓ નીકળવી, ચાલવામાં મુશ્કેલી સર્જાય અને શરીરમાં કમજોરી આવવી વગેરે ચિકનગુનિયાના લક્ષણો છે.
ગીલોય દરેક પ્રકારના વાયરલ ફ્લુમાં ખૂબ જ અસરકાર નિવડે છે. વાયરલ પેથોલોજીમાં ગીલોયનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગીલોયના વિવિધ પ્રકારો જેવા કે ગીલોયનું ચૂર્ણ, ગીલોયના ક્વાથ જે બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ગીલોયનુ સેવન દિવસમાં ત્રણ થી પાંચ વખત કરી શકાય છે.
દ્રાક્ષ ને ગાયના હૂંફાણા દૂધ સાથે લેવાથી ચિકનગુનિયાના વાયરસ મરે છે પણ ધ્યાન રાખો દ્રાક્ષ બીજવગરના હોવા જોઈએ. તુલસી અને અજમા પણ ચિકનગુનિયાના ઉપચાર માટે ખૂબ સારી ઔષધિ છે. ઉપચાર માટે અજમા, દ્રાક્ષ, તુલસી અને લીમડાના સૂકા પાનને ઉકાળી લો આ ઉકાળો ગાળ્યા વગર દિવસમાં ત્રણ વાર પીવો.
જ્યારે ચિકનગુનિયા થાય ત્યારે દરરોજ પપૈયા ખાવાનું શરૂ કરો. કાચા પપૈયાનો રસ પીવાથી ચિકનગુનિયા ઝડપથી મટાડી શકાય છે. ચિકનગુનિયાનો તાવ એટલો ખતરનાક હોય છે કે તેનાથી શરીરમાં ખૂબ નબળાઈ આવી જાય છે. પપૈયાના પાનનો રસ પીવાથી લોહીમાં પ્લેટો વધે છે.
ચિકનગુનિયાના તાવ વાયરસથી છુટકારો મેળવવા માટે તુલસીના પાનનો ઉકાળો બનાવો. તે પછી ઉકાળામાં કાળા મરીનો પાવડર નાખીને પીવો. ચિકનગુનિયાને મૂળમાંથી દૂર કરવા માટે શાકભાજીનો રસ પીવો. વધુને વધુ ફળો અને શાકભાજી ખાઓ.
લીમડો અને હળદર શરીરમાં ચામડીને લગતા રોગો માટે આયુર્વેદમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. શરીરમાં વધુ પડતા ચાઠા જોવા મળે ત્યારે લીમડા અને હળદરના મિશ્રણનો લેપ લગાડવામાં આવે છે. ચાઠા પડ્યા હોય ત્યાં બળતરા થતી હોય ત્યારે ફક્ત લીમડા નો ઉપયોગ કરવો હિતાવહ છે.
બળતરા વધુ થતી હોય ત્યારે શુધ્ધ ધી નો લેપ પણ લગાવી શકાય છે. નારીયેળના તેલમાં કપૂર નાખીને પણ તેનો લેપ લગાવી શકાય છે. કાચા ગાજર ખાવા પણ ચિકનગુનિયાના ઉપચારમાં ખૂબ લાભકારી છે. આ દર્દીની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે.
સાથે જ સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. દુખાવા વાળા સાંધા પર લસણને વાટીને તેમાં લવિંગનું તેલ મિક્સ કરી કપડામાં નાખી સાંધા પર બાંધી દો. તેમાં પણ ચિકનગુનિયાના દર્દીને સાંધાના દુખાવાથી આરામ મળશે અને શરીરનું તાપમાન પણ નીયંત્રિત થશે.
સૂંઠ મોટાભાગે દરેક રસોડામાં જોવા મળે છે અડધા અથવા એક ગ્રામ જેટલા સૂંઠના પાવડરનું દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો ચિકનગુનિયા જેવા રોગમાં તે અસરકારક નિવડે છે. સૂંઠ નો પાઉડર સાંધાના દુખાવા મટાડવા ઘણો ઉપયોગી છે તેમજ તેનાથી ભૂખ પણ વધુ લાગે છે. જેના શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોય તેવા વ્યક્તિઓએ સૂંઠને દુધમાં નાંખીને પીવું જોઇએ.