ધાધર, ખસ, ખુજલી જેવા ચામડીના દરેક રોગોનો મોંઘીદાટ દવાઓ કરતાં પણ વધુ અસરકારક દેશી ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હિંગ એ આયુર્વેદની સૌથી અસરકારક ઔષધિ માનવામાં આવે છે. તેના સ્વાસ્થ્ય ને લગતા અઢળક ફાયદા છે. હિંગ પેટના દરેક રોગનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. પરંતુ હિંગ ચામડીના રોગમાં પણ ફાયદાકારક છે, ચાલો જાણીએ હિંગના ચામડીના રોગમાં કેવી રીતે લાભ આપે છે.

શરીરની ચામડી ઉપર લાલ લાલ નાની નાની ફોલ્લીઓ નીકળે છે. થોડા દિવસો માં પછી તે મોટી થઈ એકબીજાને જોડાઈ જાય છે તેમાંથી સતત ખંજવાળ આવે છે. ધીમે ધીમે તે શરીરના બીજા પરસેવો થનારા ભાગ તરહ ફેલાય છે. આ દાદર, ખસ, ખૂજલીનાં લક્ષણો છે. આ રોગ ફુગ નામના કિટાણુઓથી થાય છે.

દાદર, ખસ, ખુજલીના ઘણા ઘરેલુ ઉપચાર છે પરંતુ આપણે આજે હિંગના ઉપાય વિશે જાણવાના છીએ. સૌ પ્રથમ પેટ સાફ કરવાની દવા લેવી જોઈએ જેથી જઠર અને આંતરડાં સાફ થઈ જાય છે. અથવા દવાને બદલે હિંગ પણ ઉપયોગમાં લઈ શકો છો. હિંગ થી પણ પેટ સાફ થાય છે.

લીંબુના રસમાં થોડીક હિંગ, થોડુંક કપૂર અને ચમેલીનું તેલ મેળવી દાદર, ખસ, ખૂજલીવાળી ચામડી ઉપર ચોપડવું આનાથી ઘણો લાભ થાય છે. ૨૫ ગ્રામ કેરોસીન, પ૦ ગ્રામ કલમીશોરા, ૩ ગ્રામ હિંગનું ચૂર્ણ સારી રીતે મેળવી સારી રીતે પીસી લેવું. તેમાં થોડોક લીંબુનો રસ મેળવી દાદર, ખસ, ખૂજલીવાળી ચામડી ઉપર ચોપડવાથી આ રોગ જડમૂળથી નાબૂદ થઈ જાય છે.

આ ઉપરાંત દાદર, ખસ, ખુજલી માટે બે ગ્રામ હિંગ અને દસ ગ્રામ અજમાને ચાર ચમચી પાણી સાથે ખૂબ વાટીને મલમ બનાવવુ. આ મલમ અસરગ્રસ્ત વિસ્તારમાં ચોપડવાથી દાદર, ખસ અને ખૂજલી આસાનીથી મટાડી શકાય છે. શરીર સ્વચ્છ ન રાખવાથી આ રોગ થાય છે.

હિંગનો ઉપયોગ અને લાભ લાલ ચકામાં માટે પણ થાય છે. હાથ, પગ, કાન, માથું કે શરીરના કોઈ પણ ભાગ ઉપરની ચામડી ગોળ કુંડાળામાં લાલ થઈ જાય છે. થોડા સમય પછી તેમાં નાની નાની તિરાડો પડતી હોય તે રીતે ચામડી ફાટે છે. તેમાંથી પાણી ઝરે છે. અને બળતરા થાય છે, તેને લાલ ચકામાં (છાજન) કેહવાય છે.

લાલ ચકામાંના રોગના ઉપચાર માટે તમાકુ અને હિંગને પાણીમાં પલાળી રાખી તે પાણી વડે ચકામાંને ધોવાથી ફાયદો મળે છે. આ ઉપરાંત હિંગ, ગંધક, સફેદ કાથો, પારો, મનસીલ, મરેલો શંખ દરેક 10 ગ્રામ લઈ વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણને ગાયના ઘીમાં મેળવીને મલમ બનાવવો. આ મલમ દિવસમાં ત્રણ વખત અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવવાથી લાભ મળે છે.

