બ્રેઈન ફૂડ તરીકે ઓળખાતા અખરોટ નો આ રીતે કરો ઉપયોગ, થશે અવિશ્વાસનીય ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ડ્રાયફ્રુટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તંદુરસ્ત આહારની સાથે, જો તમે તમારી રૂટિનમાં ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે જેમા બદામ,કિસમિસ,ખજૂર અને અખરોટની સાથે ત્યાં ઘણાં ડ્રાયફ્રુટ છે જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે અને આજે અમે અખરોટ ની વાત કરી રહ્યા છીએ.જે ઘણા ગુણોનો ખજાનો છે. અખરોટને અંગ્રેજીમાં વોલનટ,તેલુગુમાં અક્રુત કાયા,મલયાલમમાં અક્રોતંડી,કન્નડમાં અક્રોટા, તમિળમાં અક્રોત્તુ,મરાઠીમાં અકરોડ અને ગુજરાતીમાં અખરોટ કહેવામાં આવે છે જેવી રીતે તેના વિવિધ ભાષાઓમાં અખરોટનાં નામ તેવા તેના ફાયદાઓ પણ છે.

ડિપ્રેશનમાં રાહતઃ

ઓમેગા ૩ ની કમીને કારણે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે અખરોટમાં ઓમેગા 3 પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારાં છે. અને શરીરને પુરતાં પ્રમાણમાં શક્તિ મળી રહે છે.

મગજ માટે સૌથી વધારે લાભકારક :

અખરોટને બ્રેન ફૂડ પણ કહેવામાં આવે છે. તેને ખાવાથી મગજને ઉર્જા મળે છે. યાદશક્તિ ઓછી કે નબળી હોય તેવી સ્થિતિમાં અખરોટ ખાવાથી ઘણો જ ફાયદો થાય છે. યાદશક્તિ વધારવા માટે અખરોટ એક ઔષધીનું કામ કરે છે. અખરોટ ખાવાથી તમને થોડાંક જ દિવસમાં તેના ફાયદા દેખાવા લાગશે.

ત્વચા માટે છે ફાયદાકારક :

જો તમે અખરોટ નું સેવન કરો તો તમારી ત્વચા જવાન અને ચમકદાર રહે છે.અખરોટ ત્વચા ને કોમળ બનાવે છે અને તેના પર નાં ડાગ ધબ્બા,ફોલ્લીઓ દૂર કરે છે.તે ત્વચાને સાફ અને ચમકદાર બનાવે છે.

વાળ માટે :

અખરોટમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અખરોટમાંથી મળતા એન્ટિ ઓક્સિડન્ટ તમને ભાગ્યે જ કોઈ બીજા પદાર્થમાંથી મળે છે. અખરોટ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં બાયોટિન (વિટામિન બી ૭) હોય છે  અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે. અખરોટ નું સેવન કરવાથી વાળ મજબૂત રહે છે અને વાળ ઉતરવાથી બચાવે છે. મોઈસચરાઇસિંગ ગુણો નાં લીધે અખરોટ નું તેલ પણ વાળ માં લગાવી શકાય છે.તેથી જ તેને પાકૃતિક એન્ટી ડેન્ડ્રફ એજન્ટ પણ માનવામાં આવે છે.

કેન્સર માટે લાભકારી :

અખરોટમમાં એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલા ઓમેગા 3, ફિનોલિક તત્વો, સેલેનિયમ જેવા મિનરલ્સ કેન્સર થતું અટકાવે છે. સાથે જ કેન્સર જેવા ગંભીર રોગ સામે રક્ષણ પણ કરે છે.

હાર્ટ માટે :

અઠવાડિયામાં ત્રણ વાર અખરોટ ખાવાથી તમે લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકો છો. અખરોટના અનેક ફાયદા છે. અખરોટમાં રહેલાં તત્વો હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.અખરોટમાં રહેલું એન્ટિ-ઓક્સિડેન્ટ હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે તેમજ હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓથી પણ બચાવે છે.

એજિંગ રોકે છે :

અખરોટમાં ભરપૂર માત્રામાં વિટામિન બી હોવાથી તે સ્કિન માટે પણ ખૂબ જ સારું છે. વિટામિન બી સ્ટ્રેસ અને મૂડ સ્વિંગ્સમાં ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે. સ્ટ્રેસને કારણે સ્કિન પર કરચલી પડે છે, જેને કારણે ઊંમર મોટી દેખાય છે. અખરોટમાં વિટામિન બી અને ઈ હોવાથી એજિંગ પ્રોસેસને સ્લો કરી દે છે.

