પાચન ના 50 થી વધુ રોગો માટે અમૃત સમાન ગણવામાં આવે છે આનું સેવન, ભોજનમાં જરૂર કરો આનો સમાવેશ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. છાશને આર્યુવેદમાં સાત્વિક ફૂડ જણાંવાયું છે. હવે જ્યારે મસાલેદાર કે ભારે ખોરાક લીધા પછી એસિડિટી થઈ જાય તો કોઈ દવા લેવાને બદલે ગ્લાસ ભરીને છાશ પી લેજો.

છાશ માં રહેલી દૂધની ચરબીમાં અદ્રશ્ય બાયોએક્ટિવ પ્રોટિન હોય છે. જે કોલેસ્ટોરલને ઓછું કરે છે, તેમાં એન્ટીવાઈરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીકાર્સિનજેનિક તત્ત્વો હોય છે. દરરોજ છાશ પીવાથી બ્લડ પ્રેશર પણ ધીરે-ધીરે ઓછું થાય છે.

દહીં માંથી બનતું આ પીણું સ્વાદિષ્ટ પણ છે અને સ્વાસ્થ્ય વર્ધક પણ છે. તે ભોજનની સાથે પરફેક્ટ સહાયક પણ છે. વળી, જ્યારે કાળઝાળ ગરમીમાં તો બીજું કોઈ પીણું છાશ જેવી ઠંડક આપી જ ન શકે!  છાશમાં પ્રોટિન, પોટેશિયમ અને વિટામીન બીનું સારું એવું પ્રમાણ હોય છે.

આ દરેક તત્વોમાં મોટાપ્રમાણમાં વિટામીન, મીનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આ પોષક તત્વો રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, ઊંઘ સારી આવે છે, હોર્મોન સિન્થેસીસ વધારે છે અને બીજા પણ ઘણાં ફાયદા છે. છાશ ત્રિદોષનાશક છે અને આંતરડાંના કોઈ પણ દર્દમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. કબજિયાત દૂર કરે છે. છાશથી સોજો, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુરોગ, મંદાગ્નિ, ઝાડા અને આંતરડાંની નબળાઈ દૂર થાય છે.

છાશમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે. છાશની ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે. ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે. વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વાત વિકારમાં ખાટી છાશ માં સિંધવ મીઠું ભેળવીને પીવાથી રાહત મળે છે.

છાશ કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે. કફ પ્રકૃતિમાં તેમ જ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશ પીવી જોઈએ. જો જમ્યા પછી એસિડિટીની તકલીફ રહેતી હોય તો, તમારા ભોજનમાં છાશનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. દહીંમાથી બનેલી છાશ તમારા પેટને ઠંડુ રાખશે અને બળતરાને શાંત પાડી દેશે.

મસાલેદાર ભોજન પેટમાં બળતરા ઊભી કરે છે, પણ છાશ બળતરાને શાંત પાડવામાં મદદ કરે છે. દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ હકિકતમાં તીખાશ સામે લડવા માટે ઘણી ઉત્તમ છે – તેમાં રહેલું પ્રોટિન તીખાશને સામાન્ય કરી નાંખે છે અને સિસ્ટમને ઠંડી રાખે છે. છાશમાં રહેલા તત્વો અપચા સામે રક્ષણ આપે છે અને ખાટા ઓડકાર આવતા અટકાવે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે જઠર રસને વધારે છે. તે પાચનક્રિયા ની શક્તિને પણ વધારે છે.

ભોજન પછી છાશ પીવાથી સારું લાગે છે. તેલ, માખણ અને ઘી તમારી અન્નનળી અને પેટને જકડી લે છે, ત્યારે છાશ પીવાથી તે તમને હળવાશનો અનુભવ કરાવશે. જો ગરમીમાં બહાર જઈ રહ્યા હોય તો છાશ માં મીઠું અને મસાલો નાંખીને પીવી, તેનાથી શરીરમાં ઘટેલા પાણીના જથ્થાની ભરપાઈ તાત્કાલીક થઈ જશે અને ડિહાઈડ્રેશનથી બચવામાં મદદરૂપ થશે.

જે લોકો ને લેક્ટોસ ઈનટોલરન્ટ (દૂધમાં રહેલી શર્કરાથી સમસ્યા) હોય તેમને પણ છાશ પીવાથી કોઈ સમસ્યા થતી નથી. જો તમે આવી સમસ્યાથી પીડાઓ છો તો તમે પણ દૂધને બદલે છાશ પીય ને કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકો છો.

પુખ્તવયની વ્યક્તિને દાંત અને હાડકાં ને મજબૂત  રાખવા દરરોજ 1,000 થી 1,200 મીલી કેલ્શિયમની જરૂર પડે છે. દૂધના એક ગ્લાસમાં 300 મીલી કેલ્શિયમ હોય છે, જ્યારે 1 કપ છાશમાં 420 મીલી કેલ્શિયમ હોય છે. રોજના ભોજનમાં માત્ર એક કપ છાશ પીવાથી કેલ્શિયમનું પ્રમાણ 350 મીલી સુધી વધી જશે.

જો ડાયટિંગ કરો છો તો દરરોજ એક ગ્લાસ છાશ જરૂરથી પીવો. કારણકે આમાં અઢળક પોષકતત્વો રહેલા હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી બની રહે છે. જો ગરમીવાળા વાતાવરણમાં વધારે રહેતા હોવ તો ગરમીને દૂર કરવા માટે વડની ડાળીને લઈને વાટીને તેને છાશમાં નાંખીને પીવાથી શરીરને ઠંડક મળે છે.

દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે. અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને સમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે. ભૂખ ન લાગતી હોય, શરીરમાં વાયુને કારણે દુખાવો રહેતો હોય, પાચન બરાબર ન થતું હોય, અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય અને ગભરામણ થતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તો છાશ પીવાથી તે ગુણકારી સાબિત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top