બે ચમચી દેશી ઘી, એક ચમચી ગંધક, એક ચમચી મજીઠ, એક ચમચી હિંગ બધાંને સારી રીતે મેળવી પછી ઘૂંટીને મલમ બનાવવો. આ મલમ ચકામાં ઉપર દરરોજ ચોપડવો. મેંદાના લોટમાં થોડીક હિંગ અને થોડીક સાકર (દળેલી) મેળવવી પછી આમાં પાણી ઉમેરી પેટીસ જેવુ બનાવી બનાવી ચકામાં ઉપર લગાવી પાટો બાંધવો. ખંજવાળ બંધ થાય ત્યાં સુધી આ પાટો રાખવો.

ખીલ, મસાના ઉપચારમાં પણ હિંગ નો સમાવેશ કરવામાં આવે છે. લોહીમાં વધારે પ્રમાણમાં ગરમીથી, ગરમ પદાર્થો વધારે પ્રમાણમાં ખાવાથી, અજીર્ણ થવાથી, ચરબીવાળા પદાર્થો વધારે પ્રમાણમાં ખોરાકમાં લેવાથી, સ્વભાવ ઉગ્ર અને ગરમ રહેવાથી, અતિશય વ્યાયામ કરવાથી વગેરેને લીધે ખીલ અને મસા થાય છે.

હિંગ અને કાળાં મરી પાણી સાથે લસોટી મલમ બનાવી તે મલમ ખીલ કે મસા પર લગાવવાથી આરામ મળે છે. હિંગ, ત્રિફળા ચૂર્ણ, મૂળેઠી ત્રણે સરખા પ્રમાણમાં લઈ સવાર સાંજ એક એક ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. હીરા હિંગ, કાળાં મરી, જાયફળ ત્રણેને દૂધમાં બરાબર ઘુંટી મલમ બનાવવો.

આ મલમ ખીલ, મસા ઉપર લગાવવાથી લાભ મળે છે. સૂકા ધાણા અને હિંગનું ચૂર્ણ, બકરીના દૂધમાં લસોટી બનાવેલો મલમ મોંઢા ઉપર લગાવવાથી ખીલમાં લાભ મળે છે. કોપરેલમાં હિંગ મેળવી મોઢા પર વારંવાર માલિશ કરવાથી ખીલ મટે છે. આમ હિંગનો ઉપયોગ કરીને ખીલ અને મસાની સમસ્યા દૂર કરી શકાય છે.

હાથ કે પગમાં ચીરાં (વઢીયા) પડવાની સમસ્યા માટે પણ હિંગનો ઉપયોગ કરી શકાય છે. શિયાળામાં અતિશય ઠંડી પડે ત્યારે હાથની આંગળિયો પર તેમજ પગની પાની ઉપર વિશેષ પ્રમાણ માં ચીરા પડે છે અને કેટલીક વખતે તેમાંથી લોહી પણ નીકળે છે અને સખત દુખાવો થાય છે.

ઘણીવાર ધૂળ અને માટી લાગ્યા પછી હાથ પગ બરાબર સાફ ન થાય તો પણ તેમાં વાઢિવા પડે છે. ‘ઉધાડા પગે ચાલનારા ઓને આ તકલીફ વધારે પ્રમાણમાં થાય છે. આ ભાગની ચામડી સખત, મરી ગયેલી ચામડી જેવી થઈ જાય છે. જાણો આ સમસ્યાના ઉપાયો.

લીમડાનાં તાજા પાન, મેહેંદીના તાજાં પાન, પથ્થરવેલનાં તાજા પાનું બધાં સરખે ભાગે લઈ વાટી તેની લુગદીમાં એરંડિયુ તેલ (દિવેલ) અને બે ગ્રામ હીરા હિંગ પાવડર ઉમેરી મલમ બનાવવો. આ મલમ ફાટેલી ચામડી ઉપર (વઢિયા ઉપર) ચોપડવાથી ફાયદો થાય છે. પાંચ ગ્રામ મીણને સરસવના તેલમાં ગરમ કરવું તેમાં બે ગ્રામ હીરા હિંગ, દસ ગ્રામ આંબા હળદરનો પાવડર અને દસ ગ્રામ રાળ મેળવી મલમ બનાવવો.

આ મલમ વઢિયા ઉપર ચોપડી થોડી વાર ઘસવાથી આરામ મળે છે. કાથો, રાળ, કાળાં મરી અને મીણ સરખા ભાગે લઈ બરાબ૨ વાટી તેમાં બે ગ્રામ હીરા હિંગનો પાવડર ઉમેરી તેમાં થોડું તલનું તેલ નાખી ધીમે ધીમે ગરમ કરી પકવવું. આ તેલ સારી રીતે ઉકળીને ઘટ્ટ મલમ જેવું બનાવવું. આ મલમ વઢીયા પર ચોપડવાથી લાભ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top