હાડકાં કરે છે મજબૂત :

હાડકાં ને મજબુત અને સ્વસ્થ રાખવા અખરોટ નું સેવન કરવું એ સારો ઉપાય છે.અખરોટ માંથી હાડકાં ને સારા મિનરલ્સ મળી રહે છે અને મૂત્ર નાં માધ્યમ થી કેલ્શિયમ ની બરબાદી પણ નથી થતી.અખરોટ ખાવાથી હાડકાં સંબંધિત બિમારીઓ ઘટે છે. અખરોટ નિયમિત ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે તે ઘણું આશીર્વાદરૂપ છે.

પાચનતંત્ર કરે છે મજબૂત :

જો તમને પેટને લઈને સમસ્યા રહેતી હોય તો પણ અખરોટ ખૂબ જ ફાદાકારક છે. આંતરડાને હેલ્ધી રાખવા માટે ફાઈબર ખૂબ જ જરૂરી છે. જેથી અખરોટમાં ફાઈબર અને પ્રોટીન મળી રહે છે. અખરોટ ખાવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આંતરડા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

અખરોટમાં રહેલા પૌષ્ટિક તત્વ પેટને સાફ કરવાનું પણ કાર્ય કરે છે. તેનાથી કબજિયાત, અપચો અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે. રોજ અખરોટ ખાવાથી પાચનક્રિયા સુદૃઠ થાય છે. આંતરડાની તંદુરસ્તી જાળવી રાખવા માટે ફાઈબર્સ ખૂબ જ જરૂરી છે. દૂધ અને ડેરી પદાર્થોમાંથી પ્રોટીન તો મળે છે પરંતુ તેમાં ફાઈબર નથી હોતા. પરંતુ અખરોટમાં આ બંને વસ્તુ ભરપૂર માત્રામાં હોય છે. અખરોટ ખાવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આંતરડા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

વજન ઘટાડવામાં અસરકારક :

અખરોટ વજનને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. રોજ તેને ખાવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. સતત અખરોટ ખાવાથી તમને થોડાંક દિવસમાં જ તેની અસર જોવા મળશે. સતત અખરોટ ખાવાથી થોડાક દિવસમાં ફરક જોવા મળશે. ઘણા લોકોનું માનવું છેકે અખરોટ ના સેવન થી વજન વધે છે.પરંતુ અખરોટ વજન ઘટાડવા માં મદદ કરે છે. તેમાં બરાબર માત્રા માં પ્રોટીન અને કેલોરી મિશ્રિત હોય છે.જે વજન ઘટાડવા માં લાભદાયી છે.

સારી ઉંધ :

જે લોકોને દિવસભર કામ કરવા છતાં પણ ઉંધ નથી આવતી તેમની માટે અખરોટ રામબાણનું કામ કરે છે. રાતે ઉંઘતા પહેલાં એક કે બે અખરોટ ખાવાથી શરીર રિલેક્સ થઇ જાય છે અને સારી ઉંઘ આવે છે.

ડાયાબિટિસ  :

ડાયાબિટિસ ના દર્દીઓએ અખરોટનું નિયમિત સેવન કરવું જોઇએ. આ ખાવાથી ડાયાબિટિસ ટાઇપ-ટુમાં આરામ મળે છે. તેમાં રહેલું પોલિઅનસેચુરેટેડ અને મોનો વસા શરીરની તંદુરસ્તી માટે સારી વસ્તું છે. સંશોધન મુજબ જે સ્ત્રીઓ અઠવાડિયામાં પાંચ વાર 30 ગ્રામ અખરોટ ખાતી હોય તેમને ટાઈપ ૨ ડાયાબિટિસનું જોખમ ૩૦ ટકા જેટલું ઘટી જાય છે. આ સંશોધન હાર્વર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવ્યું હતું. અખરોટમાં રહેલી ફેટ્સ ઇન્સ્યુલિન માટે ઘણી ફાયદાકારક પુરવાર થાય છે.

સોજામાં રાહત :

અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે જે સોજામાં રાહત આપે છે. અખરોટમાં પોઝિટિવ ફેટ રહેલી હોય છે જે અનેક રીતે શરીર માટે લાભકારક છે. આ ઉપરાંત અખરોટમાં રહેલું મેંગેનીઝ છોકરીઓને પિરિયડ્સ દરમિયાન ઘણી રાહત આપે છે.

ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી :

ગર્ભવતી મહિલાઓને અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી બાળકોને એલર્જી નથી થતી અને પોષકતત્વો પણ મળે છે. અખરોટ ચિંતા અને તણાવથી દૂર રાખે છે. સાથે જ તે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારે છે અને તે વાળ અને સ્કીન માટે પણ ફાયદાકારક છે. કોઈ ગર્ભવતી મહિલા અખરોટ નું સેવન કરે તો તે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.તે માં ના ગર્ભાશય ને મજબૂત બનાવે છે અને બાળક ને પોષણ પૂરું પાડી ને તેને તંદુરસ્ત રાખે છે.બાળક ના મગજ નાં વિકાસ માં અખરોટ ફાયદાકારક છે.ગર્ભવતી મહિલાઓ ને એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ખૂબ ફાયદા થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top